પ્રિયંકા ચોપરાના આ પિંક જેકેટ લોકોને કરી દીધા જોતા, કિંમત જાણીને તમારી આંખો પણ થઇ જશે પહોળી

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં જ આયોજિત થયેલ BAFTA એવોર્ડ, 2021 માં એક પ્રેજેન્ટર તરીકે હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરા પોતાની એક્ટિંગ સિવાય પોતાના આઉટફિટ માટે પણ આયે દિવસ ચર્ચાનો વિષય બની રહેતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ British Academy of Film and Television Awardsમાં પણ ખુબ જ યુનિક આઉટફિટ પહેર્યું હતું જેના ફોટોસ પ્રિયંકા ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા.

image source

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એક યુનિક જેકેટ પહેર્યું હતું જેમાં તેમણે પોતાનો ફોટોશુટ કરાવ્યો હતો. આ જેકેટમાં પ્રિયંકા ચોપરાના ફોટોસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ ગયા છે. અભિનેત્રી પ્રિયંકાની સાથે નિક જોનાસ પણ આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા. જો કે, નિક જોનાસ બ્લેક આઉટફિટમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાની સાથે જોવા મળ્યા હતા.

image source

BAFTA એવોર્ડ્સ, 2021 રોયલ એલબર્ટ હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો અને આ આખા ઇવેન્ટ માટે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કુલ બે આઉટફિટ લીધા હતા. પહેલા અપીયરન્સ માટે પ્રિયંકા ચોપરાએ પૂરી રીતે બ્લેક આઉટફીટમાં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ ડચ ફેશન ડીઝાઈનર રોનાલ્ડ વૈન ડેર કેમ્પની સિલ્ક જેકેટ પહેરી હતી. ફૂલ સ્લીવ ધરાવતી આ જેકેટમાં ડીપ નેકલાઈન રાખવામાં આવી હતી જે ખુબ જ કમાલની લાગી રહી હતી.

image source

જે વસ્તુ આ જેકેટને વધારે ખાસ બનાવી રહી હતી તે હતી હાથથી બનાવવામાં આવેલ એક મોતીઓથી સજાવેલ ખુબસુરત પતંગિયું. પ્રિયંકાએ એક ડીપ બ્લેક સ્કર્ટની સાથે આ જેકેટ પહેરી હતી. જ્યાં સુધી સેકન્ડ અપીયરન્સની વાત કરીએ તો પ્રિયંકા ચોપરાએ મૈડારીન કોલર ધરાવતી હોટ પિંક જેકેટ ઇવેન્ટના રાતના સમયના ખાસ ભાગ માટે પહેરી હતી.

image source

આ જેકેટનો ફ્રંટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને ફ્લાવર એમ્બ્રોઇડરી ધરાવતી આ જેકેટની સાથે પ્રિયંકાએ હેરમ ટ્રાઉઝર્સ પહેર્યું હતું. આ આઉટફિટ સ્પૈનિશ લેબલ પર્ટેગાજ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યું હતું. પ્રિયંકાએ આ જેકેટની સાથે એક બીડેડ નેક્પીસ અને ઈયરરિંગ્સ અને ફિંગરરિંગ્સ પણ પહેરી હતી જે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

image source

અભિનેત્રી પ્રિયંકા ચોપરાના આ બંને લુકમાં પોતાની ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે જે ફેન પેજીસ પર આ ફોટોસને ખુબ જ શેર કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી પ્રિયંકા ચોપરાની આ કમાલની હોટ પિંક જેકેટની વાત કરીએ તો જો આપ ઈચ્છો તો આપ પણ આ જેકેટ ખરીદી શકો છો.

image source

જો કે, આ કમાલના જેકેટ માટે આપને અંદાજીત ૩૯૧૫ યુરો ચૂકવવાના રહેશે એટલે કે, ભારતીય ચલણ મુજબ આપને અંદાજીત ૩,૫૨,૦૭૫.૦૩ રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યાં સુધી પ્રિયંકા ચોપરાના વર્કફ્રંટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા જલ્દી જ ‘Text For You’માં કામ કરતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *