નીતુ કપૂરે ખોલ્યું ઋષિ કપૂર સાથે જોડાયેલું મોટું રહસ્ય, જે જાણીને નેહા કક્કરને પણ આવી ગયા ચક્કર

થોડા દિવસ પહેલા જ નીતુ કપૂર ઇન્ડિયન આઇડલ 12માં આવી હતી. એ દરમિયાન નિતુએ ઋષિ કપૂર વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. નિતુએ સાથે સાથે ઋષિ કપૂર સાથે જોડાયેલું એક રહસ્ય પણ ખોલ્યું.

image source

વાત જાણે એમ હતી કે શનમુખપ્રિયાએ એક મેં ઓર કે તું ગીત ગયું. એમનું પરફોર્મન્સ પત્યું એ પછી બધા નિતુના વખાણ કરવા લાગ્યા કે એમને આ ગીતમાં ઋષિ કપૂર સાથે ખૂબ જ સરસ ડાન્સ કર્યો હતો. ત્યારે નિતુએ જણાવ્યું કે ઋષિ કપુર ખૂબ જ ખરાબ ડાન્સ કરે છે. નિતુએ કહ્યું કે ” એ શૂટ દરમિયાન અમે સ્ટુડિયોમાં શૂટ કરી રહ્યા હતા અને ઋષિ કપૂર જરા પણ સારો ડાન્સ નહોતા કરતા, એ વારંવાર પ્રેક્ટિસ કરતા. ગરમીમાં હાલત ખરાબ થઈ ગઈ હતી. એ ફેસના એક્સપ્રેશન સારા રાખતા હતા. ઉપરની બોડી ડાન્સ કરતી હતી પણ એમના પગ નહોતા ચાલતા. તો એ ખૂબ જ ખરાબ ડાન્સર છે. જો કે જ્યારે તમને એમને સ્ક્રીન પર જુઓ છો તો તમે એમના ઉપરથી નજર નથી હટાવી શકતા”

ઋષિએ આપી હતી દિલની ચાવી.

image source

શોમાં દિવાર ફિલ્મનો એક સીન બતાવવામાં આવ્યો જેમાં નીતુ અને શશી કપૂર સાથે દેખાઈ રહ્યા હતા. આ સીનમાં નિતુના ગળામાં એક ચાવીનું પેંડેન્ટ હતું. એ વિશે નિતુએ જણાવ્યું કે આ સીનમાં જે પેનેડેન્ટ છે એ મને મિસ્ટર કપૂરે આપ્યું હતું અને કહ્યું હતું કે હવે તારું દિલમે લોક કરી દીધું છે જેની આ ચાવી છે.

કેવી રીતે લીધો લગ્નનનો નિર્ણય.

image source

વિશાલ શેખરે કહ્યું કે તમર જ્યારે તમારા કરિયરમાં પિક પર હતા ત્યારે તમે ફિલ્મોથી દૂર જઈને લગ્ન કરવાનો નિર્ણય લીધો તો શું થયું હતું એ સમયે? એ વિશે નિતુએ જણાવ્યું કે બાળપણમાં મને પોપ્યુલરિટી મળી ગઈ હતી તો હું ફેમની પાછળ નહોતી ભાગતી. હું જોબની જેમ કામ કરતી હતી. પછી જ્યારે મેં લગ્નનો નિર્ણય લીધો તો બધાની સાઇનિંગ અમાઉન્ટ પાછી આપી દીધી અને બધાને નોટિસ આપી કે હું લગ્ન કરી રહી છું અન એ પછી હું કોઈ કામ નહીં કરું. પછી બધાએ પોતપોતાના પ્રોજેક્ટ્સ જલ્દી જ પુરા કરી દીધા.

ફિલ્મો છોડવાનો નથી રહ્યો અફસોસ.

image source

નેહા કકકરે નીતુ કપૂરને પૂછ્યું કે લગ્ન પછી તમે ફિલ્મો છોડી દીધી જતી તો શું તમેં ક્યારેય એક્ટિંગને મિસ ન કર્યું? એ વાત પર નિતુએ જવાબ આપ્યો કે લગ્ન પછી બાળકો થઈ ગયા હતા અને હું એમની સાથે બીઝી થઈ ગઈ હતી. એમની સાથે સમય ક્યાં જતો ખબર જ નહોતી પડતી તો એવામાં ક્યારેય કામ પર પરત ફરવા વિશે વિચારવાનો પણ સમય ન મળ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *