જો લગ્નમાં આટલાથી વધારે સોનું ખરીદો છો તો મળી શકે છે નોટિસ, જાણો નિયમ

સોના અને ચાંદીની કિંમતોમાં રોજ નવો રેકોર્ડ બની રહ્યો છે. સંકટના આ સમયમાં સોનામાં રોકાણ કરવાનું ચલણ વધ્યું છે અને સાથે જોવા મળ્યું છે કે ભારતમાં અનેક લોકો શોખથી સોનું ઘરમાં રાખે છે. સોનાને લઈને ભારતીયોના લગાવના કારણે તેઓ તેની મોટા પ્રમાણમાં ખરીદી પણ કરતા હોય છે. આ વર્ષે દેશમાં મોટા પ્રમાણમાં સોનું આયાત કરાયું છે. અન્ય તરફ લગ્ન સીઝન શરૂ થઈ છે. લગ્ન માટે પણ સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં સોનું રાખવાનો એક ખાસ નિયમ છે. ઘરમાં રહેલા તમારા સોના પર ઇન્કમ ટેક્સ વિભાગની નજર રહે છે. જો તમે નક્કી પ્રમાણથી વધારે સોનુ ખરીદો છો તો તે ઇન્કમ ટેક્સ વિભાગ જાણી શકે છે અને તેને જપ્ત પણ કરી શકે છે.

કેટલું સોનું રાખી શકાય છે ઘરમાં

image source

તમે કેટલું સોનું ઘરમાં રાખી શકો છો તે જાણી લો નહીં તો ઇન્કમટેક્સ વિભાગની નોટિસ તમારા ઘરે આવી જશે. આ ટેક્સ એક્ટમાં લગ્ન અને અવિવાહિત મહિલાની પાસે કેટલું સોનું રહી શકે છે તેનો ઉલ્લેખ કરાયો છે. જો તેનાથી વધારે સોનુ અધિકારીને તપાસમાં મળે છે તો તેને તેઓ જપ્ત કતરી શકે છે. ઈન્કમ ટેક્સની કલમ 1961ના સેક્સન 132 ના આધારે એક લગ્નેત્તર મહિલા 500 ગ્રામ સોનું પોતાની પાસે રાખી શકે છે. જ્યારે અવિવાહિત મહિલાને માટે આ સીમા વધારેમાં વધારે 250 ગ્રામની હોય છે. જ્યારે પુરુષો પોતાની પાસે 100 ગ્રામ સોનું ખરીદીને રાખી શકે છે. આ પ્રમાણથી વધારે સોનું રાખવામાં આવે છે તો તેના માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે તેને માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે.

સોનું ખરીદવાની આ છે શરતો

image source

જો તમે જ્વેલરીના રૂપમાં સોનું ખરીદો છો તો તેની કોઈ વધારે સીમા નક્કી કરાઈ નથી. તમે ખરીદીમાં ઉપયોગ થતતા રૂપિયાની કમાણીનો સ્ત્રોત જણાવી શકો છો. આ સિવાય તમે સોનાના સિક્કાની ખરીદી કરો છો અને તમે આઈટી રિટર્ન ફાઈલ નથી કરતા તો તમારા પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. વિરાસચમાં મળેલી જ્વેલરી માટે તમારે વસિયત દેખાડવાની રહે છે. આ સિવાય તમે સોનાની ખરીદી કરો છો તો તમે રસીદ રાખો તે જરૂરી છે. નક્કી સીમાની છૂટ પ્રાપ્ત કરવા માટે તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે.

ગિફ્ટમાં મળેલા સોનાની રસીદ પણ જરૂરી

image source

આ વાતને પણ તમારે જાણી લેવી જોઈએ કે જો કોઈ ગિફ્ટમાં કે વિરાસતમાં સોનું તમને મળી રહ્યું છે તો તે ગોલ્ડ ગિફ્ટ કરનારા વ્યક્તિના નામની રસીદની સાથે અન્ય જરૂરી માહિતિનું બિલ હોવું જોઇએ. જો વસિયતમાં સોનું મળી રહ્યું છે તો ફેમિલિ સેન્ટ્રલ એગ્રીમેન્ટ, વસીયત કે ગોલ્ડના રૂપમાં ટ્રાન્સફર કરવાના એગ્રીમેન્ટ પ્રૂફના રીતે તેને રજૂ કરવાનો રહે છે. જો કોઈ વ્યક્તિની ટેક્સ સીમાની યોગ્ય વાર્ષિક આવક 50 લાખ રુપિયા છે તો તે દાગીનાને આયકર રિટર્નમાં બતાવે તે જરૂરી છે. ટેક્સ રિટર્નમાં જાહેર વેલ્યૂ અને વાસ્તવિક વેલ્યૂમાં કોઈ અંતર ન હોય તેનું પણ ધ્યાન રાખો.

image source

ગોલ્ડ પર ટેક્સનું ગણિત પણ જાણો

લગ્નમાં મળેલા સોના પર કોઈ ટેક્સ લાગતો નથી.

સોનું સંબંધીથી મળ્યું હોય, દોસ્તોથી તો ટેક્સેબલ નથી.

લગ્નમાં મળેલા ગોલ્ડને વેચવા માટે ટેક્સના નિયમ છે.

લગ્નમાં મળેલા ગોલ્ડને વેચવા માટે કેપિટલ ગેન ટેક્સ લાગશે.

ગોલ્ડ 3 વર્ષ પહેલા વેચો છો તો શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે.

સોનું 3 વર્શ બાદ વેચો છો તો લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગે છે.

ડૂના ઘરેણાને આપીને નવી જ્વેલરી કરાવો છો તો તેની પર કોઈ ટેક્સ નથી.

જૂની જ્વેલરીના બદલે નવી જ્વેલરી પર ટેક્સ આપવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *