ટોયલેટ સીટ પણ બેઠો હતો માણસ અને અચાનક નીકળ્યો મોટો અજગર, એવી જગ્યાએ કરડ્યો કે કહેવાય એવું નથી!

સોશિયલ મીડીયા પર અવારનવાર અજીબ કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને જોઈને લોકો દંગ રહી જતાં હોય છે. હાલમાં યુરોપના ઓસ્ટ્રિયામાંથી એક અજીબ કિસ્સો બહાર આવ્યો છે. અહીં સોમવારે એક વ્યક્તિ તેના ટોયલેટમાં હતો. આ સમયે જ આશરે 5 ફૂટ લાંબો અજગર ત્યાં આવી પહોંચ્યો હતો અને તે માણસને કરડી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અજગર એક પાડોશીનો જ છે અને તે ત્યાંની પાણીની પાઈપ દ્વારા આ માણસના ટોયલેટમાં આવી ચડ્યો હતો.

Phython In Toilet news in hindi
image source

એક રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ આ માણસ 65 વર્ષનો છે અને તે સવારે 6 વાગ્યાની આસપાસ પોતાનાં ઘરનાં ટોઇલેટમાં ગયો હતો. આ પછી તે ટોયલેટ સીટ પર બેઠો હતો અને તે જ સમયે તેને અચાનક ગુપ્તાંગમાં દુખાવો થયો હતો. આવું થવાથી તે ચોંકી ગયો હતો કે અચાનક આ શું થયું. પોલીસના દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે આ પછી જ્યારે આ શખ્સ ટોયલેટની સીટ પર જોયું ત્યારે તેને જે દેખાયું તે જોઈને તેના હોશ ઉડી ગયા હતા.

image source

ત્યાં ટોયલેટ સીટની પાસે એક અલ્બીનો રેટિક્યુલેટેડ અજગર બેઠો હતો. અજગરને આ રીતે અચાનક ત્યાં જોઈને તે સ્તબ્ધ થઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે આ અજગરને તે શખ્સની પાડોશમાં રહેતા એક 24 વર્ષીય વ્યક્તિએ રાખ્યો હતો. જો કે આ અજગર ટોયલેટમાં કેવી રીતે આવ્યો તે હજી જાણી શકાયું નથી. પોલીસનો આ બાબતે અંદાજ છે કે તે અહીં પાઇપલાઇન દ્વારા આવ્યો હતો અને બાદમાં તે આ શખ્સને કરડ્યો હતો. આ પછી નિષ્ણાતને ત્યાં બોલાવાયા હતાં અને તેઓ તેને ત્યાંથી લઈ ગયા. આ પછી અજગરને તેનાં માલિકને પણ સોંપી દેવામાં આવ્યો હતો. જો કે આ અજગરના કરડવાથી વ્યક્તિને વધારે ઈજા થઈ નથી તેવું સામે આવ્યું છે

image source

મળતી માહિતી મુજબ આ પાડોશી આ અજગર સિવાય પણ 11 સાપ છે અને તેણે તેમને એક ખાસ પ્રકારનાં પાંજરામાં રાખ્યા છે. તેનો અજગર પાંજરામાંથી ક્યારે બહાર નીકળી ગયો તે વિશે તેને પણ તેને ખબર હતી નહીં.

image source

પોલીસે સ્થાનિક એનિમલ સર્વિસને આ બાબતે એલર્ટ પણ આપ્યું છે કે આ માણસના ઘરે ઘણા ખતરનાક સાપ હાજર છે. આ પછી પોલીસે આ સાપ પાળનાર માણસની પણ ધરપકડ કરી લીધી છે. આ અગાઉ પણ એક જંગલી બિલાડી ઘરમાં એક વ્યક્તિએ રાખી હતી. આ પછી તેના પડોશી પર તે બિલાડીએ હુમલો કર્યો હતો અને તેની હાલત ખુબ ગંભીર બની હતી.