પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ છોકરી આસિસ્ટન્ટ કમિશ્નર બની, વ્યવસાયે MBBS ડોક્ટર પણ છે, જાણો સના રામચંદ કોણ છે?

પાકિસ્તાન દેશ સામાન્ય રીતે ભારત સાથેની તકરાર અને ત્યાંના શાસનને લઈને ચર્ચામાં રહે છે. ભારતમાં તો તેની ચર્ચા સૌથી વધુ યુદ્ધ વિરામના ભંગ માટે જ થાય છે. પરંતુ આ વખતે દુનિયાભરમાં પાકિસ્તાનની ચર્ચા એક એવી બાબત માટે થઈ રહી છે જેને જાણી સૌને નવાઈ લાગે છે.

image source

પાકિસ્તાનમાં ઉચ્ચ પદો પર સામાન્ય રીતે પુરુષ અધિકારીઓ જ નિયુક્ત હોય છે પરંતુ પહેલીવાર એક યુવતી પાકિસ્તાનમાં આસિસ્ટન્ટ કમિશ્નર બની છે. અહીં ખાસ વાત એ છે કે આ યુવતીનો ધર્મ હિંદુ છે. જી હાં પાકિસ્તાનમાં એક હિંદુ યુવતી આસિસ્ટન્ટ કમિશ્નર બની તે વાતની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.

image source

પાકિસ્તાનની પહેલી હિંદુ આસિસ્ટન્ટ કમિશ્નર યુવતીનું નામ છે સના રામચંદ. આ પદ સુધી પહોંચવા માટે તેણે સેન્ટ્રલ સુપીરિયર સર્વિસની પરીક્ષા પાસ કરી છે. ત્યારબાદ તે પાકિસ્તાન પ્રશાસનિક સેવામાં થઈ. આ પરીક્ષા પાકિસ્તાનની સૌથી મોટી પરીક્ષા માનવામાં આવે છે. જણાવી દઈએ કે પાકિસ્તાનની નવનિયુક્ત આસિસ્ટન્ટ કમિશ્નર સના વ્યવસાયે એમબીબીએસ છે. એટલે કે એક ડોક્ટર હવે પાકિસ્તાનની આસિસ્ટન્ટ કમિશ્નર પણ બની છે.

image source

સના જે સીએસએસની પરીક્ષા પાસ કરી આ પદ સુધી પહોંચી છે તે ખુબ જ મુશ્કેલ પણ હોય છે. આ વર્ષે તેમાં 18,000થી વધુ ઉમેદવારો જોડાયા હતા પરંતુ આ પરીક્ષા પાસ કરનાર માત્ર 221 ઉમેદવારો જ હતા. આ પદ સુધી પહોંચ્યા બાદ સનાએ એક મુલાકાતમાં સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તે ખૂબ ખુશ છે. તેણે ઉમેર્યું હતું કે નાનપણથી દરેક જગ્યાએ સફળ થવું તે તેની લાલસા હતી અને હવે સફળ થવું તે તેની આદત બની ચુકી છે. તે અત્યાર સુધીની પરીક્ષાઓમાં ટોપ કરી ચુકી છે.

image source

સના સિંધ પ્રદેશના શિકારપુર નામના જિલ્લાની રહેવાસી છે. તેણે અહીંથી જ એમબીબીએસ કર્યું હતું. તે હાલ પણ અભ્યાસ કરે છે. તે એફસીપીએસનો અભ્યાસ કરી રહી છે. આ અભ્યાસ પૂર્ણ કરી તે સર્જન બનવા જઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં છેલ્લા 1998માં થયેલી વસ્તી ગણતરી અનુસાર અહીં કુલ વસ્તુ 13.23 કરોડ હતી. તેમાંથી 1.6 ટકા એટલે કે 21.11 લાખની હિંદુની વસ્તી છે.