Site icon News Gujarat

કરિનાના બીજા છોકરાનો ચહેરો નથી જોયો શર્મિલા ટાગોરે, કારણ જાણીને ચોંકી ઉઠશો તમે પણ

જ્યારથી કરીના અને સૈફના ઘરે બીજીવાર ગુડ ન્યૂઝ આવી છે અને એમના ઘરે બીજા એક છોટે નવાબનો જન્મ થયો છે ત્યારથી પટોડી અને કપૂર પરિવારમાં ખુશીઓનો માહોલ છે. આખી ઇન્ડસ્ટ્રી કરીના અને સૈફને શુભકામનાઓ આપી રહી છે. એક બાજુ જ્યાં એમના ફ્રેન્ડ્સ, બૉલીવુડ સેલેબ્સ અને રિલેટિવસ એમને મળવા માટે સતત પહોંચી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે દાદી શર્મિલા ટાગોરે હજી સુધી પોતાના ન્યુ બોર્ન પૌત્રનું મોઢું નથી જોયું. દાદી શર્મિલા હજી સુધી પોતાના પૌત્રને કેમ નથી મળ્યા એનું કારણ જાણવાનો અમે પ્રયત્ન કર્યો.

image source

જેમ કે તમે જાણો છો કે મલાઈકા અરોરા, અર્જુન કપૂર, સોહા અલી ખાન, કુણાલ ખેમુ સહિત ઘણા સ્ટાર્સ કરીનાના બીજા બેબી બોયને મળવા પહોંચી ચુક્યા છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પણ કરીનાના બીજા બેબી માટે ગિફ્ટસ લઈને આવી હતી પણ સૈફની માતા અને બાળકોની દાદી પૌત્રને જોવા પહોંચી હોય એવી કોઈ ખબર નથી આવી રહી.

image source

ખબરો અનુસાર શર્મિલા ટાગોર હાલ પોતાના દિલ્લી વાળા ઘરમાં છે. હાલના દિવસોમાં કોરોનાના કેસ પણ વધી રહ્યા છે એવામાં શર્મિલા પોતે અને એમની ફેમીલી નથી ઈચ્છતી કે એ કોઈ રિસ્ક લે કારણ કે આ સ્થિતિમાં એમના માટે ટ્રાવેલ કરવું યોગ્ય નથી. એ કારણે શર્મિલા ટાગોર હજી સુધી દિલ્લીથી મુંબઈ નથી પહોંચી શકી અને હજી સુધી પોતાના આ નાના પૌત્રને નથી મળી શકી પણ જણાવવામાં આવી રહ્યું છે કે જેમ બને એમ જલ્દી એ પોતાના સૌથી નાના પૌત્રને મળવા પહોંચશે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે દીકરાના નામને ફાઇનલ કરવામાં પણ દાદી શર્મિલા ટાગોરના કારણે મોડું થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે સૈફ અને કરીનાના બીજા બાળકનું નામ શર્મિલા અને કરિનાની માતા બબીતા રાખશે. શર્મિલા હજી સુધી મુંબઈ નથી પહોચી શકી તો તૈમુરના નાના ભાઈનું નામ જાણવા માટે ફેન્સને હજી રાહ જોવી પડશે. જો કે કરીના કપૂરની ડિલિવરી પછીથી ટ્વીટર પર બાબર અને ઔરંગઝેબ નામ ખૂબ જ ટ્રેન્ડ થયા હતા અને લોકોએ કરીના અને સૈફને ખૂબ જ ટ્રોલ પણ કર્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બીજીવાર માતા પિતા બન્યા છે. 21 ફેબ્રુઆરીએ કરીના કપૂરે બીજા દીકરાને જન્મ આપ્યો છે. જો કે હજી સુધી એમને પોતાના બાળકનો ફોટો શેર નથી કર્યો.

image source

કપલે પહેલા જ નક્કી કરી લીધું હતું કે તૈમુરના જન્મ સમયે થયેલી ભુલ એ આ વખતે નહિ કરે અને આ વખતે બાળકને લઈને એકદમ પ્રાઇવસી રાખશે. કદાચ આ જ કારણ છે કે કપલે હજી સુધી ન્યુ બોર્ન બેબીની ઝલક ફેન્સને નથી બતાવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version