દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મળી આવતા ખળભળાટ

ભારતની આર્થિક રાજધાની મુંબઈથી એક ચોંકાવાનારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરની બહાર એક બિનવારસી સ્કોર્પિયો ગાડી મળી આવી છે. સામે આવેલી વિગતો અનુસાર મુંબઈ ખાતે આવેલા મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટીલિયા પાસે એક બિનવારસી મળી આવેલી કારમાં જિલેટીન મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટના જાણા થતા જ તાત્કાલિક ઘટનાસ્થળે બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ડોગ સ્કોડ, પોલીસ અને જોઈન્ટ પોલીસ કમીશ્નર પહોંચ્યા છે અને યુદ્ધના ધોરણે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

image source

આ અંગે વધુ માહિતી સામે આવી છે કે હાલમાં પોલીસે વાહનને કબજે કરીલીધુ છે. તો બીજી તરફ ઘટનાની ગંભીરતાને લઈને સ્થાનિક ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ અંગે ઘણા સવાલો ઉઠી રહ્યા છે, આ વિસ્ફોટક કેમ રાખવામાં આવ્યા તેની તપાસ હાથ ઘરવામાં આવશે.

image source

તો બીજી તરફ આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો ભારત સૌથી અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો કરવામાં આવશે. જો કે હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વિસ્ફોટક અંબાણી પરિવારને ટાર્ગેટ કરીને રાકવામાં આવ્યો હતો કે પછી કોઈ બીજુ કાવતરૂ હતું. હાલમાં આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. જો કે પોલીસની તપાસ બાદ જ સચ્ચાઈ સામે આવશે. મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલા વિસ્ફોટકની જાણકારી મળતા સમગ્ર દેશમાં આ સમાચાર વાયું વેગે ફેલાય ગયા છે.

મુકેશ અંબાણી ટૉપ 10 ધનિકોની યાદીમાંથી બહાર

image source

તો બીજી તરફ ગયા ગયા વર્ષે ડિસેમ્બરમા સામે આવેલી વીગતો અનુસાર ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દુનિયાના ટોપ-10 ધનવાનોની યાદીમાથી બહાર થઇ ગયા છે. નોંધનિય છે કે તેલથી લઇને રિટેલ સુધી અને ટેલિકોમમાં પોતાનો બિઝનેસ વિસ્તારનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વર્ષની શરૂઆતમાં બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ પર ચોથા સ્થાન પર હતા. હવે તે ટોપ- 10થી બહાર થઇ ગયા છે.

image source

નોંધનિય છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નેટવર્થમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ તેમના શેરમાં કરેક્શન છે. જે ફ્યુચર સમુહની ખુદરા અને થોક સંપત્તિઓને ખરીદવા માટે પોતાના સોદાની ઘોષણા બાદ 2369.35 રૂપિયા સૌથી ઉચ્ચ સ્તરથી 16 ટકા ઘટી ગઇ છે. ગુરુવારે આઇઆરએલનો શેર 1994 પર બંધ થયો હતો.

image source

તો બીજી તરફ એમેઝોન કહે છે કે 2019 નો સોદો જેમાં તેણે ફ્યુચર કુપન્સમાં આશરે 200 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. આ અંગે કંપનીએ કહ્યું હતું કે કિશોર બિયાનીની આગેવાની હેઠળનું જૂથ “પ્રતિબંધિત વ્યક્તિઓ” ની યાદીમાં પોતાની છૂટક સંપત્તિ કોઈને વેચી શકશે નહીં. રિલાયન્સને પણ નહી. નોંધનિય છે કે RILના શૅરની કિંમતમાં તાજેતરના ઘટાડા બાદ આ વર્ષે 33 ટકાની છલાંગ લગાવી છે. ત્યાર બાદમાટે ઇનવેસ્ટરની સંપત્તિ 3 લાખ કરોડ રૂપિયાથી વધારાનો નફો થયો છે. છેલ્લા 25 વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 3.78 લાખ કરોડ રૂપિયા શુદ્ધ લાભ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!