મિત્રો, ફિલ્મજગત એ એક ગ્લેમરસ જગત છે. આ ફિલ્મી દુનિયામા દરરોજ અનેકવિધ લોકો પોતાનુ ભાગ્ય પણ ચમકાવવા માટે આવે છે પરંતુ, અમુક જ એવા ભાગ્યશાળી હોય છે કે, જે આ ફિલ્મીજગતમા પોતાનુ નામ બનાવી શકે છે અને એક વિશેષ ઓળખ મળી શકે છે.
આ ફિલ્મીજગત ગ્લેમરસ હોવાના કારણે તેની સાથે સંકળાયેલા કલાકારોનુ જીવન અને તેમના ઘર પણ એક્દમાં ભવ્ય હોય છે. આજે આ લેખમા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખુબ જ પ્રખ્યાત દિગ્દર્શક, પ્રોડ્યુસર, નિર્માતા કરણ જોહર અને તેમના ઘર વિશે.
આપણે એ વાત તો ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, ફિલ્મજગતમા કિંગ ખાનનું બિરુદ ધરાવતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એ ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને ફિલ્મજગતમા ક્યારેય પણ કોઈ ઘરનુ ઇન્ટિરિયર બનાવવાની વાત આવે એટલે સૌથી પહેલુ નામ તેનુ આવે છે. તે પોતાની આવડત દ્વારા અનેકવિધ બોલિવૂડ ફિલ્મ કલાકારોના ઘરને સ્વર્ગથી સુંદર બનાવી ચૂકી છે.
હાલ, ગૌરી ખાને તેમના ખુબ જ સારા એવા મિત્ર કરણ જોહરના ધરની છતને એક નવુ જ આકર્ષક લૂક આપશે. તમે પણ જુઓ આ ટેરેસની શાનદાર તસવીરો વિશે. ગૌરીએ હાલ અનેકવિધ કલાકારોના ઘરોને શણગાર્યા અને સજાવ્યા છે. કરણ પણ તેમા શામેલ છે.
હાલ થોડા સમય પહેલા જ ગૌરીએ તેમના ઘરની છતને એક નવો આકર્ષક લૂક આપ્યો છે. ગૌરીએ તેમની છતને એક ખૂબ જ સુંદર અને આકર્ષક લૂક આપ્યુ છે. અહી બેસીને કરણ રાતના સમયે સારો એવો ક્વોલીટી ટાઈમ પસાર કરી શકે છે. તે અહીંથી સાંજના ડૂબતા સૂરજને પણ ખુબ જ સારી રીતે જોઇ શકે છે.
કરણની આ છત કોઇ ભવ્ય બંગલાથી કમ નથી. અહી અનેકવિધ પ્રકારની સજાવટની ચીજોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગૌરીએ આ ઘરની છતને એક બેજોડ લૂક આપ્યો છે. આ માટે તેણે અમુક વિદેશી વસ્તુઓનો પણ ઉપયોગ કર્યો છે. તે પહેલી નજરે કોઇપણ વ્યક્તિનુ ધ્યાન આકર્ષિત કરે છે.
તેમના ઘરની છતમા એવી લાઇટિંગ સીસ્ટમ ગોઠવવામા આવી છે કે, કરણ મોડી રાત સુધી પોતાના મિત્રો સાથે પાર્ટી એન્જોય કરી શકે. અહીં સોફા પર બ્રાઉન, બ્લેક, અને સફેદ રંગના કુશન પણ રાખવામા આવ્યા છે. આ સિવાય એક સુંદર આઉટડોર સેટઅપ પણ કરવામા આવ્યુ છે. આ ઉપરાંત અહી સંગેમરમરની ટાઈલ્સનો ઉપયોગ કરીને તેને એક આકર્ષક લૂક આપવામા આવ્યુ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!