Site icon News Gujarat

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા મચેલી તબાહીમાં રાજકોટવાસીઓ પર તૂટી પડ્યું આભ, 500 ગુજરાતીઓમાંથી આટલા તો રાજકોટના જ છે….

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે રવિવારે ગ્લેશિયર પડવાને કારણે બંધ તૂટ્યો છે. જો કે રાજકોટથી 50થી વધુ પ્રવાસીઓ હરિદ્વાર ગયા છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને દહેરાદૂન સુરક્ષિત સ્થળે જવા રવાના થયા છે. રાજકોટ ડિઝાસ્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાથી પરિવારજનો હાશકારાની લાગણી અનુભવી રહ્યાં છે.

image source

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટતા ભારે તારાજી ફેલાયેલી છે. જેના કારણે અલકનંદા અને ધૌલી ગંગા નદીમાં પુર આવ્યું છે. આને કારણે ચમોલીથી હરિદ્વાર સુધી જોખમ વધ્યું છે. માહિતી મળતાં વહીવટી ટીમ સ્થળ પર રવાના થઈ ગઈ છે. તે જ સમયે પોલીસ ચમોલી જિલ્લાના નદી કાંઠે લાઉડ સ્પીકરોની મદદથી લોકોને એલર્ટ કરી રહી છે. કર્ણપ્રયાગમાં અલકનંદા નદીના કાંઠે સ્થાયી થયેલા લોકોએ મકાન ખાલી કરવાનું શરૂ કર્યું છે. પાણીના ધસમસતા પ્રવાહમાં કેટલાક ઘરોની સાથો સાથ 200 લોકો પણ તણાય ગયાની આશંકા છે. આસપાસના વિસ્તારને ખાલી કરવામાં આવી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે આજે તપોવન ઋષિ ગંગા ગ્લેશિયર તૂટ્યો છે જેના કારણે ભારે તબાહી સર્જાઈ છે. હરિદ્વારા સુધીમાં એલર્ટ રજૂ કરી દીધું છે. ઉત્તરાખંડના ચમોલીમાં હિમનદીના વિનાશને કારણે ભારે તબાહી થઈ છે. આ દુર્ઘટના બાદ યુપીમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

image source

ગંગા કિનારે વસેલા જિલ્લાઓમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા જણાવાયું છે. યુપીના બિજનોર, કન્નૌજ ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર, ગાઝીપુર, વારાણસીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગ્લેશિયર ફાટ્યા બાદ ડેમને નુકસાન થયું હતું. જેના કારણે નદીઓ છલકાઇ છે. તપોવન બેરેજ સંપૂર્ણપણે ધ્વસ્થ થયો છે. શ્રીનગરમાં વહીવટી તંત્રે નદી કિનારેની વસાહતોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થળોએ જવા અપીલ કરી છે.

તે જ સમયે, નદીમાં કામ કરતા મજૂરોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ગઢવાલની નદીઓમાં પાણી વધ્યું છે.
અચાનક ડેમ તૂટવાના કારણે પ્રોજેકટમાં કામ કરી રહેલા લગભગ 150 લોકો લાપતા છે જેમાંથી 2 ના મૃતદેહ મળી આવ્યા છે. આ બધાની વચ્ચે ઉત્તરાખંડમાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આશરે 500થી વધુ ગુજરાતીઓ ઉત્તરાખંડમા થયેલી આ આકસ્મિક હોનારતમાં ફસાયા હોવાની માહિતી મળી છે. આ 500 પૈકી રાજકોટથી ગયેલા 50 જેટલા પ્રવાસીઓ પણ સામેલ છે.

image source

રાહતના સમાચાર એ છે કે હાલ આ તમામ પ્રવાસીઓ સુરક્ષીત હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. મૈસુરી ટ્રેકિંગ કેમ્પમાં ગયેલા પ્રવાસીઓનો સંપર્ક કપાઈ ગયો છે. કેટલાક ગુજરાતી પ્રવાસીઓ તો બુલેટ લઈને ફસાયા હોવાના અહેવાલ છે.

image source

આ હોનારતમાં ફસાયેલા તમામ પ્રવાસીઓને સાજા નરવા પાછા લાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

વિજય રૂપાણીના પ્રવાસીઓને બચાવી લેવાના પ્રયાસો.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ઉત્તરાખંડ ના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારત માં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને તત્કાલ મદદ મળી રહે તેમજ ઇજાગ્રસ્તોને સારવાર મળી રહે તેની વ્યવસ્થાના પગલે રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી બની એટલી ઝડપે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version