કરીનાએ એક શોમાં કોઈ જ ખચકાટ વગર શેર કરી દીધા બેડરૂમ સીક્રેટ, કહ્યું…રાત્રે મારે સૈફ અલી ખાન સાથે…

બોલિવૂડમાં વાત કરીએ તો કરીના અને સૈફની જોડીને બોલિવૂડના રોમેન્ટિક કપલ્સમાંથી એક માનવામાં આવે છે. બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. કરીનાએ આ વર્ષે પોતાના બીજા પુત્રને જન્મ આપ્યો છે. પુત્રને જન્મ આપ્યા બાદ કરીના ફરી એકવાર કામ પર પરત ફરી છે. ત્યારે કરીના કપૂર ખાને પોતાની સ્ટાઇલથી લોકોનું દિલ જીતી લીધું. તાજેતરમાં બીજી વખત માતા બન્યા બાદ, તે ટૂંક સમયમાં ડિસ્કવરી પ્લસ પર ટેલિકાસ્ટ થવા જઈ રહેલા સેલિબ્રિટી કુકિંગ શો સ્ટાર / ફૂડમાં દેખાશે.

करीना कपूर खान. फोटो साभार-@kareenakapoorkhan/Instagram
image source

કરીના તેના પુત્ર તૈમૂર અને પતિ સૈફ અલી ખાનની વાતો અવારનવાર વાતો ફેન્સ સાથે શેર કરે છે. ત્યારે હાલમાં જ કરીનાએ બેડરૂમ સિક્રેટ શેર કર્યું છે, જેમાં તેણે કહ્યું હતું કે સૂતા પહેલા તે 3 વસ્તુઓ શું છે જેની તેને કરવા જોઈએ જ. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન અવારનવાર તેમની લવ લાઈફ વિશે વાત કરે છે. લોકો બંનેની લવ સ્ટોરી અને કેમિસ્ટ્રીને પસંદ કરે છે. ત્યારે હવે કરીના કપૂર ખાને શોના શૂટિંગ દરમિયાન બેડરૂમનું રહસ્ય શેર કર્યું હતું. સેલિબ્રિટી કુકિંગ શો સ્ટાર વીએસ ફૂડના શૂટિંગ દરમિયાન કરિનાએ તેની મિત્ર તાન્યા ગાવરી સાથે ખાસ વાત કરી હતી.

image source

જો વિગતે વાત કરીએ તો કરીનાએ આ વાતચીતમાં જણાવ્યું હતું કે સૂતા પહેલા હું ત્રણ વસ્તુઓ પથારીમાં લઉં છું. તેણે કહ્યું, ‘મારે બેડરૂમમાં ત્રણ વસ્તુઓ જોઇએ દારૂની બોટલ, પજામા અને પતિ સૈફ અલી ખાન. કરીનાનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર બધા લોકો હસવા લાગ્યા.

image source

આટલું જ નહીં, કરીનાએ વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે આનાથી વધુ સારો કોઈ જવાબ હોઈ શકે નહીં. મારે આ માટે ઇનામ મળવું જોઈએ. આ શોમાં કરીના કપૂર ખાન ઉપરાંત તેના મિત્રો મલાઇકા અરોરા, અર્જુન કપૂર, કરણ જોહર, પ્રતીક ગાંધી પણ જોવા મળશે. ત્યારે હવે કરીનાની આ વાતો ભારે વાયરલ થઈ રહી છે અને લોકો વચ્ચે ચર્ચાઈ રહી છે.

image source

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને તાજેતરમાં જ તેમના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. કરીના અને સૈફના પુત્રનો જન્મ 21 ફેબ્રુઆરીએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. કરીનાના બાળકના જન્મ પછી, તેમના ઘરે અવારનવાર મહેમાનો આવતા હોય છે. દરમિયાન, કરીનાના બાળકની પહેલી ઝલક જોવા માટે બિઝનેસ વુમન નતાશા પૂનાવાલા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ પહોંચ્યા છે.

નતાશા પૂનાવાલાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે આ માહિતી આપી છે. આ ફોટામાં કરિના કપૂર ખાન, સૈફ અલી ખાન અભિનેત્રી મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ નજરે પડે છે. ફોટો શેર કરતાં નતાશાએ લખ્યું કે એક રાત ગેંગ સાથે … ઘણું બદલાઈ ગયું છે, પરંતુ લાગે છે કે કઈપણ નહીં … અમારી દુનિયામાં આપનું સ્વાગત છે … તૈમૂર અલી ખાનનો નાનો ભાઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *