સુરત: સ્નેચરો વૃદ્ધાની બુટ્ટી તોડીને ભાગ્યા, અને કપાઇ ગયા બંને કાન, પછી…પૂરી ઘટના વાંચીને છૂટી જશે કંપારી

હાલમાં એક તો લોકો કોરોનાની જાળમાંથી માંડ માંડ બચી રહ્યા છે અને મનની શાંતિ મળી રહી છે. ત્યારે સુરતમાંથી એક અજીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે અને લોકોમાં ચિંતા પેઠી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચેઈન સ્નેચરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. માત્ર ચોરી જ હોય તો ઠીક પણ આ તો સ્નેચરો હવે લોકોને ઈજા પણ પહોંચાડી રહ્યાં હોવાથી હાહાકાર મચી રહ્યો છે. ત્યારે એ જ અરસામાં વધુ એક ઘટના સામે આવી છે અને લોકો ત્રાહિમામા પોકારી ગયા છે. ત્યારે આવો જોઈએ કે આ વખતે સામે આવેલી ઘટનામાં શું છે.

image source

આ વાત સુરતના ગોડાદરા વિસ્તારમાં બની છે. ગોડાદરામાં મંદિરેથી ઘરે જઈ રહેલાં માજીના બંને કાનમાંથી બાઇકર્સ અઢી તોલાની સોનાની બુટ્ટી લૂંટીને ફરાર થઇ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કારણે માજીના બંને કાન કપાઈ ગયા હતા અને લોહી લુહાણ થઈ ગયા હતા. ઘટનાના ત્રીજા દિવસે પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. જો મળતી માહિતી પ્રમાણે વિગતે વાત કરીએ તો ગોડાદરાના રાધેશ્યામ સોસાયટીની બાજુમાં આશીર્વાદ બંગલોઝમાં બાલાભાઈ સામતભાઈ ડોલર પોતાના પરિવાર સાથે શાંતિ સુખેથી રહે છે. આ પરિવાર મૂળ અમરેલીના ખાંભા તાલુકાના નાનીધારી ગામના છે અને તે અહીં હોટલ ચલાવવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

image source

જો ઘટનાની વાત કરીએ તો બાલાભાઈનાં માતા સંતોકબેન 17મી તારીખે સવારે ઘરેથી મંદિરે દર્શન કરવા ગયાં હતાં. દર્શન કરીને તેઓ પરત ઘરે જતાં હતાં અને ચાલીને જતા હતા. ત્યારે ઘરેથી અડધા કિલોમીટરના અંતરે પાછળથી એક બાઇક પર બે જણ આવ્યા હતા. પાછળ બેસેલો યુવક સંતોકબેન પાસે આ‌વીને બંને કાન ખેંચીને બુટ્ટી લૂંટીને બાઇક પર બેસી નાસી ગયા હતા. ત્યારબાદ સંતોકબેનના બંને કાન કપાઈ જતાં તેઓ લોહી લુહાણ થઈ ગયાં હતાં.

image source

આગળની વાત કરીએ તો પછી થોડો સમય તો તેઓ રસ્તા પર જ બેસી રહ્યાં હતાં. જે બાદમાં તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ભોગ બનનાર વૃદ્ધાના પુત્રએ સમગ્ર વાત કરતાં જણાવ્યું હતું કે,”માતાના કાન કપાઈ જવાથી ખૂબ દુઃખ થયું છે. બનાવ બાદ માતા રસ્તા પર જ બેસી ગયા હતા. આસપાસના લોકોએ ફોન કરતા હું દોડી ગયો હતો. માતાની વેદના જોઈને મને કંપારી છૂટી ગઈ હતી. આના કરતા સ્નેચરો ઘરે આવીને દાગીના માંગી ગયા હોત તો હું આપી દેતો.” જો કિંમત વિશે વાત કરીએ તો મળતી માહિતી પ્રમાણે લૂંટાયેલી બુટ્ટીની કિંમત એક લાખ રૂપિયા કરતાં પણ વધારે હતી અને હવે આ કેસ મામલે બાલાભાઈએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ સ્નેચિંગની ફરિયાદ નોંધાવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ ચોરો ઝડપાઈ છે કે કેમ અને આવી ઘટનાઓ ક્યારે બંધ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત