Site icon News Gujarat

હે ભગવાન! મહારાષ્ટ્રના બીડમાં એક જ એમ્બ્યુલન્સમાં 22 મૃતદેહ લવાયા, ચિતા પર એકસાથે આટલા લોકોના કરાયા અંતિમસંસ્કાર

કોરોના ના કારણે દેશભરમાં ભારે તબાહી અને હાહાકાર મચ્યો છે. લોકો સારવારના અભાવે મૃત્યુ પામે તેવી સ્થિતિ ઘણાં રાજ્યોના શહેરોમાં જોવા મળી રહી છે. વિવિધ શહેરોની સિવિલ હોસ્પિટલ તો જાણે કોરોના ના દર્દીઓ થી ઉભરાઇ રહી હોય તેમ હાઉસફુલ થઈ ચૂકી છે. તેમાં પણ ઓક્સિજનનો અભાવ લોકોનો જીવ લઈ રહ્યો છે. દર્દીઓ હોસ્પિટલમાં ટપોટપ મોતને ભેટી રહ્યા છે.

image source

કોરોના થી જે દર્દીઓના મોત થઈ રહ્યા છે તેની સંખ્યા જોઈ કઠણ કાળજાના લોકો પણ વિચલિત થઇ જાય છે. ઘણા શહેરોમાં તો સ્મશાનમાં ચિતાઓ ઠરતી જ નથી અને કબ્રસ્તાનમાં પણ દફન કરવા ની જગ્યા ખૂટી પડી છે. કોરોના ના કારણે આમ તો દરેક રાજ્યમાં ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં જોવા મળી છે.

image source

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી આ વાતનું ઉદાહરણ પૂરી પાડતી તસવીર સામે આવી છે. જેમાં એક એમ્બ્યુલન્સમાં એક સાથે ૨૨ મૃતદેહને એકની ઉપર એક એમ ખડકી અને સ્મશાને લઇ જવામાં આવી રહ્યા છે. એક તો હોસ્પિટલોમાં દર્દીઓ ટપ મોતને ભેટી રહ્યા છે અને લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે તેવામાં મૃતકોના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કાર પણ હવે તો યોગ્ય રીતે થઇ શકતા નથી. આ વાત પણ એટલા માટે કહી શકાય છે કે ભીડમાં અંતિમ સંસ્કાર પણ સ્થાનિક કર્મચારીઓ એવી રીતે કરે છે કે જેમાં મોતનો મલાજો પણ જળવાતો નથી.

અહીં સ્થાનિક કર્મચારીઓ સ્મશાન માં આવતા કોરોના ના દર્દીઓ ના મૃતદેહને એક ચિતા પર ત્રણ ત્રણ મૃતદેહ એમ રાખી અને તેના અંતિમ સંસ્કાર કરી નાખે છે. આ સમગ્ર ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા દ્વારા વાઇરલ થતાં ભારે હોબાળો મચ્યો હતો.

image source

તસવીરો વાયરલ થયા બાદ સામે આવ્યું હતું કે ભીડની સ્વામી રામાનંદ હોસ્પિટલમાં રવિવારે રાત્રે 30 દર્દીના મોત થયા હતા જેમાંથી 22 મૃતદેહને એક જ એમ્બ્યુલન્સમાં ભરી સ્મશાને પહોંચાડી દેવાયા, જ્યારે બીજી એમ્બ્યુલન્સમાં અન્ય મૃતદેહને ભરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં હોસ્પિટલ વિરુદ્ધ ભારે નારાજગી ઊભી થઈ હતી.

image source

જોકે આ હોબાળો થયા બાદ હોસ્પિટલે એવું જણાવ્યું હતું કે તેમની પાસે માત્ર બે જ એમ્બ્યુલન્સ છે. તેમણે તંત્ર પાસેથી વધુ પાંચ એમ્બ્યુલન્સની માંગ કરી છે પરંતુ હજુ સુધી તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જ્યારે અન્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ રીતે મૃતદેહ લઈ જવાની પરવાનગી આપવામાં આવી ન હતી હવે આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.

image source

કોરોનાથી‌ જો દર્દીનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કારને લઇને સરકારનો પ્રોટોકોલ છે કે મૃતદેહને મૃત્યુના બે કલાકની અંદર એક પ્લાસ્ટિક કવરમાં પેક કરી અલગ વાહનમાં લઈ જવામાં આવે, કોઈને પણ મૃતદેહને સ્પર્શ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી, મૃતકના પરિવારની હાજરીમાં 24 કલાકની અંદર અંતિમ સંસ્કાર કરવા ના હોય છે.

જોકે હાલ તું મહારાષ્ટ્રના બીડમાં બનેલી આ ઘટના ચર્ચાનો વિષય બની છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે તપાસ બાદ શું સત્ય સામે આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version