Site icon News Gujarat

મોદી સરકારે બેરોજગાર લોકો માટે ખોલ્યો પટારો, જાણો ‘HI’ મોકલીને કેવી રીતે મળશે નોકરી…

પ્રવાસી મજૂરોની મુશ્કેલીઓનો અંત આવતો દેખાઇ રહ્યો નથી. શનિવારે ઉત્તરપ્રદેશના ઔરેયામાં 25 લોકોના રોડ અકસ્માતમાં મોત થયા બાદ મધ્ય પ્રદેશના બડવાનીમાં અકસ્માતમાં એક મજૂરનું મોત થઇ ગયું. જ્યારે કેટલાય ઘાયલ થયા છે. આમ છતા નિરાધાર મજૂરોનો પગપાળા જ પોતાના રાજ્યો તરફ જવાનો સિલસિલો ખતમ થઇ રહ્યો નથી. હાલમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા કૃત્રિમ ચૅટબોટ શરૂ કરવામાં આવી છે. ડીએસટીની સૂચના પુર્વાનુમાન અને મુલ્યાંકન પરિષદે શ્રમિક શક્તિમંચ નામથી એક પોર્ટલ બનાવ્યું છે. જે મજૂરો, લઘુ અને મધ્યમ ઉદ્યોગને વૉટ્સપથી જોડશે. વૉટ્સઍપ પર હાય મોકલીને હવે મજૂરોને પોતાના ગૃહરાજ્યમાં નોકરી મેળવવામાં મદદ થશે.બુધવારે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા કૃત્રિમ ચૅટબોટ શરૂ કરવામાં આવી છે. ડીએસટીની સૂચના પુર્વાનુમાન અને મુલ્યાંકન પરિષદે શ્રમિક શક્તિમંચ નામથી એક પોર્ટલ બનાવ્યું છે. જે મજૂરો, લઘુ અને મધ્યમ ઉદ્યોગને વૉટ્સપથી જોડશે.

image source

TIFACના કાર્યકારી નિદેશન પ્રદીપ શ્રીવાસ્તવ અનુસાર સક્ષમની ઉત્પત્તિ કોવિડ-19 મહામારી દરમિયાન થઇ હતી. ભારતભરમાં વગર કામના લાખો પ્રવાસી મજૂરો ઘરે પાછા ફરવા પર મજબૂર થયા હતા જ્યારે લૉકડાઉન થઇ ગયુ હતુ. પ્રવાસી મજૂરોની તેમના પરિવાર સાથે હજારો કિમી ચાલીને ગયા હતા. જેમાં બાળકો પણ હતા અને વૃદ્ધો પણ હતા. આ ઘટના ભારતીય મહામારી અનુભવના પરિભાષિત પહેલુઓમાંથી એક છે.

image source

લૉકડાઉનમાં સમગ્ર પ્રવાસી મજૂરોને તેમના મૂળ સ્થાન પર જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. શ્રીવાસ્તવએ નવી દિલ્હીમં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં પોર્ટલના શુભારંભ દરમયિાન કહ્યું, તેમનામાંથી કેટલાક લોકોએ તો સાવ નોકરી ગુમાવી દીધી હતી.

આ પોર્ટલમાં સમગ્ર ભારતના MSMEના ભૂ-સ્થાનિક નક્શો સામેલ છે. નોકરીઓની ઉપલબ્ધતાઓ અને આવશ્યક કૌશલ પર ડેટાનો ઉપયોગ કરતા, પોર્ટલ પોતાના ક્ષેત્રોમાં સંભવિત રોજગારના અવસરો સાથે મજૂરોને મેળ ખાશે. આ 7208635370 નંબર પર ઉપલબ્ધ છે.

image source

એક વાર એક મજૂરે વૉટ્સઍપ ચેટબોટ પર એક સંદેશ મોકલ્યો હતો, આ વ્યક્તિ અને તેના કાર્યના અનુભવ વિશે જાણકારી માંગવા પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર એઆઇ સિસ્ટમ ઉપયોગકર્તાને નજીકમાં નોકરી અપાવી દેશે. આ ચૅટ હિન્દી અને અંગ્રેજી ભાષામાં હશે. જે લોકો પાસે ફીચર ફોન છે તે લોકો 022-67380800 પર મિસ કોલ મારીને એપ્લાય કરી શકશે.

શ્રીવાસ્તવે કહ્યું કે અમે ભારતના વિભિન્ન MSME અને સંબંધિત સંગઠનો સુધી પહોંચી ગયા છીએ અને તેમને આ પોર્ટલ પર સાઇન ઇન કરવા માટે અનુરોધ કર્યો છે. જે લોકો રોજગારી શોધી રહ્યાં છે તે લોકોને આ પોર્ટલ થકી ખુબ લાભ મળશે.

પડકારનો કરવો પડશે સામનો

image source

આ પોર્ટલ ઓનબોર્ડ છે પરંતુ શ્રીવાસ્તવે કહ્યું કે મજૂરો અને શ્રમિકો સુધી પહોંચવુ અને તે લોકો પોર્ટલનો લાભ લે તે પડકારથી કમ નથી. પ્રવાસી મજૂરોનો કેટલોક ડેટા નિતી આયોગ પાસે ઉપબલ્ધ છે અને તે ડેટાનું ઉન્નતી નામના પોર્ટલ પર પંજીકરણ કરવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version