આ ફેમસ અભિનેત્રીએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ, અને જ્યારે 5 વર્ષ પછી સામે આવી તો…

મિત્રો, આપણા બોલિવુડ ફિલ્મજગતમા એવી કેટલીય અભિનેત્રીઓ છે કે, જે પોતાના અંગત જીવનમા ખુબજ મુશ્કેલીઓ વેઠીને આગળ સફળતાના માર્ગ પર વધી છે તો બીજી તરફ અમુક અભિનેત્રીઓએ મુશ્કેલીઓ સામે બાથ ભીડી અને અમુક અભિનેત્રીઓ તો તકલીફો સામે હારી ગઇ. આવુ જ એક જીવંત ઉદાહરણ એટલે અભિનેત્રી શમા સિકંદર છે.

image source

પ્રવર્તમાન સમયમા શોર્ટ ફિલ્મ સેક્સોહોલિકથી ખુબ જ વધારે પડતી ચર્ચામા આવેલી શમા સિકંદર એ એક સમયે એટલી હદ સુધી હેરાન-પરેશાન થઇ ચુકી હતી કે, તેણે આત્મહત્યાનુ પગલુ ભરી લીધુ હતુ. જો કે, તેના ભાગ્યમા કંઇક બીજુ જ લખ્યુ હતુ અને તેના લીધે તે બચી ગઇ.

image source

અભિનેત્રી શમા સિકંદરે તેના અભિનય અને ગ્લેમરસ અંદાજથી લોકોના હૃદયમા એક વિશેષ જગ્યા બનાવી લીધી હતી. એક સમય એવો આવ્યો હતો કે, શમાએ પોતાના જીવનથી ખુબ જ કંટાળી ચુકી હતી. આજથી પાંચ વર્ષ પહેલા તે બાયપોલર ડિસઓર્ડરની સમસ્યાની સામે લડી રહી હતી. આ એક માનસિક બીમારી છે. આ બીમારી જે કોઈને પણ થાય છે, તે વારંવાર આત્મહત્યા કરી લેવાનું વિચારે.

image source

આ અભિનેત્રીએ ઉંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તે બચી ગઇ. આ અભિનેત્રીએ તેના એક ઇન્ટરવ્યુમા જણાવ્યુ હતુ કે, તે મરતા પહેલા તેની માતા પાસે ગઇ હતી. તે માતાને ગળે વળગીને ખુબ જ રડી હતી. તેની માતા થોડીવાર માટે હેરાન થઇ ગઈ હતી.

image source

તેના ભાઇને તેણીએ બેન્કની બધી જ માહિતી આપી દીધી. તેના ભાઇએ તેની માતાને ફોન કર્યો અને કહ્યુ કે, મને કઇક ગરબડ લાગી રહી છે. માતા જ્યારે રૂમમા આવી ત્યારે શમાએ આત્મહત્યા માટેનો પ્રયાસ કરી લીધો હતો. ત્રણ કલાક પછી હોસ્પિટલમા શમાને હોશ આવ્યો હતો.

બીમારીમાથી ઠીક થયા પછી શમાએ જાન્યુઆરી-૨૦૧૬મા જેમ્સ મિલિરોન નામના એક વ્યક્તિ સાથે સગાઇ કરી હતી. આ સગાઇની ફોટોસ તેણે પોતાના સોશિયલ મીડિયા પર પણ ખુબ જ શેર કરી હતી. આ ફોટોસ જોઇને પ્રશંસકો ખુબ જ આશ્ચર્યચકિત થઇ ચુક્યા હતા. શમા અત્યારે એટલી હદ સુધી બદલાઇ ચુકી છે કે, તેને તમે જોઇને ઓળખી પણ ના શકો.

image source

વર્ષ ૧૯૯૮મા ફિરોઝ ખાનની ફિલ્મ “પ્રેમ અગન” થી તેમણે ફિલ્મજગતમા પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ મન, અંશ, કોઇન્સીડન્સ કી તલાશ, ધૂમ ધડાકમા તેણે કામ કર્યુ હતુ. આ સિવાય બાલવીર, સેવન, પોપકોર્ન ન્યુઝ, સીઆઇડી જેવી સીરીયલોમા પણ આ અભિનેત્રી કામ કરી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!