Site icon News Gujarat

‘ગયા વર્ષે મેં મિસ ઇન્ડિયા બનવાનું સપનું જોયું અને એ પછી હું એક મિશનની જેમ તેની પાછળ પડી ગઈ’, વાંચો મિસ ઇન્ડિયા માનસા વારાણસીની રસપ્રદ વાતો

મિસ ઇન્ડિયા 2020ની જાહેરણ 11 ફેબ્રુઆરી, 2021ના રોજ થઈ. અને એમાં તેલંગાણાની 23 વર્ષીય માનસા વારાણસીએ મિસ ઇન્ડિયા 2020નો તાજ પહેર્યો. મિસ ઇન્ડિયા 2019 રાજસ્થાનની સુમન રતન સિંહ રાવે પોતાનો તાજ માનસાને પહેરાવ્યો. હરિયાણાની મનિકા શિઓકંડ મિસ ગ્રાંડ ઇન્ડિયા 2020 અને ઉત્તરપ્રદેશની માન્યા સિંહ મિસ ઇન્ડિયા 2020 રનર અપ રહી.

image source

વાત કરીએ માનસાની તો માનસા વારાણસી તેલંગાણાના હૈદરાબાદ શહેરમાં રહે છે. બુધવારે રાતે મિસ ઇન્ડિયા વર્લ્ડ 2020નાં વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. માનસા ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન એક્સચેન્જ એનાલિસ્ટ છે.

image source

તમને જણાવી દઈએ કે હવે માનસા વારાણસી 70મા મિસ વર્લ્ડ પેજન્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરશે. માનસાએ પોતાની આ સફળતા બદલ તેની માતા, દાદી અને મોટી બહેનનો આભાર વ્યક્ત કર્યો છે. તેને કહ્યું કે તેમની મદદથી તે આ પ્લેટફોર્મ સુધી પહોંચી શકી છે.

માનસા વારાણસી મિસ વર્લ્ડ 2000 રહી ચૂકેલી પ્રિયંકા ચોપરાને પોતાની આદર્શ માને છે.

image source

મુંબઈની હયાત રિજન્સીમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

મિસ ઇન્ડિયાની જૂરી પેનલમાં અભિનેત્રી નેહા ધૂપિયા, ચિત્રાંગદા સિંહ, આ ઉપરાંત અભિનેતા પુલકિત સમ્રાટ અને ડિઝાઈનર ડ્યુઓ ફાલ્ગુની અને શેન પિકોકનો સમાવેશ થયો હતો.

image source

જ્યારે માનસાને આ વિશે પૂછવામાં આવ્યું તો એને કહ્યું કે ગયા વર્ષે મેં મિસ ઇન્ડિયા બનવાનું સપનું જોયું હતું અને એ પછી હું એક મિશનની જેમ તેની પાછળ લાગી ગઈ હતી. હું પોતાની જાતને એક એવી સ્ત્રી માનું છે જે એક મિશન પર છે.

image source

તેમને આગળ જણાવ્યું કે તેમને મિસ ઇન્ડિયાની સફરમાં ઘણા બધા અનુભવ થયા. આખા દેશના જુદા જુદા વિસ્તારના લોકોને મળી હું ઘણી ખુશ છું. મેં એપ્લિકેશન સબમિટ કરી એ પછી મારો આત્મવિશ્વાસ વધ્યો. હું હંમેશાં મારું બેસ્ટ આપવામાં માનું છું.

પ્રિયંકા ચોપરાને માનસા વારાણસી પોતાની પ્રેરણા માને છે. એક ઇન્ટરવ્યુમાં માનસા વારણસીએ કહ્યું હતું કે બધી જ બ્યૂટી ક્વીનમાં પ્રિયંકા ચોપરા મારી ઇન્સ્પિરેશન છે. તે એક્સપ્લોરર છે. એક્ટિંગ સિવાય તેણે મ્યુઝિક, મૂવીઝ, સોશિયલ વર્ક, આંન્ટ્રપ્રિન્યોરશિપ અને અન્ય ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે.

અભ્યાસની વાત કરીએ તો માનસા વારાણસીએ કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ ઉપરાંત માનસાએ 8 વર્ષ સુધી ભરતનાટ્યમ શીખ્યું અને 4 વર્ષ સુધી ક્લાસિકલ સંગીત શીખ્યું છે. તેને ડાન્સમાં પણ ઘણો રસ છે. પણ તે કંપી સ્પોટ્સપર્સન નથી, પણ તેને સ્વિમિંગ ઉપરાંત ટેનિસ અને બેડમિન્ટન પસંદ છે.

તમને જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરીના રોજ કલર્સ ટીવી ચેનલ પર ગ્રાંડ ફિનાલે ટેલિકાસ્ટ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version