હરિદ્વાર: કુંભમેળાના ડાયરામાં કીર્તિદાન અને ગીતા રબારી પર લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ, કનીરામ બાપુ પણ મંજીરા વગાડી તાલ પુરાવ્યો

ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ હરિદ્વાર શહેરમાં અત્યારે પવિત્ર કુંભ મેળો ચાલી રહ્યો છે. ભક્તિરસથી ભરપુર આ કુંભ મેળામાં ભક્તોની આસ્થા અને શ્રધ્ધાના અલગ અલગ ઘણા સ્વરૂપો જોવા મળી રહ્યા છે. ત્યારે જ આવા સમયમાં શ્રીવડવાળા દેવ, દૂધરેજ મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી કનીરામ બાપુ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કનીરામ બાપુ દ્વારા આયોજિત કરાયેલ ડાયરાની શોભા વધારવા માટે ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી અને ગીતા રબારી સહિત અન્ય કેટલાક લોકગાયકો દ્વારા આ ડાયરામાં સંતવાણીના સુરોને રેલાવવામાં આવ્યા હતા.

image source

હરિદ્વારના કુંભ મેળામાં શ્રી વડવાળા દેવ દૂધરેજ મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી કનીરામ બાપુ દ્વારા આયોજિત ડાયરા દરમિયાન જયારે લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા ‘મેરે ભોલે કે દરબાર’ ભજનનું ગાન કરવામાં આવ્યું તે સમયે મહામંડલેશ્વર શ્રી કનીરામ બાપુ દ્વારા પણ મંજીરાની સાથે પોતાના સુર પુરાવ્યા હતા. એટલું જ નહી, આ ડાયરા દરમિયાન કીર્તિદાન ગઢવી પર કુંભ મેળામાં આવેલ સંતો અને ભક્તો દ્વારા કરોડો રૂપિયાનો વરસાદ કરી દેવામાં આવ્યો હતો. આમ આવી રીતે સ્ટેજ પર કીર્તિદાન ગઢવીના ભજનનું ગાન કરતા સમયે નોટનો ઢગલો થઈ જવાના લીધે આ રૂપિયાને થેલામાં ભરી દેવામાં આવ્યા હતા.

image source

લોકગાયિકા ગીતા રબારી પર પણ હરિદ્વારના કુંભ મેળા દરમિયાન શ્રી વડવાળા દેવ દૂધરેજ મંદિરના મહંત મહામંડલેશ્વર શ્રી કનીરામ બાપુ દ્વારા આયોજિત કરાયેલ ડાયરામાં ગીતા રબારી દ્વારા ભક્તિના સુર રેલાવ્યા હતા. ગીતા રબારીના ભક્તિરસમાં તરબોળ થઈને ભક્તો અને સંતો દ્વારા નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.

image source

હાલમાં દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર ખુબ જ ઝડપથી પ્રસરી રહી છે તેમ છતાં પણ ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર શહેરમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કુંભ મેળામાં આખા દેશ માંથી અસંખ્ય સંતો અને ભક્તોનું ઘોડાપુર ઉમડી આવ્યું છે. કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર પહેલા કરતા પણ વધારે ભયાનક હોવા છતાં પણ ભક્તો ભાન ભૂલીને હરિદ્વારમાં કુંભ મેળામાં પહોચી ગયા છે. ઉપરાંત આ કુંભ મેળામાં સદંતર કોરોના વાયરસની ગાઈડલાઈનનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. સંભવના એવી પણ છે કે, કુંભ મેળામાં આવેલ ઘણા બધા સંતો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. તેમજ આ કુંભ મેળામાં કોરોના વાયરસ સંક્રમણની ગતિને હજી વધારે ઝડપી બનાવી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે. એક બાજુ દેશમાં કોરોના વાયરસ નિયંત્રણની બહાર જાય તેવી સંભાવના છે તો ત્યાં જ હરિદ્વારના કુંભ મેળામાં કોરોના વાયરસની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!