ઈન્દોરની યુવતી લગ્નના 24માં દિવસે આટલા બધા રૂપિયા સાથે છનનન..વાંચો આ યુવક સાથે કેવી ગેમ રમીને દુલ્હન થઇ ગઇ રફૂચક્કર

લગ્નના નામે છેતરપિંડી કરવી, ઓનલાઈન પૈસા લઈ ગાયબ થઈ જવું આવી ઘટનાઓ અનેકવાર સાંભળવા મળે છે ત્યારે ફરી એકવાર રાજ્યમાં એક યુવકને લુંટેરી દુલ્હન અને તેની ટોળકી લાખોનો ચુનો ચોપડી ગઈ છે. આ ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી છે. સુરતના ગોડાદરા ગામની આ ઘટના છે. અહીંના યુવક સાથે 2.40 લાખની છેતરપિંડી કરવામાં આવી છે.

image source

આ ઘટનાની મળતી માહિતી અનુસાર ગોડાદરાના ઉમિયાનગર ખાતે રહેતા સુનીલ વૈષ્ણવ નિયોલ ગામમાં આવેલા અમેઝોન કંપનીના વેરહાઉસમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. લગ્નની ઉંમર થતા તેના માટે યુવતીઓ જોવાનું ચાલતું હતું તે દરમિયાન કૌટુંબિક સંબંધોમાં જીજાજી થતા એક વ્યક્તિએ તેના લગ્નની વાત ઉજ્જૈનમાં રહેતી યુવતી સાથે ચલાવી. પરંતુ લગ્નના અરમાન લઈ આગળ વધેલા સુનીલને ખબર ન હતી કે આ તેને ફસાવવાનું ષડયંત્ર છે.

image source

લગ્નની વાત આગળ ચાલી ત્યારે એવું કહેવામાં આવ્યું કે યુવતીનો પરીવાર અત્યંત ગરીબ છે તેથી યુવતીના લગ્નની ખરીદીનો ખર્ચ જે 2.40 લાખ જેટલો છે તે યુવકે આપવો પડશે. લગ્નના હરખમાં ઘેલા થયેલા સુનીલે આ રકમ ઓનલાઈન ટ્રાસફર પણ કરી દીધી. બીજી બાજુ લગ્નની તૈયારીઓ પણ શરુ થઈ.

image source

સુનીલે લગ્ન પહેલા 2.40 લાખ પોતાના બેન્ક ખાતામાંથી તેના સાળાના ખાતામાં ટ્રાસફર કર્યા અને આમ રુપિયા યુવતીના ઘરના સુધી પહોંચ્યા. પૈસા મળ્યા બાદ સુનીલ, શિવાની, સુનીલના જીજાજી અને તેનો મિત્ર છોટુ ઉજ્જૈન લગ્ન કરવા પહોંચ્યા. અહીં લગ્ન મંદિરમાં કરવાનું કહેવામાં આવ્યું. પરંતુ મંદિરમાં જ્યારે તેઓ ગયા તો પુજારી ન હતો. તેથી લગ્ન થયા નહીં અને તે પરત ઘરે ફર્યા. ત્યારબાદ સુનીલ અને શિવાની વતન અજમેર ગયા. અહીં તેમણે 1 જાન્યુઆરી 2021ના રોજ લગ્ન કર્યા. આ લગ્નમાં સુનીલના પરીવારની જ હાજરી હતી.

image source

ત્યારબાદ 24 તારીખે શિવાનીની માતા સુરમાબાઈ અને અન્ય બે મહિલાઓ સુનીલના ઘરે પહોંચી અને તેડુ કરવાનું કહી શિવાનીને લઈ જવાની વાત કરી. સુનીલને પણ મહિલાઓએ કહ્યું કે પાંચ દિવસ પછી તે શિવાનીને તેડી જાય. પાંચ દિવસ બાદ સુનીલે શિવાનીને કોલ કર્યા તો ફોન રિસીવ થવાનું બંધ થઈ ગયું. એકવાર ફોન શિવાનીની માતાએ ઉપાડ્યો અને કહ્યું કે શિવાની બીમાર છે. આમ થોડા દિવસો ચાલ્યું ત્યારબાદ સુનીલને શંકા જાગી અને તે ફેબ્રુઆરી માસમાં શિવાનીના ઘરે પહોંચ્યો. શિવાનું ઘર ઈન્દોર હોવાનું જણાવાયું હતું. પરંતુ ત્યાં કોઈ મળ્યું નહીં. ત્યારબાદ સુનીલ તેના કૌટુંબિક જીજાજીને ત્યાં પહોંચ્યો. આ ઘર પણ બંધ હોવાથી સુનીલને સમજાયું કે લગ્નના નામે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ વાતનો ખુલાસો થયા બાદ સુનીલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં શિવાની, શિવજી, છોટુજી, સુરમાબાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હાલ પોલીસ આ ટોળકીને શોધી રહી છે જેથી અન્ય કોઈ લગ્નના નામે છેતરાઈ ન જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!