‘તાઉ-તે’ની તારાજી: ક્યાંક બાંધેલી બોટો ડૂબાડી તો ક્યાંક ટાવર તૂટ્યા, તસવીરોમાં જુઓ ગુજરાતમાં વાવાઝોડાએ સર્જેલી ખુવારી

ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની ગંભીર સ્થિતિને જોઈને PM નરેન્દ્ર મોદીએ CM રૂપાણી સાથે વાવાઝોડાં મુદ્દે ચર્ચા કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાત્રી આપી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી માહિતિ પ્રમાણે તાઉ તે ની તમામ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે છે. ૨૪ કલાકમાં ૪૫૨૪ લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવાયું છે તો જિલ્લાના ૪ તાલુકાના ૨૨૩ આશ્રય સ્થાનો આશ્રિતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.અમદાવાદ જિલ્લા વહવટી તંત્ર દ્વારા તાઉ તે વાવાઝોડાની સંભવિત તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા અને તેને ખાળવા માટે આગોતરા આયોજન રૂપ તમામ તૈયારી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વાવાઝોડાની સંભવિત અસરથી અસરગ્રસ્ત દરિયાકાંઠાના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં આશ્રય સ્થાનો કાર્યરત કરાવવામાં આવ્યા છે.આ પૈકી ધોલેરા તાલુકામાં ૪૨, ધંધૂકામાં ૪૦,સાણંદમાં ૭૨, વિરમગામમાં ૪ અને ઘોળકા તાલુકામાં ૬૫ આશ્રય સ્થાન સ્થળાંતર કરાતા આશ્રિતો માટે કાર્યરત કરાવવામાં આવ્યું છે વાવાઝોડાની અસરથી સંભવિત અસરગ્રસ્તદરિયાકાંઠાના ૧૬ ગામો પૈકીના ૪૫૨૪ લોકોને સલામતીપૂર્વક ઉક્ત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, જેમાં ૨૯૨૪ પુરુષ, ૧૨૫૩ સ્ત્રી અને ૩૪૭ બાળકોનો સમાવેશ થાય છે.

તાઉ તે વાવાઝોડાએ સર્જી તારાજી

દશકો બાદ ગુજરાતના દરિયાકાંઠાના ટકરાયું સૌથી મોટું ચક્રવાત

1. ઉના શહેરના મધ્યમાં આવેલ દયાનંદ પૂર્વ સોસાયટીમાં મોબાઈલ ટાવર પડ્યો. - Divya Bhaskar
image source

190 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન

3. દરિયાના પાણી દીવ શહેરમાં ઘૂસી ગયા.
image source

દીવમાં 133 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન

4. ઉનામાં દરિયા કિનારે લાંગેરેલી બાટો તણાવા લાગતા ડૂબી ગઈ હતી.
image source

દરિયાના મોજા 3 મીટર ઊંચા ઉછળતા જોવા મળ્યા

મહારાષ્ટ્ર પાસે આવેલા દરિયાના તોફાનમાં 6 લોકોનાં મોત

5. તિથલ દરિયા કિનારે પવન અને ભારે વરસાદને કારણે લગાવેલા સ્ટોલ ધરાશાયી.
image source

સોમવારે મુંબઈમાં 114 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન

કર્ણાટકમાં તાઉ તે વાવાઝોડાના કારણે 8 લોકોના થયા મૃત્યું

ચક્રવાતના કારણે કર્ણાટકના 121 ગામડાં પ્રભાવિત થયા

કેરળમાં તાઉ તે વાવાઝોડાના કારણે 7 લોકો મોતને ભેટ્યા

કેરળમાં 1500 જેટલા મકાનો ક્ષતિગ્રસ્ત થયા

6. મોરબીમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા
image source

ગુજરાત સરકારે લાખો લોકોને સલામત સ્થળે ખસેડ્યા

દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ભારે વરસાદની છે આગાહી

મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ વરસી શકે છે વરસાદ

કોરોનાના દર્દીઓને મુશ્કેલી વિના સારવાર મળી રહે તેવી વ્યવસ્થા

7. વેરાવળમાં દરિયાકિનારે બાંધેલી બોટો તળાવા લાગી.
image source

ડૉક્ટર્સ અને મેડીકલ સ્ટાફને પ્રભાવિત રાજ્યોમાં મોકલાયા

ગુજરાતમાં નૌસેના અને સેનાની ટુકડીઓ તૈનાત

180 રાહત અને બચાવ દળની ટીમો સ્ટેન્ડ બાય

એન્જિનિયર ટાસ્ક ફોર્સ પણ સ્ટેન્ડ બાય

8. ભરૂચમાં મકાનના પતરાં ઉડી ગયા.
image source

ગુજરાતમાં આખરે તાઉ તે વાવાઝોડાએ દસ્તક દઈ દીધી છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાયા બાદ ભારે પવન બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તાઉ-તે વાવાઝોડાને પગલે રાજ્યના અનેક શહેરમાં વૃક્ષો ધરાશાયી છે તો બીજી તરફ અનેક ઘરોને વ્યાપત નુકશાન પણ થયું છે. તો બીજી તરફ જૂનાગઢના પ્રવેશદ્વાર પર રાખવામાં આવેલ સિહની પ્રતિના ભારે પવનના કારણે નીચે પડી ગઈ છે. જૂનાગઢના સાબલપૂર ખાતે ભારે પવનના પગલે સિહની પ્રતિમા ધરાશાયી થઈ છે.

image source

વાવાઝોડાના પગલે રાજ્યના 78 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરગામમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરગામમાં રાત્રે 8થી 10માં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઉનામાં આખા દિવસનો 2.5 ઈંચ વરસાદ, મહુવામાં આખા દિવસનો 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે અહીં જુઓ નવી નવી તસવીરો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!