એન્ટિલિયા કેસમાં આતંકી સંગઠનની મોટી સ્પષ્ટતા, પોસ્ટર બહાર પાડીને કહ્યું…’અમારી લડાઈ અંબાણી સાથે નથી પણ…

ઘણા સમયથી એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર મળી આવેલી કારમાં વિસ્ફોટક નીકળ્યા છે અને એક ચિઠ્ઠી પણ મળી આવી છે. તેમજ તેમાં તેના દીકરાને ઉડાડી દેવાની અને પૈસા આપવાની વાત કરવામાં આવી રહી છે. પણ હવે આ મામલે એકદમ નવો જ વળાંક આવી રહ્યો છે અને આ બધુ કરવાની વાતથી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિન્દે મનાઈ ફરમાવી દીધી છે. સોશિયલ મીડિયામાં જૈશ-ઉલ-હિન્દે એક પોસ્ટર શેર કર્યું છે અને પોતાની વાત રાખી છે.

image source

આતંકી સંગઠને બહાર પાડેલા પક્ષમાં લખ્યું કે તેમણે અંબાણીને ક્યારેય કોઈ ધમકી આપી નથી. વાઈરલ થઈ રહેલો પત્ર અમારો નથી એ નકલી છે. આતંકવાદી સંગઠને કહ્યું કે તેઓ નરેન્દ્ર મોદી સાથે લડી રહ્યા છે નહીં કે અંબાણી પરિવાર સાથે. ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ બનેલા એક ટેલિગ્રામ અકાઉન્ટમાંથી એક લેટર મૂકવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં જૈશ-ઉલ-હિન્દે મુકેશ અંબાણીને ધમકી આપી છે. પણ ખરેખર હવે જૈશ-ઉલ-હિન્દે એક પોસ્ટર શેર કર્યું અને એમાં ચોખ્ખું લખ્યું કે અંગાણીને કોઈ ખતરો નથી. તો આવો વિગતે જાણીએ કે આ પત્રમાં એવું તો શું લખવામાં આવ્યું છે.

image source

જૈશ-ઉલ-હિન્દે આ વખતે પોસ્ટરમાં લખ્યું કે, અમે સવારથી જોઈ રહ્યા છીએ કે ભારતના મીડિયામાં સમાચાર ચાલી રહ્યાં છે કે જૈશ-ઉલ-હિન્દે મુકેશ અંબાણીના ઘરની બહાર થયેલી ઘટનાની જવાબદારી લીધી છે. અમને જૈશ-ઉલ-હિન્દ નામના એક ટેલિગ્રામ અકાઉન્ટ વિશે માહિતી મળી છે, જેમાં તે ઘટનાની માહિતી આપતું એક પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. તો આ પોસ્ટરથી અમે એ સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે જૈશ-ઉલ-હિન્દને આ ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. મુકેશ અંબાણીના બંગલાની બહાર થયેલી કોઈ ઘટના, કથિત ટેલીગ્રામ એકાઉન્ટ અને લેટર સાથે અમારે કોઈ લેવા દેવા નથી.

image source

જૈશ-ઉલ-હિન્દે આગળ વાત કરી કે અમે નકલી પોસ્ટર બનાવવા માટે ભારતીય જાસૂસી એજન્સીઓની આકરા શબ્દોમાં નીંદા કરીએ છીએ. અમે ક્યારેય પણ કુફ્રોં(ઈશ્વરને ન માનનારાઓ પાસે)થી ખંડણી નથી લેતા અને ભારતીય વ્યાપાર જગતના ટાઈકુનો સાથે અમારી લડાઈ જ નથી. અમારી લડાઈ તો ભાજપ અને સંઘની વિરુદ્ધમાં છે.

image source

આગળ લખવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી હિન્દુસ્તાનના નિર્દોષ મુસ્લમાનોની વિરુદ્ધ જે ખરાબ કામ કરી રહ્યાં છે, અમે તેમની સામે લડી રહ્યાં છે. અમે શરિયત માટે લડી રહ્યાં છીએ નહીં કે પૈસા માટે. અમે ધર્મનિરપેક્ષ લોકશાહની વિરુદ્ધ લડી રહ્યાં છે, અંબાણી સાથે નહીં. ત્યારે હવે ફરી એકવાર આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે અને લોકો સામે આવી રહ્યું છે. જો કે હજુ એ વાતનો કોઈ જ ખુલાસો નથી થયો કે આ અસલી છે કે નકલી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!