આ એક કારણને લીધે કપૂર પરિવારે સ્વર્ગીય રાજીવ કપૂરની પ્રાર્થના સભા રાખી કેન્સલ અને પરિવારે કર્યો હવન, આલિયા ભટ્ટથી લઇને આ સેલેબ્સ મળ્યા જોવા

9 ફેબ્રુઆરીના રોજ અભિનેતા રાજીવ કપૂરનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમના અવસાન બાદ ચોથા દિવસે રાજીવ કપૂરનાના ઘરે કપૂર પરિવાર પહોંચ્યો હતો. અહીં પરિવારના સભ્યોએ સાથે મળી હવન કર્યો હતો. જેમાં રણધીર કપૂર અને બબીતા અને તેમને બહેન રીમા જૈન બેઠા હતા. આ વિધિ ફક્ત પરિવારના સભ્યો સાથે જ કરવામાં આવી હતી. પરંતુ તેમાં આલિયા ભટ્ટ સતત નીતૂ કપૂરની સાથે જોવા મળી હતી. આ ઉપરાંત અર્જુન કપૂર પણ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આલિયા દુ:ખના આ સમયમાં સતત કપૂર પરિવાર સાથે જોવા મળી હતી. રાજીવ કપૂરનું નિધન થયું ત્યારે પણ તે નીતૂ કપૂર સાથે જોવા મળી હતી.

image source

ઉલ્લેખનીય છે રે રાજીવ કપૂરને હાર્ટ એકેટ આવ્યા બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહીં. 58 વર્ષીય રાજીવ કપૂર ચેમ્બુર સ્થિત ઘરમાં રહેતા હતા. જ્યાંથી જ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને અહીં જ તેમના ચોથા નિમિત્તે હવન રાખવામાં આવ્યો હતો. રાજીવ કપૂરના નિધન બાદ કપૂર પરિવારે પ્રાર્થના સભા રાખી ન હતી. આ નિર્ણય કોરોનાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો હતો. પરિવારે આ અંગે સ્ટેમેન્ટ આપ્યું હતું કે કોવિડના કારણે એક્ટરના ચોથાના દિવસે પ્રાર્થના સભા રાખવામાં આવશે નહીં.

image source

રાજીવ કપૂરના ચોથામાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. જેમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર સિવાય અરમાન જૈન, અનિસા, આદર જૈન, રિદ્ધિમા કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર અને આર. કે. સ્ટૂડિયોના 94 વર્ષીય મેનેજર વિશ્વ મહેરાએ હાજરી આપી હતી.

image source

રાજીવ કપૂરે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં રામ તેરી ગંગા મૈલીથી એન્ટ્રી કરી હતી. ત્યારબાદ થોડી ફિલ્મો કર્યા બાદ તે લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર હતા. પરંતુ તેઓ ફરીથી ફિલ્મોમાં આવવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા. જાણવા મળ્યાનુસાર તેમને આશુતોષ ગોવારિકરની ફિલ્મ તુલસીદાસ જૂનિયરમાં એક મહત્વનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ આશુતોષે ટ્વીટ કરીને કરી હતી. તેણે ટ્વીટ કરી રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સંજય દત્ત નિભાવી રહ્યા છે.

image source

રાજીવ કપૂર મોટો પરિવાર હોવા છતાં વધારે એક્ટિવ હતા નહીં. તેના ભાઈ ઋષિ કપૂર અને રણધીર કપૂરની જેમ સતત સક્રિય રહ્યા નથી. તે ફિલ્મ ઈંડસ્ટ્રીના વિસ્તારથી દૂર મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં રહેતા હતા અને પોતાનું જીવન જીવતા હતા. આ જ ઘરમાં તેમણે અંતિમ શ્વાસ પણ લીધા હતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!