Site icon News Gujarat

16 મહિના બાદ વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસે ગયા, મિત્ર દેશ માટે સાથે લઈ આ વિશેષ ભેટ

તમને જણાવી દઈએ કે શુક્રવારે સવારે ઢાકાના હજરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ખાસ વિમાન સવારે 10: 15 વાગ્યે પહોંચ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકામાં બંગબંધુ- ગાંધી પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અહીંયા વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઢાકાના રાષ્ટ્રીય શહીદ સ્મારક પર પણ ગયા હતા. અહીં મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીંયા વડાપ્રધાન મોદીએ વિઝિટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની આઝાદીના પચાસ વર્ષ પૂર્ણ થયા ના ઘણા કાર્યક્રમોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ અહીં એક છોડ પણ વાવ્યો હતો.

નરેન્દ્ર મોદીનું બાંગ્લાદેશ એરપોર્ટ પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ રાષ્ટ્રીય ગીત વગાડીને મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોટી પોતાની સાથે કોરોના વેક્સિનના 12 લાખ ડોઝ ભેટ તરીકે લઈને બાંગ્લાદેશ પ્રવાસે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના 50માં સ્વતંત્રતા દિવસ પર યોજાનારી સુવર્ણ જયંતિ સમારોહમાં પણ હાજર રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 માર્ચે સવારે તેજગામ કેન્ટોમેન્ટના ઢાકાથી 300 કિલોમીટરના અંતરે આવેલા સતખિરાના શ્યામાનગરના ઈશ્વરીપુર ગામમાં જસોરેશ્વરીના કાલી મંદિરના દર્શન માટે જશે. અહીં પૂજા અર્ચના કર્યા પછી વડાપ્રધાન હેલિકોપ્ટરથી બંગબંધુ મુજીબુર રહમાનના જન્મસ્થળ તુંગિપારા પહોંચશે. અહીં બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાનું પૈતૃક ગામમાં છે. અહીં ફરી એક વાર શેખ હસીના તેમનું સ્વાગત કરશે. આ સ્થળે નરેન્દ્ર મોદી એક ઝાડ રોપશે તેવી યોજના કરવામાં આવી છે.

આ સ્થળેથી ભારત અને બાંગ્લાદેશ બંનેના વડાપ્રધાન બંગબંધુ સ્મારક જશે. અહીં ફરી એકવારવડાપ્રધાન હેલિકોપ્ટરથી ગોપાલગંજના ઓરાકંડી જશે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરાકંડમાં મતુઆ સમુદાયના સૌથી મોટા તીર્થ સ્થળ ઠાકુરવાડીના દર્શન પણ કરશે.

આ ઉપરાંત મોદીઅહીં 300 મતુઆ ધર્મ પ્રચારકોને સંબોધિત કરશે. અને આ તમામ કાર્યક્રમોને પુરા કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી ઢાકા તેમની હોટલ પર પરત આવશે.

image source

તમને જણાવી દઈએ વર્ષ 2020માં કોરોના સંક્રમણની શરૂઆત પછી વડાપ્રધાનની વિદેશ યાત્રા જમાર્ચ 2020માં રદ કરવામાં આવી હતી અને આ વિદેશ યાત્રા બાંગ્લાદેશ પ્રવાસની હતી.

ગયા વર્ષે વડાપ્રધાન મોદી શેઠ મુજીબુર રહેમાન જન્મ શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રથમ 17 માર્ચ 2020ના રોજ બાંગ્લાદેશનો પ્રવાસે જવાના હતા . જો કે, તેમણે કોરોના વાયરસ મહામારી વચ્ચે પોતાનાં વિદેશ પ્રવાસનો સિલસિલો શરૂ કરવા માટે ફક્ત ભારતના પડોશી દેશ બાંગ્લાદેશને જ પસંદ કર્યો છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version