Site icon News Gujarat

પુરુષોના આ પાર્ટ પર સૌથી વધુ પ્રદુષણની અસર થતા મહિલાઓનો હાહાકાર, તમારા સ્વાસ્થ્ય માટે તમારે જાણવું ખાસ જરૂરી

એક સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રદૂષણના કારણે પુરુષોના લિંગ નાના થઈ રહ્યા છે અને સંકોચાઈ રહ્યા છે. આ ખુલાસો થયા પછી આખી દુનિયામાં પ્રદુષણને લઈને એકવાર ફરીથી વાતચીત શરૂ થઈ ગઈ છે અને લોકો ફરી એકવાર ફરીથી પ્રદુષણ વિશે વાત કરી રહ્યા છે. આ બધા દરમિયાન મહિલા સેલિબ્રિટીઝ માટે પણ આ વાતની મજા લેવાનું શરૂ કરી દીધું છે.

image source

ન્યુયોર્કમાં આવેલ માઉન્ટ સિનાઇ હોસ્પિટલની એક સ્ટડીમાં જણાવ્યા મુજબ પ્રદુષણનું સ્તર વધવાના કારણે પુરુષોના લિંગનો આકાર નાનો થતો જઈ રહ્યો છે. બાળક વિકૃત જનનંગો સાથે જન્મ લઈ રહ્યા છે. માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં એનવાયરમેન્ટલ મેડિસિન અને પબ્લિક હેલ્થના પ્રોફેસર ડૉ. શાન્ના સ્વાનના જણાવ્યા મુજબ ફક્ત લિંગનો આકાર જ નાનો નથી થઈ રહ્યો ઉપરાંત વ્યક્તિની પ્રજનન ક્ષમતા પર પણ અસર પડી રહી છે.

image source

ડૉ. સ્વાનનું કહેવું છે કે, આ મનુષ્ય માટે અસ્તિત્વ સંબંધિત સંકટ છે. ડૉ. સ્વાનએ જણાવ્યુ છે કે, આ સ્ટડીમાં એક એવા ખતરનાક રસાયણની ઓળખ કરવામાં આવી છે જે મનુષ્યની પ્રજનન ક્ષમતામાં ઘટાડો કરી રહ્યા છે. ઉપરાંત આ જ કારણ છે કે, પુરુષોના લિંગ નાના અને સંકુચિત થઈ રહ્યા છે. બાળકો વિકૃત જનનાંગોની સાથે જન્મ લઈ રહ્યા છે. પ્રદુષણને લઈને ડૉ. સ્વાનએ પર્યાવરણના કાર્યકર્તા ગ્રેટા થનબર્ગને ટ્વીટ પણ કર્યું છે. એમાં તેમણે કહ્યું છે કે, પ્રદૂષણની બાબતમાં હું ગ્રેટાની સાથે છું.

image source

ત્યાં જ આ બાબતે પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગએ એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘આપ બધાને જળવાયુ હડતાલ પર મળશે.’ એના સિવાય
બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ લખ્યું છે કે, હવે કદાચ દુનિયા જળવાયુ સંકટ અને પ્રદુષણને ગંભીરતાથી લેશે.’

સ્કાઈ ન્યુઝને જણાવ્યા મુજબ ડૉ. સ્વાનએ જણાવ્યું છે કે, પ્રદુષણના કારણે જ છેલ્લા કેટલાક વર્ષોમાં જે બાળકોનો જન્મ થઈ રહ્યો છે, એમના લિંગનો આકાર નાનો થતો જઈ રહ્યો છે. તેમણે આ મુદ્દા પર એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં આધુનિક દુનિયામાં પુરુષોના ઘટતા જતા સ્પર્મ, મહિલાઓ અને પુરુષોના જનનાંગોમાં આવી રહેલ વિકાસ સંબંધિત પરિવર્તન અને મનુષ્ય જાતિના સમાપ્ત થવાની વાત કહેવામાં આવી છે.

ડૉ. સ્વાનએ ફૈથેલેટ્સ સિન્ડ્રોમની તપાસ સૌથી પહેલા ત્યારે શરુ કરી જયારે તેમણે નર ઉંદરોના લિંગમાં અંતર જોવા મળે છે. તેમને જોવા મળ્યું છે કે, ફક્ત લિંગ જ નહી, માદા ઉંદરોના ભ્રૂણ પર પણ અસર પડી રહી છે. એમના પ્રજનન અંગ નાના થતા જઈ રહ્યા છે. ત્યારે તેમણે નિર્ણય કર્યો કે, તેઓ મનુષ્યો પર પણ અધ્યયન કરશે.

આ અધ્યયન દરમિયાન તેમને જાણવા મળ્યું છે કે, મનુષ્યોના બાળકોમાં પણ આ મુશ્કેલી આવી રહી છે. એમના જનનાંગ નાના અને વિકૃત થઈ રહ્યા છે. એનોજેનાઈટલ ડિસ્ટન્સ ઓછું થતું જઈ રહ્યું છે. આ લિંગના વોલ્યુમ સાથે સંબંધિત સમસ્યા છે. ફૈથેલેટ્સ રસાયણનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવાના કામમાં કરવામાં આવે છે. આ રસાયણ એના પછી રમકડાઓ અને ભોજન મારફતે શરીરમાં પહોચી જાય છે.

image source

ફૈથેલેટ્સનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવા માટે થાય છે. એના કારણે મનુષ્યના એન્ડોક્રાઈન સિસ્ટમ પર પડે છે. મનુષ્યોમાં હોર્મોન્સનો
સ્ત્રાવ એન્ડોક્રાઈન સિસ્ટમ દ્વારા જ થાય છે. પ્રજનન સમાંબ્ન્ધિત હોર્મોન્સનો સ્ત્રાવ પણ આ જ સિસ્ટમથી થાય છે. આ સાથે જ જનનાંગોને વિકસિત કરનાર હોર્મોન્સ પણ આ જ સિસ્ટમના નિર્દેશ પર નીકળે છે.

ફૈથેલેટ્સ શરીરની અંદરના એસ્ટ્રોજન હોર્મોનની નકલ કરે છે. ત્યાર બાદ શરીરની અંદર શારીરિક વિકાસ સંબંધિત હોર્મોન્સના દરને પ્રભાવિત કરે છે. આ જ કારણથી શરીરના આ જરૂરી અંગ બગડતા જઈ રહ્યા છે.

image source

ડૉ. સ્વાન કહે છે કે. જો આવી રીતે પ્રજનન દર ઘટતો રહ્યો તો દુનિયામાં હાજર મોટાભાગના પુરુષ વર્ષ ૨૦૪૫ સુધીમાં પર્યાપ્ત સ્પર્મ કાઉન્ટ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દેશે એટલે કે, નપુસંકતા તરફ આગળ વધશે.

આની પહેલા વર્ષ ૨૦૧૭માં એક સ્ટડી કરવામાં આવી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પશ્ચિમી દેશોમાં પુરુષોના સ્પર્મ કાઉન્ટમાં ૫૦ ફીસદી જેટલો ઘટાડો નોંધવામાં આવ્યો છે. છેલ્લા ચાર દાયકાઓમાં આવા પ્રકારની ૧૮૫ સ્ટડીઝ કરવામાં આવી છે. જેમાં ૪૫ હજાર સ્વસ્થ પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા. એમના સ્પર્મ કાઉન્ટમાં દરેક દશક પછી ઘટાડો નોંધવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version