18 ઇંચના આ સાધુ છે દુનિયાના સૌથી નાના, આખા વિશ્વમાં એમની છે બોલબાલ, લોકો માને છે ભગવાન સમાન, જોઇ લો તસવીરો સાથે વિડીયો પણ

મહાકુંભ દરમિયાન સાધુ- સંતોના જુદા જુદા રંગરૂપ જોવા મળી જાય છે. કોઈ સાધુ પોતાની અનોખી પદ્ધતિથી સાધનાની મદદથી તો કોઈ સાધુ પોતાની વેશભૂષાના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા હોય છે. મહાકુંભના આવા જ એક સાધુ છે જેઓ અત્યારના સમયમાં વિશ્વમાં ખુબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે.

image source

આ સાધુ પોતાના અનોખા કદના લીધે ખુબ જ પ્રસિદ્ધિ મેળવી લીધી છે. આ સાધુનું નામ નારાયણ નંદ ગીરી છે. આ સાધુની ઉંચાઈ ૧૮ ઇંચ જેટલી છે અને તેમનું વજન ૧૮ કિલો જેટલું છે. સાધુ નારાયણ નંદ ગીરીની ઉમર અંદાજીત ૫૫ વર્ષ જેટલી ધરાવે છે. બાબા નારાયણ નંદ ગીરી હરિદ્વારમાં આવેલ બિરલા ઘાટી પુલની નજીકમાં રહે છે.

image source

બાબા નારાયણ નંદ ગીરીને જોવા માટે સવારથી લઈને સાંજ સુધી મોટી સંખ્યામાં ભીડ ઉમડી આવે છે. નારાયણ નંદ ગીરી મહારાજ જુના અખાડાના નાગા સાધુ છે. નારાયણ નંદ ગીરીનું જીવન જીવવું પણ ઘણી બધી મુશ્કેલીઓથી ભરપુર છે. બાબા નારાયણ નંદ ગીરી વિષે જાણીને આપ ખરેખરમાં આશ્ચર્યચકિત થઈ જશો.

image source

નારાયણ નંદ ગીરીએ વર્ષ ૨૦૧૦માં આયોજિત થયેલ મહાકુંભ દરમિયાન સન્યાસની દિક્ષા ગ્રહણ કરી હતી. વર્ષ ૨૦૧૦થી આજ સુધી સાધુ નારાયણ નંદ ગીરી સન્યાસી પરંપરાને ઘણી સારી રીતે નિભાવી રહ્યા છે. નારાયણ નંદ ગીરીએ સન્યાસી સાધુની દિક્ષા ગ્રહણ કરતા પહેલા તેમને પોતાના નાના કદ કાઠીના લીધે લોકોના મ્હેણાં સાંભળવા પડ્યા હતા. આ જ કારણ છે કે, નારાયણ નંદ ગીરીનું મન સન્યાસ તરફ વળી જાય છે.

હરિદ્વારમાં આયોજિત થતા કુંભ મેળામાં આવતા ભક્તો પણ નારાયણ નંદ ગીરી મહારાજના દર્શન કરીને ખુશ થઈ જાય છે. હરિદ્વારના કુંભ મેળામાં આવતા ભક્તજનોનું કહેવું છે કે, ૧૮ કિલો અને ૧૮ ઈંચની ઉંચાઈ ધરાવતા નાગા સન્યાસી સાધુ નારાયણ નંદ ગીરી હરિદ્વારના કુંભમાં આવ્યા છે. બાબા નારાયણ નંદ ગીરી કુંભ મેળામાં આવતા ભક્તો માટે એક અનેરા આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.

image source

સાધુ નારાયણ નંદ ગીરી ૫૫ વર્ષની ઉમર ધરાવે છે જેના પરિણામે તેઓ પોતાની જાતે ઉભા પણ થઈ શકતા નથી અને ચાલી પણ શકતા નથી. એટલા માટે બાબા નારાયણ નંદ ગીરીની સાર- સંભાળ તેમના શિષ્યો દ્વારા જ કરવામાં આવી રહી છે. કુંભ મેળામાં આવતા ભક્તો બાબા નારાયણ નંદ ગીરીની સાથે ફોટો લેવાનું ચુકતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!