મહામારીથી બચવા વેક્સિન જરૂરી: જાણો કોરોના થયા બાદ કેટલાં દિવસ પછી વેક્સિન લેવી જોઇએ, સાથે જાણો વેક્સિન લીધા પછી શું રાખશો ખાસ ધ્યાન

1લી મેથી 18 વર્ષની ઉપરના લોકો માટે વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થયો છે. ત્યારે વેક્સિનને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. આવો જાણીએ આ સવાલોના શું છે સમાધાન.

image source

સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઈન મુજબ વેક્સિનને લઈને લોકોના સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરાયો છે.

અનેક લોકોના મનમાં સવાલ છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ ક્યારે વેક્સિન લગાડવી હિતાવહ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઈન મુજબ એવી સલાહ આપવામાં આવે છે કે વેક્સિનનો પહેલો ડોઝ લગાડવા માટે કોવિડથી 14 દિવસની રિકવરી પછી બેથી આઠ સપ્તાહની રાહ જોવી જોઈએ.

રિપોર્ટ હજુ આવ્યો નથી પરંતુ લક્ષણ કોવિડના જોવા મળે છે તો વેક્સિન લગાડવી જોઈએ?

ના, જો કોવિડ-19ના લક્ષણ છે તો વેક્સિન લગાવવી હિતાવહ નથી. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ એવા લોકો વેક્સિનેશન સેન્ટર પર બીજાને સંક્રમિત કરી શકે છે. લક્ષણ ખતમ થયા બાદ ઓછામાં ઓછા બેથી આઠ સપ્તાહ પછી વેક્સિન લગાવી શકાય છે.

વેક્સિનનો એક ડોઝ લીધા બાદ સંકમિત થઈ જવાય તો બીજો ડોઝ લઈ શકાય ?

image source

હા, વેક્સિનનો ડોઝ બિલકુલ લેવો જોઈએ. જો કે કોવિડથી સંપૂર્ણ રિકવર થયા બાદ. રિકવરીના ઓછામાં ઓછા બે સપ્તાહ અને વધુમાં વધુ આઠ સપ્તાહ સુધી રાહ જોવી સારી છે.

વેક્સિન લીધા પછી કોવિડ સંક્રમણ થાય તો તે બીજાને સંક્રમિત કરી શકું છું?

હા. વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ જો કોવિડ થાય તો તે બીજાને પણ સંક્રમિત કરી શકે છે. વેકસિન લીધા બાદ કોરોનાના નિયમ ન ભૂલવા જોઈએ. ખાસ કરીને સંક્રમિત થાય તો તાત્કાલિક આઈસોલેટ કરવામાં આવે તેમજ માસ્ક હંમેશા પહેરી રાખવું જરૂરી છે.

વેક્સિન લેવાથી કોરોનાની એફિસન્સી ઓછી થઈ જાય છે?

નિષ્ણાંતોના મતે આ અગે હજુ સુધી વધુ અભ્યાસ નથી થયો. જો કે ડોકટર્સ વારંવાર કહે છે કે વેક્સિનના બંને ડોઝ કોવિડનો પરમેનેન્ટ ઈલાજ નથી, પરંત વેક્સિન લેવાથી કોવિડની ગંભીરતા જરૂરથી ઓછી થઈ જાય છે અને તે વધુ ઘાતક નથી બનતો. માસ્ક, સેનિટાઈઝિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપરાંત વેક્સિનેશન જ એક એવી મોટી પહેલ છે જેના થકી જીવલેણ કોરોના વાયરસને ભગાડવામાં ઘણી મદદ મળી શકે છે. પરંતુ એવું પણ નથી કે વેક્સિનેટ થયા બાદ કોઈ વ્યક્તિ બીજી વખત કોરોના સંક્રમિત નહીં થાય. એક્સપર્ટના જણાવ્યા મુજબ આપણી કેટલીક ભૂલના કારણે જ આપણે વેક્સિન લીધા બાદ વાયરસની ઝપેટમાં આવી શકીએ છીએ.

માસ્ક પહેરવું ઘણું જ જરૂરી છે

image source

વેક્સિન લીધા બાદ લોકો એવું વિચારે છે કે હવે તેમને માસ્ક પહેરવાની કોઈ જ જરૂરિયાત નથી.

