જાણો 14 દિવસની કોરેન્ટાઇન લિમિટનો શું થાય છે અર્થ, સાથે જાણો વ્યક્તિ પોઝિટિવ આવતાં જ શરીરમાં શું થાય છે ફેરફારો

ભારતની સાથે સાથે દુનિયાના અનેક દેશમાં કોરોના વાયરસનો કોહરામ ચાલી રહ્યો છે. ઝડપથી વધી રહેલા કેસના કારણે દુનિાયના ટોપ શહેરોની સ્વાસ્થ્ય સેવાઓ પણ હવે જવાબ આપી રહી છે. ભારતની સ્થિતિની વાત કરીએ તો આ સેવાઓ રોજ કથળી રહી છે. અત્યાર સુધીમાં ભારતમાં 1 કરોડ 53 લાખથી પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં લગભગ 2 લાખ 75 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. જ્યારે 1614 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. કોરોના પેશન્ટને 14 દિવસનો સમય રિકવર થવામાં લાગી રહ્યો છે.

જાણો શું છે કોરોના પેશન્ટ માટે 14 દિવસનો સમય શા માટે રખાય છે

image source

કોરોના વાયરસ કોઈ પણ દર્દીના શરીરમાં પ્રવેશે છે ત્યારથી વ્યક્તિ 14 દિવસ બાદ સ્વસ્થ થાય છે. પણ 10 ટકા દર્દીઓ એવા છે જેની સ્થિતિ અન્ય અઠવાડિયે વધારે ખરાબ થવા લાગે છે.

વાયરસની જાણકારી

image source

કોરોનાના કારણે અનેક લોકોના મનમાં પ્રશ્નો આવે છે. લોકોને કોરોનાના માટે જાગરુક કરવા એક્સપર્ટ મહત્વની જાણકારી પણ આપી રહ્યા છે. તેઓ કહે છે કે જે શરૂઆતમાં 2 અઠવાડિયામાં સાજે થતા હતા તેમની તબિયત સતત વઘારે ખરાબ થઈ રહી છે. કોરોના વાયરસના દર્દીની તબિયત બગડવામાં વધારે સમય લાગતો નથી પરંતુ તેને રિકવર થવામાં વધારે સમય લાગે છે.

કોરોના દર્દીને થઈ શકે છે મુશ્કેલીઓ

image source

સંક્રમણ શરૂ થયાના 9 દિવસ બાદ દર્દીને સેપ્સિસ થઈ શકે છે. આ 7-13 દિવસમાં થાય છે. સંક્રમિત થયાના 12 દિવસ બાદ દર્દીને આઈઆરડીએસની તકલીફ આવી શકે છે. આ પણ 8-15 દિવસ સુધીમાં જોવા મળે છે. જ્યારે વ્યક્તિ કોરોના વાયરસથી પ્રભાવિત થાય છે ત્યારે તેના રેસ્પિરેટરી સિસ્ટમ પર ખરાબ અસર થતી જોવા મળે છે. લક્ષણ દેખાયા બાદ 3-13 દિવસની વચ્ચે તેને વેન્ટિલેટર પર મૂકવાની સ્થિતિ પણ આવી શકે છે. દર્દીને 10-17 દિવસની વચ્ચે હ્રદય સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે તેવું બની શકે છે. આ સિવાય આ 10-17 દિવસના સમય ગાળામાં દર્દીને કિડનીની બીમારીની સામે લડવું પડે અથવા તેને સંબંધી કોઈ તકલીફ જોવા મળે તે પણ શક્ય છે. 13-19 દિવસની વચ્ચે કોરોનાના દર્દીઓ નબળી ઇમ્યુન સિસ્ટમના કારણે અન્ય કોઈ બીમારી કે સંક્રમણનો શિકાર પણ ઝડપથી બને છે.

image source

સૌથી વધારે જરૂરી છે કે કોરોનાની બીજી અને ઘાતક લહેરમાં તમે માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, વારેધડી સાબુથી હાથ ધૂઓ અને દિવસમાં 2-3 વાર સેનેટાઈઝરથી હાથના કીટાણુને દૂર રાખો. જેટલી શક્ય હોય તેટલી ઝડપથી વેક્સીનનો ડોઝ પણ લઈ લો. હવે તો પીએમ મોદીએ પણ ગઈકાલે કહ્યું છે કે દેશમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *