મધુબાલાને એક સાથે હતી આટલી બિમારી, 9 વર્ષ સુધી રહી પથારીવશ

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની લવસ્ટોરીની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી પરંતુ આટલા ફેમસ થયા પછી પણ તેમની પ્રેમ કહાની અધૂરી રહી. તેમાંથી એક છે દિલીપકુમાર અને મધુબાલા. મધુબાલા ખૂબ રોમેન્ટિક હતી, જો તેના નજીકના સબંધીઓની વાત માનીએ તો તે જે હીરો અથવા ડિરેક્ટર જેની સાથે મધુબાલા કામ કરતી તેને તે પ્રપોઝ કરી દેચી અને તેમને પ્રપોઝ કરવાની રીત એકસરખી હતી. તે દરેક હીરોને ગુલાબનું ફૂલ અને લવ લેટર આપીને પ્રપોઝ કરતી હતી. ખાસ વાત એ છે કે તેનો જન્મ વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ પણ થયો છે. પરંતુ પ્રેમના દિવસે જન્મેલી મધુબાલાને આખી જિંદગી પ્રેમ મ ન મળ્યો. પ્રેમ મળ્યો પણ તેના પિતાના કારણે, તેણે તેમના જીવનના છેલ્લા દિવસો એકલા જ ગાળ્યા.

દિલીપકુમાર મધુબાલા સાથે લગ્ન કરવા માટે તૈયાર હતા

image source

મધુબાલા અને દિલીપકુમારની જોડી ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન ઘણી લોકપ્રિય બની હતી. આ બંનેનું અફેર 7 વર્ષ સુધી ચાલ્યું હતું. દિલીપકુમાર મધુબાલા સાથે લગ્ન કરવા માટે તૈયાર હતા પરંતુ એવું કહેવામાં આવે છે કે પિતાના કારણે બન્ને લગ્ન કરી શક્યા ન હતા. મધુબાલાના પિતા ઇચ્છતા હતા કે લગ્ન પછી દિલીપ કુમાર ફક્ત તેની ફિલ્મો કરે પરંતુ દિલીપકુમારને મંજૂર નહોતુ, જેના કારણે મધુ-દિલીપ છૂટા પડ્યા. મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ લગ્ન બાદ તે બીમાર રહેવા માંડી હતી.

અંત સુધી આ વાતનો પસ્તાવો રહ્યો

image source

ઘણી હિટ ફિલ્મો આપવા છતાં મધુબાલાની એક કોઈ ઇચ્છા પૂરી ન શઈ શકી. તે રોટી કપડા ઔર મકાનના નિર્દેશક બિમલ રોયની ફિલ્મ બિરાજ બહુમાં કામ કરવા માંગતી હતી, જેના માટે તેણે ઓફિસના ઘણા ચક્કર લગાવ્યા હતા. જો કે બિમલ રોય કોઈ કારણોસર તેને કાસ્ટ કરી શક્યો નહીં. મધુબાલાને આ માટે છેલ્લા શ્વાસ સુધી દુખ થયું.

નાનપણથી હૃદયમાં છિદ્ર હતું

image source

તમને જણાવી દઈએ કે મધુબાલા જેટલી સુંદર હતી, તેટલી તે રોગોથી ઘેરાયેલી હતી. મધુબાલાને નાનપણથી જ તેના હૃદયમાં છિદ્ર હતું. 11 ભાઈ-બહેનના પરિવારમાં તે એકમાત્ર કમાણી કરતી સભ્ય હતી. બાદમાં, હૃદયરોગ ગંભીર બનતો ગયો અને તેના હૃદયમાં માત્ર છિદ્ર જ નહોતું, પણ તેને ફેફસાની સમસ્યા પણ હતી.

9 વર્ષ રહી પલંગ પર

image source

આ સિવાય તેને વધુ ગંભીર બીમારી હતી જેમાં શરીરમાં જરૂરિયાત કરતા વધારે લોહી નીકળવાનું શરૂ થયું હતું અને આ લોહી તેના નાક અને મોંમાંથી નીકળતું હતું. મધુબાલા તેની માંદગીથી એટલી પકડમાં આવી ગઈ હતી કે તે આખા 9 વર્ષ સુધી પથારીમાં રહી. જોકે ડોકટરોએ હાથ ઉંચા કરી દીધા હોવા છતા તે 9 વર્ષ સુધી જીવિત રહી હતી, પરંતુ તેણે જીવનના છેલ્લા 9 વર્ષ એકલા જ ગાળ્યા હતા. કોઈ તેમની મુલાકાત લેતા ન હતા. તે સમયે ખૂબ જ ઓછા લોકો તેની સારશંભાળ લેવા જતા હતા. 23 ફેબ્રુઆરી 1969 માં હૃદયરોગના કારણે 36 વર્ષની ઉંમરે હિન્દી ફિલ્મોની આ ખૂબ જ સુંદર નાયિકાએ દુનિયાને અલવિદા કરી દીધી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!