વારેઘડી ઉકાળેલું દૂધ પીવાથી થાય છે હેલ્થને મોટુ નુકસાન, આજથી જ બદલી લો આદત

આજકાલ લોકો માને છે કે દૂધ એક હેલ્ધી ડ્રિંક છે. તેને ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે દૂધ સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેટલું જ નુકસાન દાયી પણ છે. એક રિસર્ચ અનુસાર માનવામાં આવી રહ્યું છે કે દૂધને વારેઘડી ઉકાળીને પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આપણા ઘરમાં સદીઓથી દૂધને ઉકાળવાની પરંપરા ચાલી આવી રહી છે. જે આપણા શરીરને નુકસાન કરી શકે છે. મળતી માહિતી અનુસાર 17 ટકા મહિલાઓ આજે પણ આ વાતને જાણતી નથી કે ઉકાળવાથી દૂધના પોષક તત્વો ખતમ થઈ જાય છે. એમાં પણ જો દૂધ વારેઘડી ઉકળે છે તો તે નુકસાન કરે છે. તો અન્ય તરફ 59 ટકા લોકો માને છે કે દૂધને ઉકાવાથી તેમાંના પોક તત્વોમાં વધઆરો થાય છે. અને 24 ટકા મહિલાઓ માને છે કે દૂધને ઉકાળવાથી તેના પોષક તત્વોમાં કોઈ ફરક પડતો નથી. તો જાણો દૂધને ઉકાળવા સાથેની કેટલીક વાતો પણ.

દૂધને વારેઘડી ઉકાલવું હાનિકારક

image source

અનેક ઘરોમાં દૂધને 3-4 વાર ઉકાળવામાં આવે છે અને ઉકાળ્યા બાદ પણ તેને ધીમા ગેસે મૂકી રાખવામાં આવે છે. દૂધ જેટલું ઉકળે તેટલા તેમાંના બેક્ટેરિયા મૃત્યુ પામે છે. આ સારા બેક્ટેરિયા તમારા શરીરને અનેક રોગથી બચાવીને રાખે છે એવામાં દૂધને વારેઘડી ઉકાળવાનું હાનિકારક બની શકે છે.

ખતમ થઈ જાય છે પોષક તત્વો

image source

જો તમે દૂધને વારે ઘડી ઉકાળવાની ભૂલ કરો છો તો આજથી જ આ આદતને બદલો. દૂધને વારેઘડી ઉકાળવાથી પોષક તત્વો ખતમ થાય છે અને સાથે પોષણના આ નુકસાનથી બચવાનું જરૂરી છે. માટે દૂધને વારેઘડી ન ઉકાળો. એવી માન્યતા સદંતર ખોટી છે કે દૂધને વારેઘડી ઉકાળવાથી તેના પોષક તત્વો વધે છે.

વારે ઘડી ઉકાળવાથી કોઈ ફાયદો નહીં

image source

અનેક ઘરોમાં વારેઘડી દૂધ ઉકાળવામાં આવે છે કેમકે તેઓ માને છે કે આમ કરવાથી દૂધ ખરાબ થતું નથી. પણ તમારે એ પણ જાણી લેવું જરૂરી છે કે આ આદત તમારા પરિવારની હેલ્થ માટે નુકસાન કરી શકે છે. એક ઉકાળો આવ્યા બાદ ગેસ બંધ કરો અને પછી તેને ગેસ પર ઉકળવા રાખો છો તો તે તમારા માટે ચિંતાનો વિષય બને છે.

ગરમ દૂધને ફ્રિઝમાં ન રાખો

image source

જો તમે દૂધને ઉકાળો છો તો સાથે એ પણ ધ્યાન રાખો કે ઉકળતા દૂધને થોડા સમય સુધી બહાર જ રહેવા દો. તે નોર્મલ ટેમ્પ્રેચર પર આવે ત્યારપછી જ તેને ફ્રિઝમાં રાખો. ગરમ દૂધને ફ્રિઝમાં રાખવાથી બચો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!