બીજા બાળકની સાર-સંભાળમાં નહિં, પણ પોતાની આ વાતને લઇને કરિના હાલમાં કરી રહી છે જોરદાર મહેનત…

બીજા દીકરાના જન્મના એક મહિના પછી જ કરીના કપૂરએ પ્રેગનેન્સીના લીધે વધી ગયેલ વજનને ઘટાડવાનું શરુ કરી દીધું છે. અભિનેત્રીએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા સ્ટોરી પર પહેલા દિવસનો ફોટો શેર કર્યો છે, આ ફોટોમાં આપ સ્માર્ટ વોચ અને સ્પોર્ટ શુઝ જોવા મળી રહ્યા છે.

image source

આ ફોટોના કેપ્શનમાં કરીના કપૂર ખાનએ લખ્યું છે કે, ‘પહેલો દિવસ…. યાત્રાની શરુઆત.’ સ્માર્ટ વોચમાં કરીના કપૂર ખાનએ બતાવ્યું છે કે, પહેલા દિવસે ૫૧૨૫ પગલા ચાલીને તેમણે ૪.૨૫ કિલોમીટરનું અંતર પાર કર્યું છે.

તૈમુર અલી ખાનના જન્મ પછી ઘટાડ્યું હતું ૧૬ કિલો વજન.

image source

અભિનેત્રી કરીના કપૂર ખાનએ પહેલા દીકરા તૈમુર અલી ખાનના જન્મ આપી દીધાના એક મહિના પછી પણ વજન ઘટાડવાનું શરુ કરી દીધું હતું. તે સમયે કરીના કપૂર ખાનએ ફક્ત ૬ મહિનાની અંદર જ ૧૬ કિલો વજન ઘટાડી દીધું હતું. કરીના કપૂર ખાન તૈમુર અલી ખાનના જન્મ થયાના ત્રણ મહિના પછી કામ પર પરત ફરી હતી.

તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ થયો બીજા દીકરાનો જન્મ.

image source

કરીના કપૂર ખાનએ તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ મુંબઈ શહેરની બ્રીચ કેંડી હોસ્પિટલમાં બીજા દીકરાને જન્મ આપ્યો હતો. જો કે, અત્યાર સુધી કરીના કપૂર ખાનએ નાના દીકરાનું નામ સામે આવવા દીધું નથી તેમના ફેંસ બેબી બોયનું નામ જાણવા અને તેનો ચહેરો જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે, અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા સૈફ અલી ખાન પોતાના ન્યુબોર્ન બેબીનું વર્ચ્યુઅલ ઇન્ટ્રોડક્શન કરવાની તૈયારી કરી રહ્યા છે.

ડીલીવરી થઈ ગયાના ૧૬ દિવસ પછી કામ પર પાછી આવી ગઈ હતી કરીના કપૂર ખાન.

image source

કરીના કપૂર ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો અભિનેત્રી કરીના કપૂર ખાનની આવનાર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે જેમાં કરીના કપૂર ખાન અભિનેતા આમિર ખાનની ઓપોઝીટમાં જોવા મળી શકે છે. ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે અભિનેત્રી કરીના કપૂર ખાનએ પોતાની બીજી પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસો દરમિયાન પણ શુટિંગ કર્યું હતું. એટલું જ નહી, બીજા દીકરાને જન્મ આપી દીધા પછી ૧૬ દિવસમાં જ કરીના કપૂર ખાન ફરીથી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ની શુટિંગ પૂર્ણ કરવા માટે પાછી ફરી હતી. આ સાથે જ કરીના કપૂર ખાન પોતાની ફિટનેસને જાળવી રાખવા માટે પ્રેગનેન્સી પછી ફરીથી વર્કઆઉટ કરવા માટે જોડાઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!