Site icon News Gujarat

આપણાં દેશમાં ઓક્સિજનને કારણે માણસો મૃત્યુ પામે છે ત્યારે ઇઝરાયલે માસ્કમાંથી આઝાદી મેળવી, જાણો કેવી રીતે બન્યું આ શક્ય

એક તરફ આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે, તો બીજી તરફ ઇઝરાયલ પહેલો એવો દેશ બન્યો છે જેણે પોતાને કોરોના મુક્ત જાહેર કર્યો છે. ઇઝરાયલે પોતાના સામુહિક રસીકરણ અભિયાન બાદ કોરોના પ્રતિબંધોમાં છૂટ આપી છે અને શાળાઓને ફરીથી ખોલવામાં આવી છે.

image source

ઇઝરાયલમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ખોલી નાંખવામાં આવી છે અને બાળકો ફરીથી વર્ગખંડોમાં પરત ફર્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેરવાના  નિયમને પણ દૂર કર્યો છે. જો કે મોટી સભાઓમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. ઇઝરાયલે દુનિયાભરમાં રસીકરણ અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને પોતાના દેશમાં ઢડપથી લોકોને રસી આપી છે. આ જ કારણ છે કે અઝરાયલમાં ઘણા બધા પ્રતિબંધોને દૂર કરવામાં આવ્યા છે. ઇઝરાયલે ગયા અઠવાડિયે જ ઘોષણા કરી હતી કે મે મહિનાથી પ્રવાસીઓને પણ દેશમાં પ્રવેશ આપવામાં આવશે અને સાથએ તેમને રસી પણ આપવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે મહામારીની શરુઆત બાદ ઇઝરાયલમાં કોરોના વાયરસના 8,36,000 કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોનાના કારણે ઇઝરાયલમાં 6,331 લોકોના મોત થયા હતા. ઇઝરાયલમાં 93 લાખ લોકોમાંથી 56 ટકા લોકોને ફાઇઝર/એનબાયેટેક રસીના બે ડોઝ
આપવામાં આવ્યા છે.

લોકડાઉનનો અસરકારક ઉપયોગ

image source

93 લાખની વસ્તી ધરાવતા ઇઝરાયેલમાં કુલ જમીનની સરખામણીએ પ્રતિ ચો. કિમી. વસ્તીન ઘનતા ઘણી વધારે છે, કારણ કે દેશનો ઘણોખરો વિસ્તાર બંજર રણપ્રદેશ હોવાથી વસવાટ માટે યોગ્ય નથી, આથી સંક્રમણ ફેલાવાનો ભય ટાળવા પ્રથમ કેસ નોંધાયો, એ સાથે જ ઇઝરાયેલે કેટલાંક કડક પગલાં લેવા માંડ્યા હતા.

 દેશભરમાં તમામ પ્રકારના સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડા કે સભા-સરઘસ નિયંત્રિત કરી દેવાયા હતા.

 10થી વધુ લોકો કોઈપણ સંજોગોમાં એકઠા ન થાય એવી તાકીદ રાખવામાં આવી હતી.

image source

 શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન અપનાવનારા પ્રથમ 10 દેશમાં ઈઝરાયેલ સામેલ હતું.

 લોકડાઉનના સમય દરમિયાન હોસ્પિટલ સેવાઓમાં તાત્કાલિક વધારો કરી દેવાયો.

 અંતરિયાળ વિસ્તારો સુધી સારવાર આપી શકાય એ માટે મોબાઈલ હોસ્પિટલ તૈયાર કરી દીધી.

 પ્રથમ લોકડાઉન વખતે ટેસ્ટિંગ સેન્ટર વધારાયાં હતાં. બીજા લોકડાઉન વખતે મોબાઈલ હોસ્પિટલ દેશભરમાં દોડાવી.

 આ વર્ષે લાગુ કરેલા ત્રીજા લોકડાઉન વખતે વેક્સિનેશન પ્રોગ્રામનું માળખું તૈયાર કરી નાખ્યું હતું.

મોનોક્લોનલ થેરપીનો ઉપયોગ

ઈઝરાયેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ રિસર્ચ (IIBR)ના વૈજ્ઞાનિકો દ્વારા વેક્સિનની ફોર્મ્યુલા, કોરોના પ્રતિરોધક દવાઓ ઉપરાંત મોનોક્લોનલ એન્ટિબોડી થેરપી અંગે પણ ઝડપી સંશોધનો થયાં હતા, જેની ક્લિનિકલ ટ્રાયલનાં હકારાત્મક પરિણામો મળ્યાં પછી ઈઝરાયેલમાં આ થેરપીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. આ થેરપી ટૂંકમાં આ પ્રમાણે સમજી શકાશે.

