નિશા રાવલથી લઈને શ્વેતા તિવારી સુધી ,જ્યારે ટીવીની આ અભિનેત્રીઓએ પોતાના પાર્ટનર પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ અને પછી થયું…

ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર કલાકારોના પ્રેમ, બ્રેકઅપ, લગ્ન અને છૂટાછેડાની ખબરો ચર્ચામાં રહે છે. વાત કરીએ નાના પડદાની તો યે રિશ્તા ક્યાં કહેલાતા હે ફેમ કરણ મેહરા અને એમની પત્ની નિશા રાવલને ટીવીના આઈડિયલ અને મોસ્ટ રોમેન્ટિક જોડીઓમાંથી એક માનવામાં આવે છે પણ આ કપલના લગ્નજીવનને જાણે કોઈની નજર લાગી ગઈ અને હવે એમનો સંબંધ ડિવોર્સના આરે આવીને ઉભો રહ્યો છે.નિશાએ પોતાના એકટર પતિ પર મારપીટ અને એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે.નિશા સિવાય ટીવીની અન્ય કેટલીક અભિનેત્રીઓ પણ છે જે પોતાના પાર્ટનર પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવી ચુકી છે. તો ચાલો જાણી લઈએ કોણ કોણ છે એ અભિનેત્રીઓ.

નિશા રાવલ.

Nisha Rawal
image source

નિશા રાવલ અને કરણ મેહરાના લગ્નને લગભગ એક દાયકો થઈ ગયો છે પણ હવે એમના લગ્નજીવનમાં તોફાન આવી ગયું છે. 31 મેના રોજ નિશાએ પોતાના પતિ વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી એ પછી એમના પતિ કરણને પોલીસે અરેસ્ટ કરી લીધા હતા. જો કે કરણને 1 જૂનના રોજ જામીન મળી ગયા. જામીન મળ્યા પછી કરણે પત્ની દ્વારા લગાવેલા આરોપોનું ખંડન કર્યું, હવે બંનેના  સંબંધમાં ડિવોર્સની સ્થિતિ આવી ગઈ છે.

શ્વેતા તિવારી.

Shweta Tiwari
image source

રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા પછી શ્વેતા તિવારી શારીરિક અને ઘરેલું હિંસાનો શિકાર થઈ હતી એ પછી એક્ટ્રેસે એમની સાથે ડિવોર્સ લઈ લીધા, બન્નેને એક દીકરી પણ છે જેનું નામ પલક તિવારી છે. પહેલા પતિ સાથે ડિવોર્સ લીધા પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા પણ અફસોસ એમના બીજા લગ્ન પણ વધુ ન ટકી શક્યા શ્વેતાએ પોતાના પતિ પર માનસિક ત્રાસ અને મારપીટનો આરોપ લગાવ્યો. બન્નેને એક દીકરો પણ છે.

રશ્મિ દેસાઈ.

Rashmi Desai
image source

એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ સિરિયલ ઉતરનના કોસ્ટાર નંદીશ સંધુ સાથે લગ્ન કર્યા હતા પણ એમનો સંબંધ વધુ દિવસ સુધી ન ચાલ્યો. એટલે એક્ટ્રેસે ડિવોર્સ માટે અરજી કરી દીધી. એક ઇન્ટરવ્યૂમાં રશ્મિએ નંદીશ સંધુ સાથે પોતાના સંબંધને અપમાનજનક કહ્યો હતો. રશ્મિને કહેવા અનુસાર એ નંદીશને પ્રેમ કરતી હતી અને પોતાના સંબંધને સફળ બનાવવા માંગતી હતી પણ એમનો સંબંધ ન ચાલી શક્યો અને બન્નેના ડિવોર્સ થઈ ગયા.

દલજીત કૌર.

Daljit Kaur
image source

બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ દલજીત કૌરે લગ્નના 6 વર્ષ પછી પોતાના પતિ શાલીન ભનોટને ડિવોર્સ આપ્યા. એક્ટ્રેસે પોતાના પતિ પર 6 વર્ષના લગ્નજીવનમાં માનસિક ત્રાસ અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો. એ સાથે જ એક્ટ્રેસે પોતાના પતિ વિરુદ્ધ દહેજ માંગવા અને હત્યાની કોશિશ કરવાનો આરોપ લગાવી કેસ નોંધાવ્યો. કપલને એક દીકરો પણ છે જે દલજીત સાથે રહે છે.

વાહબીઝ દોરાબજી.

Vahbiz Dorabji
image source

વાહબીઝ દોરાબજીએ એકટર વિવિયન ડિસેના સાથે લગ્ન કર્યા હતા. પણ લગ્નના ત્રણ વર્ષ પછી એમના સંબંધમાં તિરાડ પડવા લાગી. વાહબીઝે પોતાના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ પણ લગાવાયો હતો એ પછી બંનેનાં ડિવોર્સ થઈ ગયા. જો કે વાહબીઝને વિવિયન પાસે એલીમની માંગવાના કારણે ઘણું ટ્રોલ પણ કરવામાં આવી હતી. જો કે બન્ને હવે પોતપોતાની જિંદગીમાં આગળ વધી ગયા છે.

મંદના કરીમી..

Mandana Karimi
image source

બિગ બોસની કન્ટેસ્ટન્ટ મંદના કરીમીએ પતિ ગૌરવ ગુપ્તા સાથે પોતાના સંબંધને લગ્નના થોડા સમયમાં જ ખતમ કરી દીધો હતો. મોડલ મંદના કરીમી એક્ટિંગની દુનિયામાં નામ કમાવવા માટે ભારત આવી હતી અને વર્ષ 2016માં એમની મુલાકાત ગૌરવ સાથે થઈ હતી, એ પછી બંનેએ વર્ષ 2017માં લગ્ન કરી લીધા. લગ્ન પછી મંદનાએ આરોપ લગાવ્યો કે એમના પર પોતાનું કરિયર છોડવાનું દબાણ કરવામાં આવે છે અને એમને સાસરીમાં પ્રવેશ ન આપવામાં આવ્યો. એ સાથે જ એક્ટ્રેસે સાસરિવાળા પર અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *