નેહા કક્કરે પોતાની બીમારીને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું- મારી પાસે પૈસા છે પણ…

બોલિવૂડની જાણીતી ગાયિકા નેહા કક્કરે સખત મહેનત અને પોતાની કળા દ્વારા એક અલગ સ્થાન બનાવ્યું છે. આજે દરેક લોકો નેહા કક્કરના અવાજના દિવાના છે અને તેમના ગીતો રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આ દિવસોમાં નેહા કક્કર રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ-12 માં જજ તરીકે જોવા મળી રહી છે. તાજેતરમાં નેહાએ કહ્યું કે તેને પ્રેમ, પૈસા, કુટુંબ છે, પરંતુ તે એક કારણથી ખૂબ જ પરેશાન છે.

જે સાંભળીને નેહા ખૂબ જ ભાવુક થઈ ગઈ

image source

હકિકતમાં ઇન્ડિયન આઇડલના સ્ટેજ પર ચંદીગઢથી આવેલ કન્ટેસ્ટેંટ અનુષ્કાએ ‘લુકા છુપ્પી’ ગીત ગાયું, જે સાંભળીને નેહા ખૂબ જ ભાવુક થઈ ગઈ. સિંગરે પોતાની સમસ્યા વિશે કહ્યું કે, અનુષ્કાની જેમ તેને પણ ચિંતા(anxiety)માં રહે છે. એટલું જ નહીં, તે થાઇરોઇડથી પણ પીડિત છે, અને આ જ તેમની ચિંતાનું મુખ્ય કારણ પણ છે. તમને જણાવી દઈએ કે આ એપિસોડ હજી ટેલિકાસ્ટ થયો નથી, તે સપ્તાહના અંતે બતાવવામાં આવશે. પ્રોમો વીડિયો સોની ટીવીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

બીમારીને કારણે હું ખૂબ જ ડિસ્ટર્બ થઈ જાવ છુ

image source

નેહાએ કહ્યું, મારી પાસે બધું છે, એક સારો પરિવાર છે, કારકિર્દી છે, ભગવાન જેવો પતિ, પણ મારી બીમારીને કારણે હું ખૂબ જ ડિસ્ટર્બ થઈ જાવ છુ અને તેથી જ મને ચિંતાનો સામનો કરવો પડે છે. સ્ટેજ પર જતા મારા હાથ અને પગ કાંપવા લાગે છે, મારો અવાજ બહાર આવતો નથી. સ્પર્ધક અનુષ્કાએ ઓડિશન દરમિયાન કહ્યું હતું કે તેને ચિંતા(anxiety)ની સમસ્યા છે.

નેહા તેની ઉદારતા માટે પણ જાણીતી

image source

નેહા કક્કર તેના અવાજ માટે તો ફેમસ છે જ પરંતુ ઉદારતા માટે પણ જાણીતી છે. તાજેતરમાં નેહા કક્કરે ગીતકાર સંતોષ આનંદને આર્થિક મદદ કરી છે. ‘જિંદગી કી ના તૂટે લડી પ્યાર કર લે ઘડી દો ઘડી’ જેવા ઘણા શાનાદર ગીતોમાં સંગીત આપનાર પ્રખ્યાત ગીતકાર સંતોષ આનંદ આજે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.

image source

તેમને ‘ઇન્ડિયન આઇડોલ-12’ માં બોલાવવામાં આવ્યા હતા. સંતોષ આનંદ શો પર તેની કહાની કહે છે અને કહે છે કે તેની પાસે કોઈ કામ નથી અને તેનું ઘણું દેવુ પણ છે. નેહા કક્કરે તેની કહાની સાંભળીને 5 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી.

2020માં સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા

image source

તમને જણાવી દઈએ કે નેહા કક્કરે ઓક્ટોબર 2020 માં સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી આ યુગલ હંમેશા લાઈમ લાઈટમાં રહે છે. નેહા કક્કર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પતિ રોહનપ્રીત સાથે મસ્તી કરતી વખતે વીડિયો અને ફોટા શેર કરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!