ગુજરાતી યુવતી પર પ્રિયંકા ચોપરાના ભાઈનું દિલ ફિદા થઈ ગયું, ગ્લેમરસ નીલમ ઉપાધ્યાય વિશે જાણીને ચોંકી જશો

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ અવાર નવાર ચર્ચામાં આવતો રહે છે. ત્યારે હાલમાં પણ એક વાતને લઈ ચર્ચામાં આવ્યો છે અને તેનું ગુજરાત સાથે સીધું કનેક્શન છે. આ પહેલા 2019માં ઈશિતા કુમાર સાથે લગ્ન કરવાનો હતો. લગ્નની બધી જ તૈયારીઓ થઈ હતી અને પ્રિયંકા ભાઈના લગ્નમાં સામેલ થવા મુંબઈ આવી ગઈ હતી. જોકે, છેલ્લી ઘડીએ સિદ્ધાર્થ અને ઈશિતાના લગ્ન ફોક કરવામાં આવ્યા હતા. જેનું કારણ આજ સુધી અકબંધ છે. ત્યારે હવે વાત સામે આવી રહી છે કે પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના સંબંધો ગુજરાતી યુવતી નીલમ ઉપાધ્યાય સાથે છે.

image source

હાલમાં પરિસ્થિતિ એવી છે કે બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. આ સમયે બંને સાથે હોવાનું પણ કહેવામાં આવે છે. નીલમ ઉપાધ્યાય મૂળ ગુજરાતી છે. તેનો જન્મ ગુજરાતમાં થયો છે. નીલમે સાઉથ ઇન્ડિયન ફિલ્મથી કરિયરની શરૂઆત કરી છે માટે ખુબ ઓછા લોકોને ખબર છે કે નીલમ ગુજરાતી છે. 5 ઓક્ટોબર, 1993માં ગુજરાતમાં જન્મેલી નીલમ ઉપાધ્યાયના પરિવારમાં માતા, ભાઈ-ભાભી-ભત્રીજો તથા બહેન પણ છે. જો કે હાલમાં નીલમ માને છે કે દરેકને બોલિવૂડમાં કામ કરવું હોય છે, પરંતુ તેના માટે બોલિવૂડ પ્રાયોરિટી નથી. તે કોઈ પણ ભાષાની સારી ફિલ્મમાં કામ કરવા માગે છે.

image source

જો નીલમના કરિયર વિશે વાત કરવામાં આવે તો નીલમ ઉપાધ્યાય મુંબઈમાં મોટી થઈ છે. તેણે મુંબઈની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે.

image source

તેમના ફિલ્મી કરિયર વિશે માહિતી મળી રહી છે કે 2010માં નીલમે સાઉથ ફિલ્મ ‘સેવથુ સરીયે’થી એક્ટિંગ ફિલ્ડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ કેટલાંક કારણોસર ક્યારેય બની નહીં. ત્યારબાદ નીલમે MTVના શો ‘સ્ટાઇલ ચેક’માં કામ કર્યું હતું. આ શો બાદ નીલમને વિવિધ ફિલ્મની ઑફર મળી હતી.

image source

આ જ અરસામાં આગળ વાત કરવામાં આવે તો 2012માં નીલમે તેલુગુ ફિલ્મ ‘મિસ્ટર 7’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે તેલુગુ ફિલ્મ ‘3D’, તમિળ ફિલ્મ ‘ઉન્નોડુ ઓરુ નાલ’ તથા હિંદી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ની તમિળ રિમેકમાં જોવા મળી હતી. એક ઇન્ટરવ્યૂમાં નીલમે કહ્યું હતું કે એ ખોટી વાત છે કે સાઉથમાં નોર્થ ઇન્ડિયન એક્ટ્રેસિસ સાથે ભેદભાવ કરવામાં આવે છે. અહીંયા બધા પરિવારની જેમ કામ કરે છે. ત્યારે હવે આ રીતે ગુજરાત કનેક્શન નીકળતા નીલમ પણ ગુજરાતમાં ફરી એકવાર ચર્ચામાં આવી છે.