Site icon News Gujarat

પ્રિયંકાની પતિ નિક જોનાસ સાથે એવી તસવીર વાયરલ થઈ કે જે જોઈને ભલાભલા ફેન્સ મદહોશ થઈ ગયાં

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ થોડા કલાક પહેલા સોશિયલ મીડિયા પર એક થ્રોબેક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે બીચની સાથે બીનબેગ પર સુતેલી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતી વખતે તેણે પોતાના સપના વિશે જણાવ્યું હતું. ઓપેરા વિનફ્રેને એક અદભૂત ઇન્ટરવ્યૂ આપ્યા પછી પ્રિયંકા ચોપરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે અને પોતાનાં ફેનને સન્ડે ગુડ મોર્નિંગ કહ્યું હતું.

આ તસવીરમાં જોતાં જણાય છે કે તે બીચ પર સનબાથ લઈ રહી છે. આ પ્રિયંકાની થ્રોબેક તસવીર છે. આ ફોટો સાથે તેણે પોતાનાં મનમાં ચાલતી વસ્તુઓ પણ લખી છે. પ્રિયંકાની આ તસવીર વેકેશન દરમિયાનની છે. આ તસવીર શેર કરતા તેણે લખ્યું હતું કે “હું આઇલેન્ડમાં મારા પતિ નિક જોનાસ સાથે એક નાવ ચલાવવાનું સપનું જોઉં છું ” તેણે હેશટેગ થ્રોબેક 2019 લખ્યું અને તેણે હાર્ટવાળા ઇમોજી અને બીચના ઇમોજી પણ શેર કર્યા છે. એટલે કે, આ તસવીર વર્ષ 2019ની છે એ એના પરથી નક્કી થઈ ગયું.

image source

આ સાથે પ્રિયંકા ચોપરાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વિશે પણ વાત થઈ રહી છે જેમાં પ્રિયંકા રીલેક્સ મોડમાં દેખાઈ રહી હતી. આ તસવીરમાં જોઈ શકાય છે કે પ્રિયંકા ચોપડા ત્યાં રાખેલી બીનબેગ પર આરામ કરી રહી છે. તેનો પતિ નિક જોનાસ તેની ખૂબ પાછળની દિશામાં દેખાઈ રહ્યો હતો અને તે બીચ પર સર્ફ કરવામાં વ્યસ્ત છે. પ્રિયંકાની આ તસવીર ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. ચાહકો આ અંગે કમેન્ટ કરી રહ્યા છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

image source

આ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ એ પણ જણાવ્યું હતું કે તેના પિતા મસ્જિદમાં ગાતા હતા. જ્યારે ઓપરાએ પ્રિયંકાને પૂછ્યું કે તેમનું પુસ્તક તેની ભારતની સંપૂર્ણ યાત્રા કેવી રીતે બતાવે છે અને તે લોકો અને પ્રાર્થનાઓ વચ્ચે તેને કેવી રીતે જોડી શકાય છે. આ અંગે પ્રતિક્રિયા આપતા પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, મને લાગે છે કે ભારતમાં તે બહુ મુશ્કેલ નથી.

image source

આ સિવાય પ્રિયંકા બીજા એક કારણથી પણ ચર્ચામાં છે. હાલમાં પ્રિયંકાનું પુસ્તક પણ ચર્ચાનો વિષય બન્યું છે. મળતી માહિતી મુજબ પ્રિયંકા ચોપડા તેની પુસ્તક ‘અનફિનિશડ’ ને લઈને ચર્ચામાં આવી હતી. તેણે તેના પુસ્તકના કેટલાક મહત્વપૂર્ણ ભાગો વિશે ઓપરા વિનફ્રેને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ પણ કર્યો હતો. આ દરમિયાન પ્રિયંકાએ તેના અંગત જીવન વિશે વાત કરી હતી. ધર્મ, ધર્મનિરપેક્ષતા અને વિવિધ સંસ્કૃતિમાંથી આવતા બાળકો અને તેના પરના તેમના પ્રભાવ વિશે તેના મંતવ્યો આપ્યા હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version