પ્રથમ કેસ રાજકોટમાં, આજે એક વર્ષ પુરુ, હોસ્પિટલની બેદરકારીથી 6 દર્દી જીવતા ભડથું થયા, જાણો રાજકોટમાં શું શું બન્યું

ગુજરાતમાં કોરોના મહામારીને એક વર્ષ પુરુ થઈ ગયું છે. જો કે ફરી હાલત તો હતી એવી ને એવી જ દેખાઈ રહી છે અને કેસમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. આ મહામારીની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી થઈ હતી એ આપણે સૌ જાણીએ છીએ. રાજકોટનું આ એક વર્ષ ઇતિહાસના પાનાં પર કદી નહીં ભૂલાઈ એ પણ નક્કી જ છે. જો આપણે આ કોરોનાના 365 દિવસ કેવા રહ્યાં એના વિશે વાત કરીએ તો રાજકોટ વાસીઓ હંમેશા અડીખમ ઉભા રહ્યા છે. એક વર્ષમાં રાજકોટમાં 17 હજારથી વધુ કેસ તંત્રના ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને સત્તાવાર 150થી વધુ પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યાં છે.

image source

આ બધા કેસો અને મોત વચ્ચે રાજકોટનો અગ્નિકાંડ પણ ગુજરાત વાસીઓને ક્યારેય નહીં ભૂલાય. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં કોરોનાના 6 દર્દી જીવતા ભડથું થઈ ગયા હતા. ત્યારે જો વાત કરીએ તો રાજકોટમાં સાજા થયેલાની સંખ્યા પણ 16 હજારથી વધુની છે. અત્યારસુધીમાં છ લાખથી વધુ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા છે. પ્રથમ કેસ આવતાં જ રાજકોટમા એક ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. એક પછી એક સરકારના નિયમો આવતા ગયા. નદીમનો પ્રથમ કેસ આવ્યા બાદ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો અને હોટસ્પોટ જાહેર કરાયું હતું એ વાત પણ આજે યાદ આવે છે.

image source

ત્યારે માહોલ એવો હતો કે આખા વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. કોઇ ઘરની બહાર નીકળવા તૈયાર ન હતું. ધીમે ધીમે કોરોનાએ રાજકોટને બાનમાં લીધું અનેકના વેપાર-ધંધા ઠપ થઈ ગયા. જો કે રાજકોટની પ્રજાએ છૂટા હાથે સેવાની સરવાણી શરૂ કરી હતી. જો કે બન્ને દર્દી પૈકી નદીમ 2 એપ્રિલ તેમજ મયૂરધ્વજસિંહ તા.10 એપ્રિલના રોજ કોરોનામુક્ત થઈને ઘરે પરત ફર્યાં. કોરોનાના સંક્રમણે પોતાનો ભરડો જારી રાખ્યો હતો. જાગનાથ પ્લોટમાં કાનાબાર પરિવારનાં માતા-પુત્ર વિમળાબેન અને કૌશલભાઈ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા મેહુલભાઈ કોટેચા, રોયલ પાર્કમાં રહેતા ધરતીબેન હાપલિયા, તપસ સોસાયટીમાં રહેતા જિતેન્દ્રભાઈ સાવલિયા, 80 ફૂટ રોડ પર સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા જય સોરઠિયા આ તમામ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હવે ધીરે ધીરે રાજકોટમાં કોરોના ઘુસી રહ્યો હતો. જંગલેશ્વરમાં પણ કેસો ઘટવાનું નામ લઈ રહ્યા ન હતા. આ વિસ્તારમાં 14 દિવસની દીકરીથી લઈને 84 વર્ષના વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયાં હતાં.

image source

આ બધું જ આવવું લાગ્યું અને આખરે રાજ્ય સરકારે આ વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દીધું. કેસ વધતા જતા હતા, પરંતુ મૃતાંક જીરો હતો, કર્ફ્યૂ હટ્યા બાદ ગત તા.29 એપ્રિલના રોજ શહેરમાં કોરાના કારણે પ્રથમ મૃત્યુ થયાનું કોર્પોરેશન દ્રારા બહાર પાડવામાં આવ્યું હતું. જંગલેશ્વરમાં જ રહેતાં 60 વર્ષીય વૃદ્ધા મોમીનબેન ચોપરાનો કોરોનાએ ભોગ લીધો અને સ્વર્ગે સીધાવ્યા ત્યારબાદ લોકોમાં મોતનો ખોફ પણ વધવા લાગ્યો હતો. જેમ સિક્કાની બે બાજુ હોય એ રીતે આ શહેરમાં જ રહેતા 84 વર્ષીય અલ્લારખા મહદન, 75 વર્ષીય પરસોતમ અકબરી, 78 વર્ષીય વિમળાબેન કાનાબાર, 65 વર્ષીય જલુબેન કોરોનાને માત આપીને બહાર પણ આવ્યાં હતા. રાજકોટ શહેરમાં કોરોનાને લીધે મૃત્યુદર ઓછો રહેવાનું કારણ જણાવતાં આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે જે લોકોને કોરોના પોઝિટિવ કેસ આવ્યા તેમાંથી મોટા ભાગના લોકો યુવાન હતા, જેમની રોગપ્રતિકારક ક્ષમતા વધુ હતી, જેના કારણે મોત ઓછા થયાં છે.

image source

આ સાથે જ બીજી એક રાજકોટની સારી વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ ટકાવારીની દષ્ટિએ રાજકોટ શહેરમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. આ વેક્સિનેશન માટે મનપાએ પહેલા એક મહિના સુધી શહેરમાં 1 હજાર કર્મચારીઓ સાથે સર્વે કર્યો હતો. મહામારીમાં શાળા-કોલેજો તાકીદે બંધ કરી દેવામાં આવી હતી. આથી વિદ્યાર્થીઓનો ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. સ્કૂલો બંધ હોવા છતાં પણ સ્કૂલોએ વાલીઓ પાસે ફી વસૂલવાનું શરૂ કરતાં હોબાળો મચ્યો હતો. આ સાથે જ યાદ કરીએ તો રાત-દિવસ મહેનત કરતા કોરોના વોરિયર્સને વધાવવા ઘરે ઘરે લોકોએ થાળી-વેલણ વગાડી સન્માન આપ્યું હતું. બીજી વખત ઘરે ઘરે લાઇટ બંધ રાખી દીવા કરી પોઝિટિવ ઊર્જાનો સંચાર કરવાની અપીલ કરી હતી. ઇતિહાસમાં પ્રથમ વખત લોકોએ સૌથી વધુ સમય ઘરમાં રહેવાનો વારો આવ્યો હતો. સતત 100 દિવસ સુધી તો લોકો ઘરમાં પણ એકબીજાને મળતાં ડરતા હતા.

image source

કોરોના મહામારી સામેની લડતમાં સૌથી મોટું હથિયાર ગણાતા વેન્ટિલેટરની અછત દૂર કરવા રાજકોટની જ્યોતિ CNC કંપનીએ 10 દિવસમાં ગુજરાત સરકારને 1000 વેન્ટિલેટર પૂરાં પાડ્યાં હતાં. પ્રત્યેક રૂ. 1 લાખથી પણ ઓછી પડતર ધરાવતા ‘ધમણ-1’ પણ કોરોનામાં સારા એવા પુરવાર સાબિત થયા હતા. ત્યારે હવે રાજકોટ અડીખમ ઉભું છે એના ઉદાહરણ દેવામાં આવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!