Site icon News Gujarat

સુશાંતની બહેને શેર કરી તેની હેન્ડ રિટન નોટ, જેમાં લખ્યું છે કે… ‘હું ખોટી રમત રમી રહ્યો છું, હું કોણ છું, મારે તો…..’

બોલીવુડ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ભાઈના હાથથી લખાયેલ લેટરને શેર કરવામાં આવ્યો છે. આ લેટરમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ પોતાના ૩૦ વર્ષના અનુભવ અને જીવનની સાચી રમત વિષે જણાવવામાં આવ્યું છે. શ્વેતા સિંહ કીર્તિએ આ લેટરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘ભાઈએ લખેલ.

image source

આ વિચાર ખુબ જ ઉમદા છે.’

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત દ્વારા લખવામાં આવેલ લેટરનું ભાષાંતર:

image source

અભિનેતા સુશાંત સિહ રાજપૂતે પોતાના લેટરમાં લખ્યું છે કે, ‘મને એવું લાગે છે કે, મેં મારા જીવનના ૩૦ વર્ષ ખર્ચ કરી દીધા. પ્રથમ ૩૦ વર્ષ કઈક બનવાના પ્રયત્નોમાં ખર્ચ કરી દીધા. હું દરેક બાબતમાં સારો બનવા ઈચ્છતો હતો. હું ટેનિસ, સ્કુલ અને ગ્રેડ્સમાં સારો બનવા ઈચ્છતો હતો અને મેં દરેક વસ્તુને એ જ દ્રષ્ટિકોણથી જોઈ છે. જેવો હું છું, એવો જ હું સારો છું. પરંતુ જયારે મને સારી વસ્તુ મળી ત્યારે ખબર પડી કે, આખી રમત જ ખોટી હતી. કેમ કે, આખી રમત તો તેને શોધવાની જ હતી, જે હું પહેલેથી જ હતો.’

અભિનેતાના મૃત્યુ થયાને હવે ૭ મહિના પુરા થયા.:

image source

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતએ તા. ૧૪ જુન, ૨૦૨૦ રવિવારના રોજ મુંબઈમાં આવેલ બાંદ્રા વિસ્તારમાં પોતાના ફ્લેટમાં જ પંખા પર ફાસીએ લટકેલ મળી આવ્યા હતા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ થઈ ગયા પછી CBI, ED, NCB, મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી, તેમ છતાં પણ કોઇપણ અંતિમ નિર્ણય સુધી અત્યાર સુધીમાં પહોચી શક્યું છે નહી કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કરી લેવાનું સાચું કારણ શું છે.? અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પછીથી ડ્રગ્સ એંગલ પણ સામે આવ્યા પછી સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તીને એક મહિના સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું. એટલું જ નહી અભિનેત્રી રીયા ચક્રવર્તીના ભાઈને પણ ૩ મહિના સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.

મિત્ર અણ્ણા હઝારેને મળ્યા.

image source

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના કેસ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માંગ કરી રહેલ સુશાંતના મિત્ર ગણેશ હિવરકરે અણ્ણા હઝારે સાથે મુલાકાત કરી. આ મુલાકાતનો ફોટો શેર કરતા ગણેશ હિવરકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, તેઓ છેલ્લા ૩ મહિનાથી RSSના પ્રમુખ એવા મોહન ભાગવત સાથે મુલાકાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કૃપા કરીને કોઈ તેમની મદદ કરી શકતા હોય તો જણાવો. આની સાથે જ એક લેટર લખ્યો છે જેમાં સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ વિષે જણાવવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version