Site icon News Gujarat

આ છે સુરત ‘આપ’નો ગ્લેમર ચહેરો, સૌથી નાના કોર્પોરેટર તરીકે ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં કામ કરેલી પાયલનો દબદબો

હાલમાં જ ગુજરાતમાં 6 મનપાની ચૂંટણી અને મતદાન પૂરુ થયું અને રાજકારણીઓ શાંત પડ્યા છે. હવે જીતેલા નેતાઓ જશ્ન મનાવી રહ્યા છે તો હારેલા નીમાણાં મોઢે ઘરમાં પુરાઈ ગયા છે. ત્યારે આજે વાત કરવી છે એક એવા જીતેલા નેતાની કે જે હજુ યુવાન છે અને તેની ઉમર સૌથી નાના નેતાઓમાં ગણવામાં આવી રહી છે. આખું ગુજરાત જાણે છે એમ કે ભાજપે બધે જ ભગવો લહેરાવ્યો છે પણ સુરતના પરિણામોએ બધાને ચોંકાવી દીધાં છે અને ખાસ કરીને કોંગ્રેસ માટે વધુ ફટકારૂપ છે. અહીં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે.

image source

વધાવે વિગતે વાત કરીએ તો આમ આદમી પાર્ટીની 27 બેઠક પર જીત થઈ છે, જેમાં સૌથી નાની ઉંમર એટલે કે 22 વર્ષીય પાયલ સાકરિયા વોર્ડ નં-16માં જીત મેળવી કોર્પોરેટર બની છે. એમાં પણ વિશેષ વાત એ છે કે ભાજપના પ્રતિસ્પર્ધીને પાયલ સાકરિયાએ આખા 9669 મતની લીડથી હરાવીને વિજય હાંસલ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પાયલ ગુજરાતી અને હિન્દી આલ્બમમાં અને ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. પાયલ સાકરીયા અત્યાર સુધીમાં 50 કરતાં વધુ આલ્બમમાં કામ કર્યું છે. હિન્દી અને ગુજરાતી બંન્ને આલ્બમોમાં તેણી કામ કર્યું છે. તેમણે એક મૂવીમાં પણ પોતે અભિનેત્રી તરીકે કામ કર્યું છે.

image source

જો કે 2020ની શરૂઆતમાં જ કોરોના આખા ગામને નડ્યો એમ પાયલ પણ તેનો ભોગ બની અને લોકડાઉનના કારણે તે મૂવી રીલીઝ થઇ શકી નથી. ગુજરાતી મૂવીમાં તેમણે પોતાનો અભિનય આપ્યો છે. થોડા દિવસો બાદ ગુજરાતી મોટા બેનરની ફિલ્મમાં પણ તેઓ કામ કરે તેવી શક્યતા છે, તે બાબતે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સાથે વાત અંતિમ તબક્કામાં છે. જો પાયલ વિશે વાત કરવામાં આવે તો પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર હતી. તેની ઉંમર માત્ર 22 વર્ષ છે. સૌથી ખાસ વાત એ છે કે તે સુરત શહેરના સૌથી ઓછી વયની ઉમેદવાર હતી. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે.

image source

પાયલના રહેણાંક અને પરિવાર વિશે વાત કરીએ તો પાયલ પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેની પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં છે. પાયલ જીતી ત્યારે કેવા પ્રકારનો માહોલ હતો એના વિશે પણ જો વાત કરીએ તો માત્ર 22 વર્ષીય પાયલ સાકરિયા જ્યારે પોતાની સોસાયટીમાં પહોંચી ત્યારે તેનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સોસાયટી અને પરિવારના લોકો ઢોલ-નગારાં સાથે તેનું સ્વાગત કરવા માટે હાજર હતા.

પોતાની આટલી ભયંકર જીત અંગે વાત કરતાં પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે હું મારા વિસ્તારમાં ખૂબ સારાં કામ કરીશ. મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા બાદ સોસાયટી ખાતે પહોંચેલી પાયલ સાકરિયાએ પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતા. પરિવારના લોકોએ મીઠાઈ સાથે તેનું સ્વાગત કર્યું હતું. તો વળી બીજી તરફ સુરત મનપામાં આપને મળેલી સફળતા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે નવી રાજનાતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી અભિનંદન.

image source

ઉલ્લેખનીય છે કે સુરત મનપાની 120 બેઠકોમાંથી અત્યારસુધીમાં 27 બેઠકો પર કબજો કરી આપ મુખ્ય વિરોધપક્ષ તરીકે સામે આવી છે. ઘણા વોર્ડમાં તો આપના ઉમેદવારોએ 10થી 20 હજારની લીડ મેળવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલી લીડ ઘણી મોટી કહી શકાય. જો ચૂંટણીના માહોલ વિશે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવાર જીત્યા હોવાની ખુશી કાર્યકરોના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ જીતની ખુશી કેક કાપીને ઊજવી હતી, જેમાં વિજેતા ઉમેદવારોમાં સુરતના વોર્ડ નંબર 16ની માત્ર 22 વર્ષીય પાયલનો પણ સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version