જો કે આ વાત સાચી નથી. વેક્સિન લગાડવામાં આવ્યા બાદ લોકો આ પ્રકારની બેદરકારી કરે છે તો તે તેની સૌથી મોટી ભૂલ હશે. જ્યાં સુધી કોમ્યુનિટી લેવલ ઈમ્યુનિટી કે હર્ડ ઈમ્યુનિટી સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈએ પણ કોવિડના નિયમોને ન તોડવા જોઈએ. વેક્સિનેટ થયા બાદ પણ સાવધાની રાખવી એટલી જ જરૂરી છે.

સંક્રમિત થયા બાદ વેક્સિન ન લેવામાં આવે તો?

જો કોઈ પણ વ્યક્તિ સંક્રમિત થઈ ગઈ હોય અને તેને વેક્સિન ન લગાવી હોય તે વ્હેલામં વ્હેલી તકે વેક્સિન લઈ લે તે જરૂરી છે. જો વેક્સિન લગાડવામાં ન આવે તો બીજી વખત પણ કોરોનાના ગંભીર લક્ષણોના શિકાર બની શકાય છે. વેક્સિન લેવાથી કોરોના ઈન્ફેક્શનના ગંભીર પરિણામોથી બચી શકાય છે.

વેક્સિન લીધા બાદ યાત્રા કરવી કે ન કરવી

image source

એક્સપર્ટની સલાહ મુજબ જ્યાં સુધી સાવધાની રાખવામાં આવે ત્યાં સુધી વેક્સિનેશન પછી વાયરસનો ખતરો ઓછો રહે છે. વિશેષજ્ઞોના મતે જ્યાં સુધી વધુમાં વધુ લોકો વેક્સિન નહીં લગાડે ત્યાં સુધી એકબીજાને મળવાનું ટાળવું, ટ્રાવેલિંગ પર પણ અંકુશ મુકવો જરૂરી છે. કેમકે હજુ પણ વાયરસના નવા-નવા વેરિએન્ટનો ગંભીર ખતરો છે જે આપણાં પર હાવી થઈ શકે છે.

નિષ્ણાંતો આપી રહ્યાં છે વેક્સિનેશન પર જોર

વિશેષજ્ઞો વેક્સિન લગાવવા પર જોર આપે છે. તેમના મતે હર્ડ ઈમ્યુનિટી પ્રાપ્ત કરવા માટે આપણે આપણી 70% વસ્તીમાં એન્ટીબોડીઝ વિકસિત કરવાની જરૂરિયાત છે. એવામાં એન્ટીબોડીઝ વેક્સિનેશથી ડેવલપ થઈ શકે છે કે પછી ઈન્ફેક્શનના માધ્યમથી. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ વેક્સિનેશન કોરોનાનો ડેથ રેટ ઘટાડવામાં મદદગાર રહેશે. પરંતુ તેને લીધા બાદ કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપવું પણ જરૂરી છે. ડોકટર્સનું માનવું છે કે જો વેક્સિન લેનાર વ્યક્તિ પોતાની તંદુરસ્તી પ્રત્યે સાવધાન નહીં રહે તો વેક્સિન પછી પણ કોવિડની ઝપેટમાં આવી શકે છે.

વાયરસનું ચક્ર તોડવા વેક્સિનેશન જરૂરી છે

વિશેષજ્ઞએ ચેતવણી આપી છે કે, જો કોરોના વાયરસનો પ્રકોપ લાંબા સમય સુધી રહ્યો તો તેના ખતરનાક સ્વરૂપ સામે આવતા રહેશે. આ વેરિયેન્ટ વેક્સિનોની અસરનો પણ સામનો કરી શકે છે. 40% વસતીને વેક્સિન આપી ચૂકેલા અમેરિકા જેવા દેશોમાં પણ જોખમ પેદા થઈ શકે છે.

image source

વોશિંગ્ટન યુનિવર્સિટીમાં વાઈરલ ઈમ્યુનોલોજિસ્ટ માઈકલ ડાયમંડ કહે છે કે, વાયરસનું ચક્ર તોડવાનો એકમાત્ર રસ્તો ભારત જેવા દેશોમાં પૂરતું રસીકરણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!