પ્રિયંકાનો બંગલો છે આલિશાન, તસવીરોમાં ખાસ જોજો રૂમમાં મુકેલા સોફા, જે જોતાની સાથે જ તમે બોલી ઉઠશો WOW!

મિત્રો, પ્રિયંકા ચોપડા એ પ્રવર્તમાન સમયમા ફિલ્મજગતની એક નામચીન અભિનેત્રી બની ચુકી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આજે તેની એક વિશેષ ઓળખ બની છે. તે પ્રવર્તમાન સમયમા અનેકવિધ હોલીવુડ સિરીઝ અને ફિલ્મોમા જોવા મળી ચુકી છે. ગયા વર્ષે જોધપુરના ઉમેદ ભવનમા પ્રિયંકા અને નિક જોનસના ખુબ જ શાહી અને ભવ્ય રીતે વિવાહ આયોજિત કરવામા આવ્યા હતા.

image source

આ અભિનેત્રીના વિવાહ ખ્રિસ્તી અને હિન્દુ રિવાજો મુજબ થયા હતા. તમને જણાવી દઈએ કે, નિક જોનસ એ અમેરિકાના ખુબ જ પ્રખ્યાત પોપ સિંગર છે. તાજેતરમા જ સોશિયલ મીડિયા પર આ બંનેના લગ્નના વિડિયોઝ અને ફોટોસ ખુબ જ ભારે પ્રમાણમા વાઈરલ થયા હતા.

image source

આ બંને જ્યારે વિવાહના પવિત્ર બંધને જોડાયા ત્યારથી જ પ્રિયંકા કોઈક ને કોઈક કારણસર સમાચારોમા બની રહેતી. હાલ, થોડા સમય પહેલા જ પ્રિયંકા તેના સસુરાલ લોસ એન્જલસ પરત આવી છે. જેવી તે પોતાના સાસરીયે પહોંચી તેણીએ તેની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી.

તેણે પોતાની આ સેલ્ફી નીચે ‘સ્વીટ હોમ’ કેપ્શન આપ્યુ હતુ. તેણીના ચાહકોને તેની આ તસવીર ખૂબ જ ગમી હતી. તેની સાથે જ તેણીના ચાહકો તેમના સાસરિયાના ઘરની અંદરની તસવીરો જોવા માટે ખુબ જ ઉત્સુક અને આતુર હતા. આજના આ લેખમા આપણે તેણીના સાસરાના ઘરના અમુક ફોટોસ વિશે માહિતી મેળવીશુ.

image source

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, પ્રિયંકા સાથે લગ્ન કર્યા તે પહેલા નિકે આ ઘરની ખરીદી કરી હતી. આ લક્ઝરિયસ બંગલાની તસ્વીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે. જેમ તમે આ ફોટોસમા જોઈ શકશો કે, પ્રિયંકા અને નિકનુ ઘર એકદમ સરળ અને ભવ્ય છે. તેમનુ ઘર તે બંનેના વ્યક્તિત્વ સાથે ખૂબ જ મેળ ખાય છે.

image source

પ્રિયંકાનુ સાસરિયાનુ ઘર એ લોસ એન્જલસની બ્રૂઅરી હિલ્સમા સ્થિત છે. આ ઘર જેટલુ મૂલ્યવાન અને એટલુ જ ભવ્ય છે. તેની ભવ્યતા વિશે આપણે કોઈપણ પ્રકારના તર્ક-વિતર્ક લગાવી શકતા નથી અથવા તો તેની ભવ્યતાને આપણે કોઈ શબ્દોમા પણ વર્ણવી શકતા નથી, તે અમુલ્ય છે.

મીડિયા તરફથી મળતી માહિતીઓ મુજબ આ મકાનનુ મુલ્ય ૬.૫ મિલિયન ડોલર એટલે કે ૪૫ કરોડ રૂપિયા છે. આ લક્ઝરિયસ બંગલામા પાંચ બેડરૂમ, ચાર બાથરૂમ અને એક સુંદર એવુ સ્વિમિંગ પૂલ છે. ઘરમા ઘણી બધી હરિયાળી પણ છે અને સૌથી સારી વાત એ છે કે, આ ઘર શહેરના શોર-બકોરથી ઘણુ દૂર પણ છે.

image source

પ્રિયંકાના સાસરિયાના આ ઘરને જોઇને તમને એમ લાગશે કે, તમે કોઈ ફાઈવ સ્ટાર હોટેલમા આવી ગયા છો. જો કામની વાત કરીએ તો તાજેતરમાં જ પ્રિયંકા ફરહાન અખ્તર, ઝાયરા વસીમ સ્ટારર ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું શૂટિંગ પૂરુ થયુ છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ આ ફિલ્મ આ વર્ષે ૧૧ ઓક્ટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *