કોરોના સામે લડવા રાજુલામાં રામકથા દરમિયાન મોરારિબાપુએ કરી મોટી જાહેરાત, 1 કરોડ આપ્યા દાનમાં, જાણો ક્યાં વપરાશે

છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ભારત સહિત આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. એમાંય કોરોનાની આ બીજી લહેરખીએ તો દેશમાં સર્વત્ર તારાજી સર્જી છે. ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપર પર કોરોનાએ પોતાનો કબજો જમાવી લીધો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો જ નોંધાઇ રહ્યો છે એની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા ઘટતી જાય છે..મોતના આંકડાની તો વાત જ શુ કરવી? કોરોના કઈ કેટલાય લોકોને ભરખી રહ્યો છે.

image source

આ મહામારીને પહોંચી વળવા ઘણા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. એવામાં રાજુલા ખાતે કથાકાર મોરારિબાપુની કથા ચાલતી હતી એ દરમિયાન આજે મોરારી બાપુ દ્વારા એક મોટી જાહેરાત કરાઇ છે.

image source

મોરારી બાપુએ અગાઉ જાહેર કરેલું એ મુજબ મહુવાના બધા જ કોરોના દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાની સેવા ચિત્રકૂટધામ, તલગાજરડા દ્વારા થઇ રહી છે.

image source

આ ઉપરાંત પૂજ્ય શ્રી મોરારી બાપુએ હાલની કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે. એમાં ચિત્રકૂટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવાકર્મીઓ તરફથી પાંચ લાખની નાણાકીય સેવાની જાહેરાત કરવામાં આવી છે. અને બાકીના 95 લાખ હવે પછીના દિવસોમાં જેના તરફથી નાણાકીય સેવા રૂપે મળશે, તેમાં એક કરોડ રૂપિયા પૈકી પચ્ચીસ-પચ્ચીસ લાખ રૂપિયા રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજા – એ ચાર તાલુકામાં કોરોના સંદર્ભમાં જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે યથાયોગ્ય રીતે વાપરવામાં આવશે.

આપણે આપણા રીતે જે કાંઈ મદદ કરી શકતા હોઈએ એ કરી છૂટવાના ભાવ સાથે પૂજ્ય મોરારી બાપુએ અશ્રુપૂર્ણ શબ્દોમાં વ્યાસપીઠની રચનાત્મક સેવાની જાહેરાત કરી છે.

image source

મોરારી બાપુએ આ વિશે આગળ કહ્યું છે કે કથા વાંચનાત્મક રીતે નહિ પણ રચનાત્મક થાય તે જરૂરી છે. લોકોની કફોડી હાલત જોઈને આત્મામાં બળતરા થતી હતી. પણ હવે સહાય આપ્યા બાદ થોડી શાંત થશે.

image source

તમને જણાવી દઈએ કે રાજુલા ખાતે 10 જેટલા યજમાન પરિવારની હાજરીમાં શ્રી મોરારી બાપુ દ્વારા રામકથા ચાલી રહી છે, જેમાં રાજુલા મહાત્મા આરોગ્ય ગાંધી હોસ્પિટલ અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના લાભાર્થે કથા ચાલી રહી છે. આ કથામાં આરટી-પીસીઆર ટેસ્ટ બાદ પ્રવેશ મળ્યો છે તેમજ આજે મોરારી બાપુએ મોટી જાહેરાત કરી છે એને લોકો પ્રેમપૂર્વક આવકારી રહ્યા છે.અગ્રણીઓ દ્વારા તેમના તરફથી પણ યથાયોગ્ય મદદ માટે બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *