મંદિરમાં હંમેશા ખુલ્લી આંખે કરવા દર્શન, તો જ ભગવાન તમારી સામે જોશે કારણકે..

મંદિરમાં જઈને ત્યારે તમે આંખ બંધ કરીને દર્શન કરતા હોવ છો. પરંતુ દર્શન ખુલ્લી આંખે મનથી હાથ જોડી ઉભા રહીને પણ કરી શકાય. જો આંખ બંધ કરીને દર્શન કરો તો બીજાને કહો કે તમે પણ દર્શન કરવા આવ્યા છો. દર્શન ખુલ્લી આંખે કરી દર્શનને બરાબર યાદ રાખી લો. દર્શન કર્યા બાદ ઓટલે બેસો ત્યારે દર્શને ધ્યાનમાં લઇ આંખ બંધ કરો. જો બંધ આંખે દર્શન ના દેખાય તો ફરી મંદિરમાં જઈને દર્શન યાદ કરો. ફરી ઓટલા પર બેસીને ધ્યાનમાં બેસી જાવ.

image source

આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે લગભગ બધા હાથ જોડીને આંખો બંધ કરીને દર્શન કરીએ છીએ. આવું કરવાને બદલે આંખો ખુલ્લી રાખીને દર્શન કરવા. ખુલ્લી આંખે દર્શન કરવા થી ભગવાન સામે આપણે મન મૂકીને જેમાં હોય તે માગી શકીએ. કહેવાય છે કે આખું જ્યારે બંધ હોય ત્યારે આપણા મગજમાં અનેક વિચારો ચાલતા હોય છે. તેનાથી આપણી પ્રાર્થના પૂરી થતી નથી એટલા માટે હંમેશા ખુલ્લી આંખે ભગવાનની સામે જોઈને દર્શન કરવા જોઈએ.

ગમે તે મંદિર જાઓ ત્યારે પગે લાગીને પરત ઘર તરફ ચાલ્યું જવું ન જોઈએ. ઘરના વડીલો અથવા મમ્મી પપ્પા દરરોજ મંદિરે જતા હોય છે. ત્યારે નાના છોકરાઓ પણ કયારેક વડીલો સાથે મંદિરે જતા હોય છે. મંદિરે દર્શન કર્યા બાદ મંદિરમાં અથવા મંદિર બહારના ઓટલા પર થોડી વાર બેસવાનું કહે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે મંદિરમાં દર્શન કર્યા બાદ કેમ બેસવાનું કહે છે? તો આજે અમે તમને જણાવી દર્શન કર્યા બાદ કેમ બેસવું જોઈએ?

image source

હકીકતમાં આ એટલે બેસવાનું કોઈ જ કારણ નથી પરંતુ ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. પરંતુ હાલ તો બેસવાનું ચલણ જ છે. શ્લોક બોલવાનું કોઈ ચલણ નથી. અમુક લોકોને તો ખબર પણ નહિ હોય કે એ ઓટલે બેસીને કયો શ્લોક બોલવાનો હોય છે. તો અમે તમને જણાવીશું એ શ્લોક અને તેનો અર્થ સમજાવીશું. તમે લોકો પણ તમારા આગળની પેઢી સાથે આ શ્લોક મંદિરમાં બેસીને બોલજો.

image source

જયારે ધ્યાનમાં દર્શન આવે ત્યારે ભગવાન પાસે ‘અનાયાસેન મરણમ’ એટલે મને તકલીફ વગરનું મૃત્યુ આપજે. ‘વિના દૈન્યેન જીવનમ ‘મને પરવાસતા વગરનું જીવન આપજે કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું, થવા મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું એવું જીવનનાં જોઈએ ભગવાન. ‘દેહિમે પરમેશ્વરમ’ મૃત્યુ સમયે તમારું દર્શન થવું જોઈએ, જેમ ભીષ્મને થયેલું તેમ. આ ત્રણ વસ્તુ મને આપો આ માંગણી કે યાચના નથી પરંતુ આ પ્રાર્થના છે.

image source

પ્રાર્થના એટલે “પ્ર+અર્થના”, અર્થના એટલે માંગણી પણ ‘પ્ર’ એટલે પ્રકૃષ્ટ, આ પ્રકૃષ્ટ અર્થના છે. અને આ ગાડી, દીકરો, દીકરી, પતિ, પત્ની, ઘર, પૈસા આવું કઈ નથી માગ્યું પણ આ ત્રણ શ્રેષ્ઠ માંગણી કરી છે. આ શ્લોક મંદિરમાં દર્શન કરી ઓટલે બેસી પછી જ બોલવાનું, ઓટલા પર ફક્ત બેસી રહેવાનું નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