Solar Eclipse 2021: સૂર્યગ્રહણ સમયે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો વેઠવું પડશે નુકસાન

સૂર્યગ્રહણના દિવસે રિંગ ઓફ ફાયર જોવા મળશે. આ દિવસે ચંદ્રમાની છાયા સૂર્યની છાયાને સંપૂર્ણ રીતે ઢાંકી શકશે નહીં તો સૂર્ય એક ચાંદીની જેમ ચમકતો હોય તેવો અને વલયાકારમાં જોવા મળશે. આ કારણ છે કે તેને વલયાકાર ગ્રહણ પણ કહેવામાં આવે છે.

image source

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 10 જૂનના રોજ યોજાવવા જઈ રહ્યું છે. આ પૂર્ણ સૂર્યગ્રહણ છે. આ દિવસે શનિજયંતિનો યોગ પણ બની રહ્યો છે. અમાસના દિવસે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણની સ્થિતિ બને છે. આ સમયે ચંદ્રમાની છાયા સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી લે છે. ત્યારે તે પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય છે. પણ જ્યારે ચંદ્રમાની છાયા સૂર્યની છાયાને ઢાંકી શકતી નથી તો સૂર્ય એક ચાંદીની જેમ વલય આકારમાં જોવા મળે છે. આ માટે તેને વલયાકાર ગ્રહણના નામે પણ ઓળખવામાં આવે છે. સૂર્યગ્રહણના દિવસે રિંગ ઓફ ફાયર જોવા મળશે. ભારતમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. આ માટે આ સમયે સૂતક કાળ માન્ય રહેશે નહીં. તો જાણો આ સૂર્યગ્રહણના દિવસે એટલે કે 10 જૂને કોણે કયા કામ કરવાનું ટાળવું જોઈએ.

image source

સૂર્યગ્રહણના સૂતક કાળમાં કોઈ સૂમસામ જગ્યાએ જવું નહીં. કેમકે આ સમયે નકારાત્મક શક્તિઓ ખૂબ જ પ્રભાવી રીતે કામ કરે છે. સૂર્યગ્રહણનો સૂતક કાળ આરંભ થયા બાદ તમે ભૂલથી પણ કંઈ ખાશો નહીં.

image source

સૂર્યગ્રહણને નગ્ન આંખે જોવાની ભૂલ કરવી નહી. તેનાથી તમારી આંખોને નુકસાન થવાનો ડર રહે છે.

સૂર્યગ્રહણના સમયે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો નહીં. માન્યતા છે કે આમ કરવાથી મૂર્તિઓ દૂષિત થાય છે.

image source

સૂર્યગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ જમવાનું બનાવવાનું કોઈ કામ કરવું નહીં અને સાથે સોય દોરાનો પણ પ્રયોગ કરવાનું ટાળવું યોગ્ય માનવામાં આવે છે.

image source

ગ્રહણનું સૂતક લાગે ત્યારે કોઈ પણ શુભ કામની શરૂઆત કરવી નહીં. જો આ ભૂલ કરશો તો તમને શુભ કામનું નકારાત્મક પરિણામ મળશે.

ક્યારે યોજાશે ગ્રહણ અને કઈ રાશિના લોકોને કરશે સૌથી માઠી અસર

આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 10 જૂન ગુરુવારે બપોરે 1.42 મિનિટથી સાંજે 6.41 મિનિટનો રહેશે. ભારતમાં આ આંશિક ગ્રહણ હશે. તેમાં સૂતક કાળ માન્ય રહેશે નહીં. આ સિવાય જ્યોતિષના આધારે માનવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણની સૌથી વધારે અસર વૃષભ રાશિના લોકોને થઈ શકે છે.