રાજકોટનાં ફિઝિયોથેરપિસ્ટની નવી કમાલ આખા દેશમાં વખણાઈ, આ રીતે સાજા કર્યાં 80થી પણ વધુ કોરોના દર્દીઓ

કોરોનાની બીજી લહેરમાં જે રીતે કેસો અચાનક વધવા લાગ્યાં તે પછી તંત્રનાં હાથમાંથી સ્થિતિ કાબુ બહાર થઇ. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઈ અને દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજન માટે લોકોની લાઈનો લાગી. દર્દીઓની સારવાર માટે રાત-દિવસ એક કરીને મેડિકલ સ્ટાફ સેવા કરી રહ્યો છે અને તેમની આ મહેનત હવે રંગ લાવી છે. આ વચ્ચે ૦જાણવા મળ્યું છે કે રાજકોટ શહેરની પીડીયુ સરકારી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ હોસ્ટેલમાં 80થી વધુ દર્દીઓએ કસરત દ્વારા કમાલ કરી છે. આ સિવાય અહી ફિઝિયોથેરપિસ્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સારવાર લઇ રહેલા એક હજારથી વધુ દર્દીઓની ઓક્સિજન માત્રા વધારવા બે ટાઇમ વિવિધ કસરતો કરાવી સાજા કર્યા છે.

image source

જાણકારોનું કહેવું છે કે આ બીજી લહેરમાં જ્યારે લોકોમાં શ્વાસની તકલીફો વધારે જોવા મળી રહી છે ત્યારે દર્દીઓને કુદરતી ઓક્સિજન મળે તે માટે કોશિશ ફિઝિયોથેરપિસ્ટનાં મદદથી કરી શકાય છે અને એ માટે ઊંડા શ્વાસ લેવા, છોડવાની કસરત કરાવવામાં આવતા દર્દીઓને ખૂબ જ ફાયદો પણ થઈ રહ્યો છે તેવું જોવા મળ્યું છે. આ અંગે ફિઝિયોથેરપિસ્ટ ડો.નિશાંત સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે હાલ કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓને ફેફસાંમાં વધુ અસર થઈ રહી છે તેવું સ્ટડી રિપોર્ટમાં સામે આવ્યું છે જેથી અમે સંક્રમિત દર્દીઓનાં ફેફસાંની રચનાના વ્યાપવાળા ભાગને ગુરુત્વાકર્ષણના બળની કસરતના માધ્યમથી એને ખુલ્લાં કરાવીએ છીએ.

image source

આ રીતે કસરત કરતા ધીમે ધીમે દર્દીઓને ઓક્સિજનનું પ્રમાણ પણ મળી રહે છે અને સાજા પણ થઈ રહ્યાં છે. દર્દીઓની સારવારમાં લાગેલા આ ફિઝિયોથેરપિસ્ટ આ વિશે વધારે વાત કરતાં કહ્યું હતું કે માસ પ્રોનિંગ કસરતમાં સૌ પ્રથમ અમે દર્દીઓને 30થી 40 મિનિટ ઊલટા સુવડાવીએ છીએ. આ પછી દર્દીઓને પડખું ફરીને સાઇકલ ચલાવતા હોય એ સ્થિતિમાં સુવડાવીએ છીએ. આ ક્રિયા સંક્રમિત દર્દીઓમાં અસરકારક સાબિત થઇ છે. દર્દીઓએ તેમની પરિસ્થિતિ મુજબ વિવિધ કસરતો ફિઝિયોથેરપિસ્ટેના માર્ગદર્શન હેઠળ કરવાથી સ્વાસ્થ્ય સારું છે. કોરોના સામે જંગ જીતવા માટે લોકોએ આરામની સાથે વધુ માત્રામાં પાણી, જ્યૂસ જેવું પ્રવાહી પીવું જરૂરી છે જે ઇમ્યુંનીટી વધારવામાં મદદ કરે છે.

image source

આ સિવાય એક્સપર્ટનું કહેવું છે કે લોહી ઘટ્ટ ન થાય એ માટે પણ કસરત ખૂબ જ ફાયદાકારક રહે છે. હાલની પરિસ્થિતિમાં જોવા મળ્યું છે કે કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓમાં લોહી જાડું થઇ જતું હોય છે અને પછી ધીમે ધીમે લોહીના ગઠ્ઠા પણ થવા લાગે છે. આ તકલીફ આગળ જતાં હૃદયરોગ જેવી ઘાતક બીમારી થવાની શકયતા ઉભી કરે છે.

image source

જેથી આ બધી તકલીફો શરૂ થાય તે પહેલાં દર્દીઓને ફિઝિયોથેરપિસ્ટેની સલાહ છે કે કસરત શરૂ કરી દો અને કોઈ દવાનાં આડઅસર વગર આ રીતે સજા થઈ જાવ. હાલમાં ઓક્સિજન તકલીફને જોતા તેના નિવારણ માટે સંક્રમિત દર્દીઓને દવાઓ સાથે એન્ટી-પમ્પ એક્સર્સાઇઝ કરાવવામાં આવે છે જે કસરત અનેક દર્દીઓમાં અસરકારક સાબિત થઇ છે. માસ પ્રોનિંગથી દર્દીઓની ઓક્સિજનની માત્રા વધી રહી છે અને 80 જેટલાં દર્દીઓ સાજા પણ થઈ ચૂક્યાં છે જેથી રાજકોટમાં હવે ફિઝિયોથેરપિસ્ટ કસરત દ્વારા દર્દીઓને સારવાર કરવાનું બીડું ઉઠાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!