દત્તક લેવા છોકરીઓની ડિમાન્ડ વધારે, જાણી લો એડોપ્શન કાયદાની દરેક વાત, જે તમને પણ આવશે કામમાં….

માતૃત્વ સુખની કામના દરેક સ્ત્રીને હોય છે, પણ જ્યારે અમૂકનો ખોળો સુનો રહી જાય છે તો એમને એડોપ્શનનો સહારો લેવો પડે છે, આ રસ્તો પણ એટલો સરળ નથી. કાયદામાં એવા ઘણા વિધાન છે જે તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. સાથે જ સરકારે આ કાયદાઓમાં અમુક નવા ફેરફાર પણ કર્યા છે, જેના વિશે તમને ખબર હોવી જોઈએ. જો તમે પણ એડોપ્શન વિશે વિચારી રહ્યા છો તો જાણી લો આ જરૂરી વાતો..

એડોપ્શન કાયદો.

Adoption Law in India
image source

આપના દેશમાં જો કોઈ વ્યક્તિ બાળકને દત્તક લેવા માંગતો હોય તો એ હિન્દૂ એડોપ્શન એન્ડ મેઈન્ટેનેન્સ એક્ટ 1956 કે પછી સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ અથોરિટી, જે સ્ત્રીઓ તેમજ બાલ કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે જેના દ્વારા બાળકને દત્તક લઈ શકાય છે. દરેક રાજ્યમાં સ્ટેટ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી અને જિલ્લા સ્તર પર ડિસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ, ચાઈલ્ડ વેલફેર કમિટી અને સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સીસ છે.

કોણ લઈ શકે છે બાળકને દત્તક?

image source

–જે પણ વ્યક્તિ બાળક દત્તક લેવા માંગતા હોય એ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ તેમજ આર્થિક રીતે સ્થિર હોવો જોઈએ. સાથે જ એ કોઈ ગંભીર કે જીવલેણ બીમારીથી પીડિત ન હોવો જોઈએ.

–અવિવાહિત કે પરણિત વ્યક્તિ, જેમના પોતાના બાળકો હોય એ પણ બાળક દત્તક લઈ શકે છે, અમુક શરતો સાથે.

–જો તમે પરણિત છો તો પતિ પત્ની બંનેની મંજૂરી જરૂરી છે.

-અવિવાહિત સ્ત્રી છોકરો કે છોકરી દત્તક લઈ શકે છે પણ અવિવાહિત પુરુષ છોકરીને દત્તક નથી લઈ શકતા.

– જો કોઈ કપલ બાળકને દત્તક લેવા માંગે છે તો એમના લગ્નને ઓછામાં ઓછા 2 વર્ષ પુરા થયા હોય એ જરૂરી છે.

– સામાન્ય રીતે દત્તક લેનાર અને બાળકોની ઉંમરમાં ઓછામાં ઓછું 25 વર્ષનું અંતર હોવું જરૂરી છે. જ્યારે વાત કપલની હોય તો દત્તક લેનાર પેરેન્ટ્સમાં કોઈ એકની ઉંમર અને બાળકોમાં આ અંતર જરુરી છે.

– જો તમે તમારા કોઈ સગાના બાળક કે સાવકા બાળકને દત્તક લેવા માંગતા હોય તો ઉંમરનું અંતર મહત્વનું નથી.

– જે કપલને ત્રણ કે વધુ બાળકો હોય એ અમુક સ્પેશિયલ કેસમાં જ દત્તક લેવા પાત્ર બને છે નહીં તો એ બાળકને એડોપ્ટ નથી કરી શકતા.

–  .
શુ છે દત્તક લેવાની પ્રક્રિયા.

Adoption Law in India
image source

–     એડોપ્શનની પ્રક્રિયામાં લગભગ બે વર્ષનો સમય લાગે છે એટલે જરૂરી છે કે એ માટે માનસિક રીતે તૈયાર રહો.

– રજિસ્ટ્રેશન- જે પેરેન્ટ્સ બાળકને દત્તક લેવા માંગતા હોય એમને સૌથી પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એ માટે વેબસાઈટ http://cara.nic.in/ પર જાઓ.

– જો તમે ઓનલાઇન આવેદન ન કરી શકતા હોવ તો તમારા જિલ્લાના ડિસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને મળી શકો છો.

– હોમ સ્ટડી અને કાઉન્સિલિંગ: સામાન્ય રીતે રજીસ્ટ્રેશનના બે મહિના પછી હોમ વિઝીટ થાય છે . એક સોશિયલ વર્કર તમારા ઘરે આવીને બંને પતિ પત્નીને અમુક ફોર્મ ભરવા માટે આઓશે અને અમુક જનરલ સવાલ પૂછશે.

