1 લાખ 32 હજારની બેઠક ક્ષમતા ધરાવે છે નરેન્દ્ર મોદી ( મોટેરા ) સ્ટેડિયમ, જાણો ખાસિયતો અને નિહાળો તસવીરો

મોટેરામાં બનેલા આ ક્રિકેટ સ્ટેડીયમમાં આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે. આ સ્ટેડિયમ 63 એકર જમીનમાં પથરાયેલું છે અને 1 લાખ 32 હજારની બેઠક ક્ષમતા ધરાવે છે. તો ચાલો જોઈ લઈએ આ સ્ટેડિયમની કેટલીક તસવીરો અને એ સાથે જ એની ખાસિયત.

image source

મોટેરા સ્ટેડિયમ બનાવવામાં ઓસ્ટ્રેલિયન કંપની પોપ્યુલસ કન્સેપ્ટ આર્કિટેક્ટ ; L&T ડેવલપર (ડિઝાઇન અને નિર્માણ) તથા STUP
કન્સલ્ટન્ટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેવી કંપનીઓનો મોટો ફાળો છે.

image source

તમે જોયું હશે કે જ્યારે પ્રેક્ષકો ક્રિકેટ સ્ટેડિયમમાં જાય છે તો હંમેશા શરૂઆતની લાઈનમાં જ બેસવાનો આગ્રહ રાખે છે. જેથી કોઈપણ જાતના અવરોધ વગર મેચની મજા માણી શકાય. પણ તમને જણાવી દઈએ કે મોટેરા સ્ટેડિયમની આ ખાસિયત છે કે આખા સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. એટલે તમે કોઈપણ જગ્યાએ બેસીને સહેજ પણ અવરોધ વગર મેચની મજા લઈ શકો છો. તમને જણાવી દઈએ કે મોટેરા સ્ટેડિયમમાં 76 કોર્પોરેટ બોક્સ છે. આ કોર્પોરેટ બોક્સમાં બેસીને VIP લોકો મેચ જોવાની મજા માણી શકે છે. આ દરેક કોર્પોરેટ બોક્સમાં 25 સીટ છે. એટલે કે સ્ટેડિયમમાં વીઆઇપી લોકો માટે 1900 સીટ્સ રિઝર્વ્ડ છે. એ ઉપરાંત દરેક સ્ટેન્ડમાં ફૂડ અને હોસ્પિટાલિટી સ્ટેન્ડની વ્યવસ્થા પણ છે. કોઈપણ ખૂણે બેઠેલો પ્રેક્ષક સરળતાથી કોઈપણ સામાન્ય સુવિધા મેળવી શકે છે.

image source

મોટેરા સ્ટેડિયમ વિશે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલે કહ્યું હતું કે “મોટેરા દુનિયાનું પ્રથમ સ્ટેડિયમ છે, જ્યાં 11 મલ્ટીપલ પિચ છે. 6માં રેડ સોઇલ અને 5માં બ્લેક સોઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ તો 13 પિચ થઈ શકે એમ છે, પરંતુ બોલર રનરઅપ અને અન્ય સ્પેસ માટે આંકડો 11 સુધી સીમિત રાખવામાં આવ્યો છે.”

તમે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં સ્ટેડિયમમાં ઘણીવાર બમ LED લાઇટ્સનો ઉપયોગ જોયો હશે. પણ મોટેરા ભારતનું પ્રથમ સ્ટેડિયમ
બનશે, જેમાં LED લાઇટ્સનો ઉપયોગ થશે. આ LED લાઇટ્સના ઉપયોગથી પડછાયો દૂર થશે.

આપણે જાણીએ જ છીએ કે ઘણીવાર વરસાદ મેચની મજા બગાડે છે. વર્ષ 2019ના વર્લ્ડ કપમાં વરસાદે વિલનની ભૂમિકા ભજવી હતી. વરસાદ તો થોડીવારમાં બંધ થઈ જાય પણ ગ્રાઉન્ડ ભીનું હોવાના કારણે મેચ શરૂ નથી થઈ શકતી. મોટેરામાં સબ સોઇલ ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે ગમે તેટલો વરસાદ પડે; વધુમાં વધુ 30 મિનિટમાં ગ્રાઉન્ડ કોરું થઈ જશે. . 8 સેન્ટિમીટર સુધી વરસાદ પડશે તોપણ મેચ કેન્સલ નહીં થાય.

image source

સ્ટેડિયમમાં ઈન-બિલ્ટ સ્ટેડિયમ સાથે 4 ડ્રેસિંગ રૂમ છે. મોટેરા સ્ટેડિયમ આ સુવિધા હોય એવું દુનિયાનું એકમાત્ર સ્ટેડિયમ છે. દરેક
ડ્રેસિંગ રૂમ સાથે જિમ્નેશિયમ પણ છે. સ્ટેડિયમમાં 6 ઇન્ડોર પિચ છે, ત્યાં બોલિંગ મશીનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ક્રિકેટના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કરવા માટે ક્રિકેટ એકેડમી તૈયાર થઈ રહી છે. એ ઉપરાંત ફૂટબોલ,
હોકી, બાસ્કેટ બોલ, કબડ્ડી, બોક્સિંગ, લોન ટેનિસ, રનિંગ ટ્રેક જેવી અન્ય રમતો માટે સ્પોર્ટ્સ એકેડમી તૈયાર થશે.

image source

મોટેરા સ્ટેડિયમમાં અત્યાધુનિક ક્લબ હાઉસ પણ છે જેમાં 50 ડિલક્સ રૂમ અને પાંચ સ્યૂટ રૂમ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ,
રેસ્ટોરાં, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, પાર્ટી એરિયા, 3D પ્રોજેક્ટર થિયેટર/ટીવી રૂમ વગેરેની સુવિધાઓ પણ
છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!