 જેમના શરીરમાં કોરોનાવાયરસ દાખલ થઈ ચૂક્યો છે, પરંતુ બીમારીનાં કોઈ લક્ષણ હજુ જોવા નથી મળતાં, આવી વ્યક્તિ તબીબી પરિભાષામાં Asymptomatic કહેવાય છે.

 Asymptomatic વ્યક્તિને પોતાને કોરોનાનાં લક્ષણો ન હોય તોપણ એ અન્યને કોરોનાનો ચેપ લગાડવા સક્ષમ હોવાથી તેને કોરોના કરિયર (વાહક) કહેવાય છે.

image source

 માનવશરીરનો એ નૈસર્ગિક ક્રમ છે, જેમાં શરીરમાં કોઈપણ બાહ્ય પદાર્થ (Antigen)દાખલ થાય એની સામે રક્ષણાત્મક પ્રતિક્રિયા તરીકે શરીર તરત જ એન્ટિબોડી ઉત્પાદિત કરે છે અને બાહ્ય પદાર્થને નકારવા પ્રયત્નો કરવા માંડે છે.

 કોરોના વાહકના શરીરમાં પણ આવા એન્ટિબોડી ઉત્પાદિત થતા હોય છે.

 શરીરના કોઈ એક જ પ્રકારના અંગમાં ઉત્પન્ન થયેલા એન્ટિબોડી મોનોક્લોનલ એન્ટિબોડી કહેવાય છે. વિવિધ અંગોમાં ઉત્પન્ન થયેલા પોલિક્લોનલ એન્ટિબોડી કહેવાય છે.

 મોનોક્લોનલ એન્ટિબોડી પેશન્ટના શરીરમાં દાખલ કરવાથી બીમાર વ્યક્તિના શરીરમાં કોરોનાવાયરસ સામે રક્ષણની શ્રૃંખલા ઉત્પન્ન થવા માંડે છે અને દવાઓને પણ ઝડપી તેમજ હકારાત્મક પ્રતિસાદ મળે છે

અનોખો ટ્રાફિક લાઈટ પ્લાન

image source

ઈઝરાયેલના અગ્રણી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. રોની ગેમ્ઝુના પ્રસ્તાવ મુજબ સરકારે સમગ્ર દેશને કોરોના સંક્રમણની સંખ્યા, પ્રસારની ઝડપ અને મૃત્યુ આંકના આધારે ટ્રાફિક સિગ્નલના વિવિધ કલર કોડમાં વિભાજિત કરી દીધો. ત્યાર બાદ સૌથી વધુ સંક્રમણ ધરાવતા રેડ ઝોનમાં સૌથી વધુ નિયંત્રક પગલાં લાગુ કરીને ત્યાં સારવાર વ્યવસ્થા વધુ સઘન બનાવી. આ પ્લાનને લીધે સમગ્ર દેશની આરોગ્ય સેવાઓ પર એકધારો ભાર આવતો રોકી શકાયો. આ ટ્રાફિકલાઈટ પ્લાન બાદમાં યુરોપના દેશોએ પણ અપનાવ્યો હતો.

સુપર ફાસ્ટ વેક્સિનેશન

image source

અમેરિકન કંપની ફાઈઝરની વેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ માન્યતા આપી એ પછી વેક્સિનનો સૌથી મોટો જથ્થો ખરીદનાર અમેરિકા, બ્રિટન, કેનેડા પછી ઈઝરાયેલ ચોથો દેશ હતો. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ દેશના ટોચના તબીબો, મેનેજમેન્ટ એક્સપર્ટ્સની નેશનલ ઈમ્યુનાઈઝેશન કમિટી બનાવી છે. આ કમિટીની સીધી દેખરેખ હેઠળ દેશમાં રસીકરણની શરૂઆત થઈ. દર મહિને 18 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો પૈકી 25થી 30 ટકાનું વેક્સિનેશન થઈ જાય એવો લક્ષ્યાંક સળંગ ત્રણ મહિના સુધી હાંસલ કર્યો, જેને લીધે આજે 93 લાખની વસ્તી ધરાવતા ઈઝરાયેલમાં 50 લાખથી વધુ લોકો રસીકરણ વડે સુરક્ષિત છે. નવા સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version