–  તમને એક જ બાળક બતાવવામાં આવશે. પહેલા પેરેન્ટ્સને ત્રણ બાળકો એકસાથે બતાવવામાં આવતા હતા જેમાંથી એમને એક પસંદ કરવાનું હતું પણ 2017માં આ નિયમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.

image source

–     તમને છોકરો જોઈએ કે છોકરી એની ઉંમર કેટલી હશે, બાળકનો ધર્મ, રંગત કેવી હશે અને એની સ્વાસ્થ્ય કેવું હશે એટલે કે તમે મેન્ટલી કે ફિઝિકલી ચેલેન્જડ બાળકોને એડોપ્ટ કરવામાં રસ ધરાવો છો વગેરે જાણકારી આપવી પડશે.

– બાળકને મળવું- તમને બાળકની મેડિકલ અને ફિઝિકલ એકસમીનેશન રિપોર્ટ આપવામાં આવશે અને જ્યારે તમને સગવડ હોય તમને બાળકને મળવા દેવામાં આવશે.

–સ્વીકારોક્તિ- જો તમને બાળક ગમે તો કાયદાકીય પ્રક્રિયા શરૂ થાય છે નહીં તો લગભગ ત્રણ મહિના પછી તમને બીજું બાળક બતાવવામાં આવશે.

–યાચીકા- એક વકીલની મદદથી તમારે એક યાચીકા બનાવડાવવી પડશે અને બધા જ ડોક્યુમેન્ટ્સ સાથે કોર્ટમાં યાચીકા દાખલ કરવી પડશે.

–પ્રી એડોપ્શન ફોસ્ટર કેર- યાચીકા દાખલ કર્યા પછી ફોસ્ટર કેરમાં નર્સિંગ સ્ટાફને મળીને તમે બાળકની આદતો અને પસંદ નાપસંદ વિશે જાણી શકો છો.

–કોર્ટમાં સુનવણી- નિર્ણય- જજની સામે પેરેન્ટ્સ અને બાળકને હાજર થવું પડશે જે પછી જજ એડોપ્શનની મંજુરી આપે છે. કેમ ઓછા છે એડોપ્શન રેટ્સ એડોપ્શનની અઘરી કાયદાકીય પ્રક્રિયાના કારણે પણ ઘણા લોકો આગળ નથી આવતા. જો આ પ્રક્રિયાને થોડી સરળ બનાવી દેવામાં આવે અને એનો પ્રચાર પ્રસાર કરવામાં આવે તો આંકડામાં વધારો થઈ શકે છે. સરકારી એડોપ્શન એજન્સીમાં દત્તક લેવા માટે બહુ ઓછા બાળકો છે. ડિસ્ટ્રીકટ ઑફિસર જો પોતાનું કામ સારી રીતે કરે તો સડકો પર દેખાતા બાળકો ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટસ દ્વારા એડોપ્શન માટે આપી શકાય છે.

image source

–   મોટાભાગના લોકો નવજાત બાળકથી લઈને બે વર્ષના બાળકોને દત્તક લેવા માંગે છે જેથી નાનપણથી જ એમને પોતાના મુજબ ઉછેરી શકે પણ એવા બાળકોની સંખ્યા ઓછી છે.

– ઇનફર્ટિલિટીથી પીડાઈ રહેલા પેરેન્ટ્સ જ એડોપ્શન માટે આગળ આવે છે. પોતાના બાળકો હોય તો બાળકને દત્તક લિબુ જ્યાં લોકોને હાસ્યાસ્પદ લાગે છે તો આર્થિક મજબૂરી પણ એક મોટું કારણ છે.

–   અમુક લોકોને મનમાં ડર પણ હોય છે કે એ બીજાના બાળકને એ પ્રેમ નહિ આપી શકે જે એ પોતાના બાળકોને કરે છે એટલે એ એડોપ્શનનો વિકલ્પ પોતાની પાસે રાખતા જ નથી.

દત્તક લેવા માટે છોકરીઓની ડિમાન્ડ છે વધુ

–  યુનિસેફની રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 29.6 મિલિયન અનાથ બાળકો છે.

–    હાલના સમયમાં લગભગ 20 હજાર પેરેન્ટ્સ એડોપ્શન માટે વેટિંગ લિસ્ટમાં છે. .

image source

–  છેલ્લા એક વર્ષમાં દેશમાં લગભગ 6750 છોકરીઓ અને 4460 છોકરાઓ એડોપ્શન માટે આપવામાં આવ્યા.

–એ જાણીને તમને આશ્ચર્ય થશે કે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને બિહાર જેવા રાજ્યોમાં પણ લોકો છોકરાને બદલે છોકરીઓને દત્તક લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

– ગયા વર્ષે છોકરીઓને દત્તક લેવાના કેસ મહારાષ્ટ્રમાં સૌથી વધુ હતા જ્યાં 353 છોકરીઓને દત્તક લેવામાં આવી, બીજા નંબર પર કર્ણાટક છે જ્યાં 167 છોકરીઓને દત્તક લેવામાં આવી.

–ગયા વર્ષે વિદેશીઓ દ્વારા એડોપ્શનમાં પણ વધારો જોવા મળ્યો  જ્યાં વર્ષ 2016- 17માં 578 એડોપ્શન થયા તો 2017-18માં લગભગ 651 બાળકોને દત્તક લેવામાં આવ્યા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *