નોરા ફતેહીની વિચિત્ર બિકીની સ્ટાઇલ જોઈ વરુણ ધવન પણ રહી ન શક્યો અને કરી દીધી આવી કોમેન્ટ, જુઓ વીડિયો

નોરા ફતેહી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીની શાનદાર ડાન્સર છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ગ્લેમરસ પિક્ચર્સ અને ફની વીડિયોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો શેર કર્યો છે જે જોયા પછી બધા હસી રહ્યા છે. બોલીવુડ અભિનેતા વરૂણ ધવન પણ વીડિયો જોયા બાદ ખુબ હસયો હતો. આ વિશે વાત કરવામા આવે તો નોરા ફતેહીએ તાજેતરમાં બિકિનીમાં એક વિચિત્ર સ્ટાઇલ સાથે જોવા મળી હતી જેને જોઇને સોશિયલ મીડિયા પર તેને જોનારાઓ ખુબ હસી રહ્યા છે. તેના ચાહકોએ પહેલીવાર અભિનેત્રીનો આ અવતાર જોઈને દંગ રહી ગયા હતા.

नोरा और वरुण स्ट्रीट डांसर में साथ काम कर चुके हैं.फोटो साभार- norafatehi/Instagram/Twitter
image source

નોરાએ શેર કરેલા વીડિયોમાં તે એક જેકેટમાં જોવા મળી રહી છે આ જેકેટ એકદમ ઢીલુ દેખાઇ રહ્યુ હતુ. આ સમયે જ બેકગ્રાઉન્ડમાંથી એક અવાજ આવે છે. તે પહેલા જાતે તેનુ જેકેટ ઢીલુ છે તેમ બતાવે છે અને પછી બિકીની પહેરે છે.

image source

ત્યારબાદ નોરાની બિકીની પહેરતી વખતની સ્ટાઇલ થોડી જુદી છે જે અંગે તે હાલ ચર્ચામા આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા તેના જેકેટ ઉપર બિકીની પહેરે છે અને ચશ્માં લગાવે છે. નોરાની આ ફની સ્ટાઇલ લોકોને ખુબ હસાવી રહી છે. નોરાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે હું પોતાને બિકીનીમાં બતાવી રહી છું …’

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

હાલમા આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ આ પોસ્ટ પર લોકો ઘણી રમૂજી કોમેંન્ટ કરી રહ્યા છે. બધાએ પહેલી વખત નોરાને આવા અંદાજમા જોઈ છે. લોકો આ વીડિયોને ઘણો પસંદ પણ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. નોરાની આ સ્ટાઇલ જોયા પછી વરૂણ ધવન પણ હસી રહ્યો છે. વરૂણ નોરાની આ વિચિત્ર રમૂજી શૈલી જોયા પછી તે પોતાને પોસ્ટ અને કોમેંન્ટ કરતા રોકી શક્યો નહીં અને તેણે નોરાની આ પોસ્ટ પર હાસ્યજનક ઇમોજી શેર કર્યા છે. નોરા અને વરુણે આ અગાઉ સ્ટ્રીટ ડાન્સરમાં સાથે કામ કર્યું છે જે ફિલ્મ પણ ઘણી સફળ રહી હતી. જાણવા મળ્યુ છે કે થોડા દિવસો પહેલા નોરાએ આંતરરાષ્ટ્રીય ફોટોશૂટની તસવીરો પણ શેર કરી હતી અને તે પણ ખૂબ વાયરલ થઈ હતી. આ સિવાય પણ તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી જોવા મળે છે.