‘સ્વાહા’ બોલ્યા વગર અધુરો રહે છે હવન કે યજ્ઞ, જાણો મંત્ર બોલ્યા પછી ‘સ્વાહા’ બોલવાનું શું છે કારણ

આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં પૂજાની સાથે હવન તેમજ યજ્ઞ પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ધાર્મિક આયોજનોમાં હવન તેમજ યજ્ઞને મુખ્ય માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હવન ખૂબ જુની પરંપરા છે. તેના દ્વારા દેવી-દેવતાઓને યાદ કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. તમારામાંથી ઘણા લોકોએ જોયું હશે કે હવન કે યજ્ઞ દરમિયાન કામના પૂરી કરવા માટે હવન કે યજ્ઞ રાખવામાં આવે છે. તેમા આહુતિ નાખવી ખૂબ જરૂરી હોય છે. માન્યતા છે કે હવન અંતર્ગત આપણે અગ્નિ દ્વારા દેવતાઓને હવિ પહોંચાડીએ છીએ. હવિ એટલે ફળ, મધ, ઘી, કાષ્ઠ સહિત જેની આપણે આહુતિ આપીએ છીએ। હિન્દુ ધર્મમાં કોઈ પણ સારુ કાર્ય હવન વગર પૂરુ થઈ શકે નહીં. જ્યારે પણ ઘરમાં સત્યનારાયણની પૂજા હોય, અથવા કઈ પણ નવા કાર્ય કરતા સમયે કે પૂજામાં હવન તે જરૂરી હોય છે. નવરાત્રિના સમયમાં 9 દિવસ હવન તે જરૂરી હોય છે. હવન કરતા સમયે જેટલી વાર આહૂતિ નખાય છે તેટલી વાર સ્વાહા બોલવામાં આવે છે. જાણો કેમ તેના વિશે બોલવામાં આવે છે.

મંત્રના ઉચ્ચારણ પછી જ કેમ સ્વાહા કહેવાય છે

image source

સ્વાહાનો અર્થ એક યોગ્ય રીતનું વર્તન હોય છે. મંત્રના ઉચ્ચારણ કરતા સમયે જ્યારે પણ હવન કરતા સમયે સામગ્રીમાં અગ્નિમાં આહૂતિ નાખવાના સમયે સ્વાહા કહેવામાં આવે છે. તે સ્વાહા ભગવાનને અર્પણ કરવામાં આવે છે. કોઈ હવન કે યજ્ઞ ત્યારે જ સફળ થાય છે
જ્યારે તેમાં સ્વાહા કહીને દેવતાને યાદ કરાય છે. અગ્નિ તે માણસને દેવતા સાથે જોડવા માટેનું એક સાધન છે. માણસ મધ, ઘી, હવન સામગ્રી જે કઈ પણ ભગવાન સુધી પહોંચવા માટે અગ્નિ એક સરળતમ માધ્યમ છે.

સ્વાહા કહેવા પાછળ જોડાયેલી છે પૌરાણિક કથા

image source

પૌરાણિક કથાના અનુસાર સ્વાહાએ પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. સ્વાહાના લગ્ન અગ્નિદેવ સાથે કરવામાં આવ્યા હતા. અગ્નિદેવની પત્ની સ્વાહાના માધ્યમથી દેવતાઓ સુધી પહોંચી શકાય છે.

image source

દંતકથાના અનુસાર એક વાર દેવતાઓની પાસે અન્નની ખોટ હોવાના કારણે બધા દેવતાઓ બ્રહ્મા દેવની પાસે પહોંચ્યા. ત્યારે બ્રહ્મા દેવએ કહ્યું કે સ્વાહાના પ્રભાવથી અગ્નિદેવને યજ્ઞમાં શક્તિ મળે છે. યજ્ઞની અગ્નિમાં સ્વાહાથી આહૂતિ ભસ્મ થઈ જાય છે.

image source

જેથી દેવતાઓ તેને ગ્રહણ કરી શકે છે. ત્યારથી સ્વાહા બોલવાથી કોઈ પણ મંત્રની સમાપ્તી થઈ જાય છે. બ્રહ્માજીએ ઉપાય નીકાળ્યો જેમા બ્રાહ્મણ દેવોને હવન દ્વારા હવિષ્ય આપશે. પરંતુ કહેવામાં આવે છે કે અગ્નિમાં ભસ્મ કરવાની ક્ષમતા ન હતી જેથી બ્રહ્માજીને મૂળ
પ્રકૃતિનું ધ્યાન લગાવ્યું, તે બાદ એક દેવી પ્રગટ થયા અને જે બાદ દેવીએ બ્રહ્માજીથી તેમની ઇચ્છા અંગે પૂછવામાં આવ્યું બ્રહ્માજીએ કહ્યું કે કોઇએ અગ્નિદેવ પાસે રહેવું પડશે જે હવન દરમિયાન કેટલાક મંત્રો ઉચ્ચારણપર આહુતિને ભસ્મ કરે. જેથી દેવ તે આહુતિને ગ્રહણ કરી
શકે, ત્યારે સ્વાહાની ઉત્પતિ થઇ જે સદૈવ અગ્નિદેવ પાસે રહે છે. તો આજ કારણ છે કે હવનમાં બોલવામાં આવતા મંત્ર સ્વાહાથી સમાપ્ત થાય છે. જેથી સ્વાહા અગ્નિને આહુતિને ભસ્મ કરવાની શક્તિ આપી શકે. કેટલીક માન્યતાઓ અનુસાર આ શક્તિને દહન શક્તિ પણ કહેવામાં આવે છે.