મિલ્ખા સિંહ છેલ્લા શ્વાસ સુધી મોત સામે લડાઈ લડતા રહ્યા હતા, ડોક્ટરે કહ્યું.. ‘આવી સ્થિતિમાં કોઈ યુવાન 1 કલાક પણ જીવી ના શકે…’

આ ફોટો દુનિયાભરમાં ફ્લાઈંગ શીખના નામે જાણીતા પદ્મશ્રી મિલખા સિંહના નિધનના 24 કલાક પહેલાનો છે. કોરોનામાંથી બહાર આવ્યા પછી ફરી બીમાર થયેલા મિલખા સિંહે શુક્રવાર રાત્રે 11: 24એ છેલ્લો શ્વાસ લીધો. એ પહેલાં એમને 16 જૂને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી PGIનો એડવાન્સ કાર્ડિયાક સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અહીંયા એમની સ્થિતિ સ્થિર હતી.

image source

17 જુનનના રોજ એમને તાવ આવ્યો. 18 જૂનના રોજ સવારે એમનું ઓક્સિજન લેવલ ડાઉન થયું. સાંજે 4 વાગે ઓક્સિજન સેચુરેશન 80 થી 70 થઈ ગયું. બ્લડ પ્રેશર લેવલ 70/ 30 થઈ ગયું. સાંજે 6 વાગે એમનું બીપી વધુ લો થઈ ગયું અને રાત્રે 11 વાગે બ્લડપ્રેશર લેવલ 39/20 થઈ ગયું હતું. ડૉક્ટરોનું કહેવું છે કે એમના ફેફસા 80% ડેમેજ થઈ ગયા હતા.

મિલખા સિંહને બુધવારથી જ શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. એમના મૃત્યુનું કારણ પણ આ જ રહ્યું. ડોક્ટરોના કહેવા અનુસાર આવી સ્થિતિમાં કોઈ યુવાન વ્યક્તિ પણ એક કલાક જીવી નથી શકતી, પણ દિગગજ મિલખા સિંહે છેલ્લા શ્વાસ સુધી મોત સાથે લડાઈ કરી.

image source

મિલખા સિંહની સારવાર કરી રહેલ ડોકટરે જણાવ્યું કે સવાર સુધી તો એ વાતો કરી રહ્યા હતા. ડોકટરે એમને નાસ્તો કરવાનું કહ્યું તો એમને ડોકટરને કહ્યું કે પહેલા તમે પણ ચા કોફી પી લોમ એમની દીકરી સાથે આવેલા પરિવારના ડ્રાઇવરે જણાવ્યું કે બાબુજીને ઘરના લોકો વેકસીન મુકાવવાનું કહેતા હતા પણ એ વેકસીન લેવાની ના પાડી દેતા હતા. એ કહેતા હતા કે હવે જરૂર નથી.

19 મેં- સાંજે આંટો માર્યા પછી પાછા ફર્યા તો ટેસ્ટ પોઝિટિવ આવ્યો. ઘરમાં કામ કરતા કુકથી તેઓ સંક્રમિત થયા.

24 મે- ઓક્સિજન લેવલ ઓછું થઈ જવા અને ન્યુમોનિયાના કારણે ફોર્ટીઝ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા.

image source

26 મે- પત્ની નિર્મલ કૌર સાથે આઇસીયુંમાં શિફ્ટ કરવામાં આવ્યા, પત્ની પણ કોરોના પોઝિટિવ હતા. બન્ને ઓક્સિજન સ્પોર્ટ પર હતા .

30 મે- મિલખા સિંહના પરિવારની રિકવેસ્ટ પર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યું, એ ઘરે જ ઓક્સિજન સ્પોર્ટ સાથે આઇસોલેશનમાં રહ્યા.

3 જૂન- ઓક્સિજન લેવલ ઓછું થવાનું શરૂ થયું એ પછી બપોરે 3 35 વાગે PGIના આઇસીયુંમાં એડમિટ કરાયા.

13 જૂન- પત્ની નિર્મલ કૌરને કોવિડના કારણે ખોઈ દીધી.

image source

16 જૂન- કોવિડ આઇસીયુંમાં નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી મેડિસિન આઇસીયુંમાં એડમિટ કરવામાં આવ્યા. પહેલી વાર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

18 જૂન- મિલખા સિંહનું ઓક્સિજન લેવલ ડાઉન થયું અને ગંભીર હાલતમાં એમની સરવાર શરૂ કરવામાં આવી.