વર-વધૂએ લગ્નમાં આશીર્વાદ આપવા પહોંચેલા મહેમાનો પાસે જ એંઠા વાસણો સાફ કરાવ્યાં, કારણ જાણીને ચોંકી જશો

લગ્નમાં નૃત્ય, આનંદ અને પછી મોટું સેલિબ્રેશન થયું જેવી વાતો સામાન્ય છે પરંતુ હાલમાં એક એવા લગ્નની વાત વાયરલ થઈ રહી છે જેમાં મહેમાનોને સેલિબ્રેશન પછી એંઠા વાસણો ધોવાનો વારો આવ્યો હતો. આ વાતને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા આ લગ્નમાં હાજર રહેલા એક મહેમાને તે વિશે વાત કરી હતી કે ખરેખર તે દિવસે એવું તે શું થયું હતું કે જે કારણે સેલિબ્રેશન પછી બધા મહેમાનો વાસણો ધોતા જોવા મળ્યા હતા.

image source

એક યુઝરે ઇંગ્લેન્ડમાં થયેલાં આ લગ્નની વાત સોશશિયલ મીડિયા સાઇટ રેડિટ પર પોસ્ટ કરી છે. પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું કે તેમને ખૂબ જ મોંઘા અને વૈભવી લગ્ન સમારોહમાં પહેલા તો આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ ત્યાં તેમને જે કંઈ પણ કરાવવામાં આવ્યું તે ખૂબ જ આશ્ચર્યજનક હતું. આ મહિલા યુઝર્સએ પોસ્ટમાં લખ્યું છે કે આ સમારોહમાં જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું પરંતુ ઘણું ઓછું હતું અને આ કારણે ઘણા મહેમાનો ભૂખ્યા પણ રહી ગયા હતાં. આ સિવાય જે મહેમાનોએ પોતાનું જમવાનું પૂરું કર્યું તેમને વાસણ પણ ધોવા પડ્યાં.

image source

આ સાથે તેણે કહ્યું કે જેવા મહેમાનો ખાઈને ઉભા થયા કે વરરાજા અને વધૂએ ત્યાં એક કર્મચારીને ઈશારો કર્યો અને પછી તે કર્મચારી મહેમાનોને રસોડામાં જવાનું કહ્યું હતું. આગળ વાત કરતાં તે કહ્યું કે પહેલા તેણે વિચાર્યું કે ત્યાં કોઈ સરપ્રાઇઝ હોય શકે છે પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યાં ત્યારે આ કર્મચારીએ મહેમાનોને કહ્યું કે તેમને પોતાનાં એઠાં વાસણો જાતે સાફ કરવાના છે. આ સાંભળીને તેઓ સમજી શક્યા નહી કે આ શું થઈ રહ્યું છે.

image source

એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે કન્યા અને વરરાજાએ આ લગ્નમાં વાસણો ધોવાનારાઓને રાખ્યા ન હતા અને આવું એટલાં માટે કરવામાં આવ્યું કે લગ્નનો ખર્ચ બચાવી શકાય. જાણવા મળ્યું છે કે કન્યા અને વરરાજાએ તેમના લગ્નમાં મોટાભાગના પૈસા સ્થળ અને કન્યાના સુંદર ડ્રેસ પર ખર્ચ કર્યા હતા. આ પછી તેમણે પૈસાની બચત માટે આશીર્વાદ આપવા પહોંચેલા મહેમાનો પાસે જ એંઠા વાસણો સાફ કરાવાનું નક્કી કર્યું હતું.

image source

આ મહિલા કહે છે કે જ્યારે તે રસોડામાં પહોંચી ત્યારે ત્યાં ખૂબ જ ગરમી હતી અને ગંદા વાસણોનો પણ ઢગલો થઈ ગયો હતો. લગ્નમાં ભોજન પીરસવા માટે વાસણો ભાડે લેવામાં આવે છે અને સમારોહ પૂરો થયા બાદ જો વાસણો સાફ કરીને ન આપવામાં આવે તો એડવાન્સમાં વાસણોની આપેલી રકમ પાછી આપવામાં આવતી નથી.

image source

આ સિવાય ત્યાંની એક અન્ય વાત કરતા મહિલા કહે છે કે લગ્નમાં આવેલા તમામ મહેમાનો માટે વરરાજા અને વધૂ યોગ્ય પ્રમાણમાં જમવાની વ્યવસ્થા કરી શક્યા ન હતાં. લગભગ ચોથા ભાગનાં મહેમાનો ભૂખ્યા જ રહી ગયા હતા. જો કે જમવાનું ખુબ સારું હતું પણ બાકી ત્યાંની વ્યવસ્થા ખરાબ હતી. આ સિવાય મહેમાનોના ઉપયોગ માટે ફક્ત થોડા જ ટોયલેટ હતા. તેથી લોકોને લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. આ સિવાય તે મહિલાએ જમી લીધું હતું પરંતુ તે દરમિયાન તેનો પતિ ટોયલેટ માટે લાઈનમાં ઉભો હતો આથી તેના ભાગમાં જમવાનું આવ્યું નહી.

image source

આ પછી લોકોએ કન્યાની માતાને કઆ વિશે કહેવાનો પ્રયાસ કર્યો. કેટરર્સને વધુ ખોરાક રાંધવા કહેવા માટે કહેવામાં આવે આવું જ્યારે લોકોએ કહ્યું તો તેમના ચહેરા પર એક વિચિત્ર અભિવ્યક્તિ જોવા મળી અને તેમણે કહી દીધું કે હવે વધારે જમવાનું નહીં બને. આ વાત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને લોકો તેમાં અનેક કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે ડીશ ધોવાની ના પાડી દેવી જોઈએ. બીજા એકે લખ્યું હતું કે હું હોત તો ના પાડીને ત્યાંથી ચાલ્યો ગયો હોત.