સબટીવી ટીવી પર પ્રસારિત થનાર કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા’ લોકોની પસંદીદા સિરિયલ છે. છેલ્લા 13 વર્ષથી લોકોના ચહેરા પર સ્મિત લાવનાર આ સિરિયલના તમામ કલાકારો તેમના શાનદાર અભિનયથી સીરિયલમાં જીવ રેડી દે છે. તારક મહેતાના નટ્ટુ કાકા આજે પ્રેક્ષકોના સૌથી પ્રિય અને જાણીતા કલાકારોમાંના એક છે. જેઠાલાલ (દિલીપ જોશી)ની દુકાનમાં કામ કરતા નટ્ટુ કાકાએ પોતાની 57 વર્ષની કારકિર્દીમાં 350 થી વધુ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ એક સમય હતો જ્યારે તેઓની પાસે બાળકોની ફી ભરવા માટે પૈસા પણ નહોતા.
બાળ કલાકાર તરીકે શરૂઆત
નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે 1960માં આવેલી ફિલ્મ ‘માસૂમ’માં બાળ કલાકારની ભૂમિકા ભજવીને અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે, તે માત્ર 7 વર્ષના હતા. તે પછી ઘનશ્યામ નાયકે થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું. તેએ કહે છે કે તે સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સંઘર્ષ તો હતો, પરંતુ તે સમયે પૈસા પણ ઘણા ઓછા મળતા હતા.
આખો દિવસ કામ કરવામા આટલા પૈસા મળતા હતા
એક મુલાકાતમાં નાયક કહે છે કે, જૂના દિવસોમાં 24-24 કલાક કામ કરવા છતાં પણ તેમને પગાર રૂપે માત્ર 3 રૂપિયા મળતા હતા. તે જ સમયે, ઘણી વખત તે તેનાથી વંચિત રહી જતા હતા. ઘણી બધી સમસ્યાઓ જોયા છતાં ઘનશ્યામે હાર ન માની અને અભિનય ચાલુ રાખ્યો.
ઉધાર લઈને આપતા હતા બાળકોની ફી અને મકાન ભાડુ
ઘનશ્યામને તે દિવસોમાં ઉદ્યોગમાં પૈસાની અછતને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પોતાની આર્થિક મુશ્કેલીઓને વર્ણવતા તે કહે છે કે તે સમયે પૈસાની અછત એટલી હતી કે તે પોતાના ઘરનું ભાડુ અને બાળકોની ફી પણ ચૂકવવામાં અસમર્થ હતા. આવી સ્થિતિમાં તે પાડોશીઓ પાસેથી ઉધાર માંગીને ભાડુ અને ફી આપતા હતા.
હવે આટલો મળે છે પગાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘનશ્યામ નાયકને તારક મહેતામાં ‘નટ્ટુ કાકા’ ની ભૂમિકા માટે એપિસોડ દીઠ આશરે 30,000 રૂપિયા ફી મળે છે. તે કહે છે કે તેણે સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યા પછી જ તેમના જીવન સ્થિરતા આવી અને તેની આવકનો એક સ્થિર વિકલ્પ બન્યો. ત્યારથી લઈને આજ સુધી તેમણે પાછળ ફરીને જોયું નથી, આજે ઘનશ્યામ નાયક મુંબઇમાં 2-2 મકાનના માલિક છે.
તાજેતરમાં જ સર્જરી કરવામાં આવી
ઘનશ્યામ નાયકની થોડા સમય પહેલા સર્જરી થઈ હતી. જેના કારણે તે 9 મહિના માટે રજા પર હતા. 16 માર્ચથી 16 ડિસેમ્બર સુધી, તેઓ તારક મહેતા અને એક્ટિંગની દુનિયાથી દૂર હતા. એક મુલાકાતમાં તે કહે છે કે “છેલ્લી ઇચ્છા એ છે કે તે છેલ્લા શ્વાસ સુધી તારક મહેતા સિરિયલની શૂટિંગ કરતા રહે. તે તારકના સેટ પર પોતાનો અંતિમ શ્વાસ લેવા માંગે છે. તે પણ મેકઅપની સાથે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!