છેક હવે થયો મોટો ઘટસ્ફોટ, લગ્નના દિવસે બની હતી પ્રિયંકા સાથે આ દુર્ઘટના, આજે પણ ભોગવી રહી છે પરિણામ

લગભગ બધા જ લોકોના જીનમાં લગ્ન દરમિયાન કંઈ અકસ્માત થયો હોય અને જેના કારણે આજ સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તેવું ઘણી વખત થતું હોય છે .અહીં પ્રિયંકા ચોપરાના પણ કઈક આવા જ અનુભવની વાત કરવામાં આવી છે. આ કિસ્સૉ તમારા કરતા થોડો જુદો હોઈ શકે છે.

image source

પ્રિયંકાએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કરેલ ખુલાસાની વાત કરવામાં આવી રહી છે. તેણે જણાવ્યું કે લગ્નના દિવસે તેના ડ્રેસને કારણે ગળામાં દુખાવો થઈ રહ્યો હતો, જેની પીડા આજે પણ તે અનુભવી રહી છે.

image source

તેના લગ્ન વિશે તમે જાણતા જ હશો કે પ્રિયંકાએ લગ્નના દિવસે 75 ફૂટ લાંબી મખમલ વેલ પહેર્યું હતું, જેનો દુખાવો હજી પણ તેણીને સતાવી રહ્યો છે. લગ્નના ડ્રેસને કારણે પ્રિયંકાની ગળામાં સખત દુઃખાવો થઈ રહ્યો હતો. તાજેતરમાં જ જોવા મળ્યું કે, બોલિવૂડની સૌથી શક્તિશાળી અભિનેત્રીઓમાંની એક પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પોતાનું પુસ્તક અનફિનિશ્ડ લોન્ચ કર્યું છે, જેમાં તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પ્રિયંકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે કેવી રીતે તેના લગ્નના પહેરવેશ અને તેના માટે તેણે લગ્ન સમયે પડેલ મુશ્કેલી વિશે વાત કરી. તેણે જણાવ્યું કે, આજ સુધી તે પહેરવેશથી થયેલો માથાનો દુખાવો ભોગવી રહી છે અને પ્રિયંકા 2 વર્ષથી આવી રીતે પીડાઈ રહી છે.

image source

ડિસેમ્બર 2018માં, પ્રિયંકાએ જોધપુરના ઉમેદભવન પેલેસમાં અમેરિકન ગાયક નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા અને આ કપલ વિશ્વમાં વકણાયું હતું. પ્રિયંકા અને નિકના આ લગ્ન હિંદુ અને ખ્રિસ્તી રિવાજોથી થયાં હતાં. જો પ્રિયંકાના લગ્ન વિશે વાત કરીએ તો, લગ્નમાં હિન્દુ રિવાજ મુજબ લાલ લહેંગો પહેરેલી જોવા મળી હતી અને તે જ સમયે, તેણે ક્રિશ્ચિયન લગ્નમાં સફેદ ડ્રેસ પહેર્યો હતો, જે લગભગ 75-ફુટ લાંબો હતો. આ ડ્રેસ પહેરીને પ્રિયંકાની ડોક તૂટી ગઈ હતી. જેનાથી પ્રિયંકા આજે પણ પીડાથી ઝઝૂમી રહી છે.

image source

પ્રિયંકાએ ઇન્ટરવ્યૂમાં વિશેષ જણાવ્યું હતું કે તેણે પહેરેલ મખમલી પોશાક લગભગ 75 ફૂટ લાંબો અને ખૂબ ભારે પણ હતો. તેનો આગળનો ભાગ પ્રિયંકાના વાળ સાથે જોડાયેલ હતો, જેના કારણે તેની ડોક અકળાય ગઈ હતી અને આજે પણ દુખી રહી છે.

image source

પ્રિયંકા ચોપડા જોનાસ અને નિક જોનાસના લગ્નને હવે બે વર્ષ કરતાં પણ વધારે થઈ ગયા છે. લગ્નની બીજી એનિવર્સરી પર બંનેએ સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ પોસ્ટ લખી હતી. આ સાથે જ દુનિયાભરના તેમના ચાહકો અને શુભેચ્છકોએ પણ આ દિવસ પર તેમની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પર બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપડા અને નિક ખૂબ જ એક્ટિવ રહે છે. આ ખાસ પ્રસંગે બંનેને એકબીજા માટે સ્પેશિયલ પોસ્ટ શેર કરીને પોતાની ફિલિંગ્લ સામે રાખી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!