Site icon News Gujarat

250 કરોડની પ્રોપર્ટી ધરાવતી માધુરીએ આટલા લાખના લહેંગામા કરાવ્યું ફોટોશુટ, લોકોએ કહ્યું-જાણે ઈન્દ્રલોકથી પરી આવી

બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી માધુરી અવાર નવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હાલમાં પણ તે તેની નવી તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. ખાસ કરીને તેના કપડાની કિંમત્ત જાણીને લોકો વધારે ચર્ચામાં આવી છે. અભિનેત્રી માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સ્ટાઇલિશ અંદાજમાં તેના ફોટા શેર કરતી રહે છે. આ વખતે પણ તેણે પોતાની નવી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સુંદર પિંક લહેંગા પહેરેલી તેની તસવીરો શેર કરી છે. તસવીરોમાં માધુરી હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.

image source

જો ફેન્સના મત પ્રમાણે વાત કરીએ તો આ ડિઝાઇનર પીસ તેની પર મસ્ત લાગી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ તસવીરોમાં માધુરી દીક્ષિત હળવું અને ઘાટા ગુલાબી ઝરી લહેંગામાં પોઝ આપી રહી છે. તેણે ડાર્ક પિંક હોઠ, ડ્રોપ ડાયમંડ એરિંગ્સ અને નેકપીસથી પોતાનો લુક જોરદાર બનાવ્યો છે. માધુરીએ ફોટો કેપ્શનમાં લખ્યું હતું, ‘ ગુલાબી રંગમા ખુબસુરત’. માધુરી દ્વારા પહેરવામાં આવેલા લહેંગાની કિંમત 1,65,000 રૂપિયા છે. હવે માધુરીનો આ લહેંગો અને તેની કિંમત્ત ભારે ચર્ચામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લોકોનું મન મોહી લેવા વાળી માધુરી એ હાલમાં જ પોતાનો 53મો જન્મ દિવસ ઉજવ્યો. માધુરી દીક્ષીત બોલિવૂડમાં એક મોટું નામ છે અને એમના ચાહવાવાળા દેશ-વિદેશ માં દરેક જગ્યા એ ફેલાયેલા છે. જોકે માધુરી ફિલ્મો માં ઓછી દેખાય છે, પરંતુ એડ્સ અને રિયાલિટી શો દ્વારા એ પોતાના ફેન્સ થી જોડાયેલી રહે છે.

image source

માધુરી હવે ઘણી ઓછી ફિલ્મો સાઈન કરે છે તો આમાં ફેંસ ના મન માં સવાલ ઊભો થાય છે કે એમની આવક નું માધ્યમ શું છે? તમને બતાવી દઈએ કે એક રિપોર્ટ પ્રમાણે માધુરી દીક્ષિત લગભગ 250 કરોડ રૂપિયા ની માલકીન છે સાથે એમની આવક ના એક બે નહીં પરંતુ અનેક માધ્યમ છે.

image source

માધુરીની ગણતરી હંમેશાથી ટોપ એક્ટ્રેસિસમાં થાય છે. એક ફિલ્મ માટે માધુરી લગભગ 50 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. હવે એમની ફિલ્મો ઓછી થઈ ગઈ છે, પરંતુ તો પણ જ્યારે કોઈ ફિલ્મમાં દેખાય છે તો એમાં 4 થી 5 કરોડ રૂપિયા કમાવી લે છે.

image source

ત્યાંજ માધુરી ની મુંબઈ અને અમેરિકા બંને જગ્યા પર પ્રોપર્ટી છે. એમની પાસે ઘણા રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ છે અને સાથે જ ઘણા કોમર્શિયલ પ્રોપર્ટી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version